પોરબંદર ખાણખનીજ વિભાગ ની ટીમે બુધવારે વહેલી સવારે માધવપુર પંથક માં દરોડા પાડી ૩ ગેરકાયદે ખાણો માંથી ૭૩ લાખ નો મુદામાલ કબજે કર્યો છે.
પોરબંદર ના કલેકટર એસ ડી ધાનાણીની સૂચના ના આધારે મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી મિતેષ મોદીની આગેવાની હેઠળ તપાસ ટીમ દ્વારા માધવપુર ગામે બુધવારે વહેલી સવારે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ૩ સ્થળો એ બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજનું ગેરકાયદે ખનન થતું હોવાનું બહાર આવ્યું હતું.આથી ત્રણ અલગ-અલગ ખાડાઓમાંથી કુલ 10 ચકરડી મશીનો અને 1 ટ્રેક્ટર તેમજ નજીકના વિસ્તારમાંથી 3 ચકરડી મશીનો, 2 પડદી મશીનો અને 1 એક્સકેવેટર મશીન (હિટાચી) ઝડપીને સીઝ કરવામાં આવ્યા હતા. અને તમામ મુદ્દામાલને માધવપુર અને નવીબંદર પોલીસ સ્ટેશન માં રાખવામાં આવ્યો છે ઉપરાંત એક જનરેટર પણ સીઝ કરાયું છે સમગ્ર કાર્યવાહીમાં અંદાજે રૂ. 73 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તથા સ્થળ પર થી કેટલી ખનીજચોરી થઇ છે તેની તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી છે.



