Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

માધવપુરના મેળામાં ઓસમાણ મીર, કિંજલ દવે, માયાભાઈ આહિરના કાર્યક્રમો યોજાશે

માધવપુર ના મેળા ની તૈયારી ને આખરી ઓપ અપાઈ રહ્યો છે મેળા ને લઇ ને તંત્ર દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ હતી મેળા માં આ વખતે અનેક કલાકારો ના કાર્યક્રમ યોજાશે.

પોરબંદર નજીક આવેલ માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીજીના વિવાહ પ્રસંગે તંત્ર દ્વારા મેળા ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમોની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
લોક કલાકાર ઓસમાણ મીર, કિંજલ દવે, માયાભાઈ આહીર વગેરે કલાકારો માધવપુરના મેળામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીજીના વિવાહ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમની રમજટ બોલશે. પ્રવાસન નિગમ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ ગાંધીનગર દ્વારા પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મણીજીના વિવાહના પ્રસંગે યોજાતા લોકમેળાની ઊજવણી થશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મણીના વિવાહનો પ્રસંગ રામ નવમીના પાવન પર્વ નિમિત્તે ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે. આગામી તારીખ ૧૭ થી ૨૧ એપ્રિલ દરમિયાન ભવ્ય આયોજન કરાશે.

આ મેળાનો શુભારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે કરવામાં આવશે. મેળાના પ્રથમ દિવસે એટલે કે ૧૭ એપ્રિલના જીતુભાઈ દ્વારકાવાળા, રાજુભાઈ બારોટ, સાગર કાચા તેમજ ૧૮ એપ્રિલે ઓસમાણ મીર, આમીરભાઇ મીર અને ૧૯ એપ્રિલના દિવસે એટલે કે મેળાના ત્રીજા દિવસે કિંજલ દવે લોક ડાયરા ના આનંદ રૂપે લોકસાહિત્ય અને ભક્તિમય ગીતોની પ્રસ્તુતિ કરશે. ૨૦ એપ્રિલના માયાભાઈ આહીર તેમજ ૧૬ થી ૨૧ એપ્રિલ સુધી વિવિધ કલાકારો માધવપુરના આ રાષ્ટ્રીય કક્ષાના મેળામાં લોક ડાયરાની જમાવટ કરશે. સાંસ્કૃતિક કાર્યક્રમો આનંદ અને ઉત્સાહથી માનવ મહેરામણ માણી શકે તે માટે વિશાળ એ.સી.ડોમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

પોરબંદર જિલ્લા ના માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતા લોકમેળામાં વિવિઘ લોક સુવિઘા અને લોક સગવડતા જળવાય રહે તે માટે આયોજનના સ્થળે જિલ્લા કલેકટર કે.ડી. લાખાણીએ તંત્રની ટીમ સાથે મુલાકાત લીધી હતી.કલેકટર એ સ્થળ નિરીક્ષણ કરી વધુ સારી રીતે લોક સુવિઘા થાય લોકોને પીવાનું શુદ્ધ પાણી, અવર જવરના રસ્તા, કાર્યક્ર્મના સ્થળે બેઠક વ્યવસ્થા નું યોગ્ય આયોજન કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું. માધવપુર ઘેડ ખાતે બે સંસ્કૃતિ ને જોડતા રાષ્ટ્રીય કક્ષાના લોકમેળાનું ભવ્ય આયોજન આગામી તા. ૧૭ થી ૨૧ એપ્રિલ દરમિયાન કરવામાં આવી રહ્યું છે.

પ્રવાસન નિગમ તથા રમત ગમત અને યુવક સેવા -સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ ગાંધીનગર દ્વારા મેળા ગ્રાઉન્ડ ખાતે પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી વિવિઘ સાસ્કૃતિક કાર્યક્રમો રોજ સાંજે યોજવાના છે.તા.૧૭મી એ સાંજે ૫ વાગે રાજ્યપાલની ઉપસ્થિતિમાં મેળાના કાર્યક્રમનો પ્રારંભ થવાનો છે. મેળામા પરંપરા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મણીજીના વિવાહના પ્રસંગની ભવ્ય ઉજવણી થશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મણીના વિવાહનો પ્રસંગ રામ નવમીના પાવન પર્વ નિમિત્તે ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે.

પોરબંદર જિલ્લા કલેકટર કે.ડી. લાખાણી, જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, સહિતના અધિકારીઓની ટીમે મેળા ગ્રાઉન્ડ ખાતે મુલાકાત કરી હતી. મેળા ગ્રાઉન્ડ ઉપર થઈ રહેલ મેળાના આગોતરા આયોજનની તૈયારીના ભાગરૂપે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને આ મેળા દરમિયાન ચકડોળ, ખાણીપીણીની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, લોકોના આરોગ્યને લઈને મેડિકલ સુવિધાઓ, પીજીવીસીએલ વિભાગના તંત્ર દ્વારા ઈલેક્ટ્રીક લાઈટની યોગ્ય વ્યવસ્થા, નિયમિત રીતે સફાઈ અને અખાદ્ય ખોરાકથી મેળા માણવા આવતા લોકોના આરોગ્ય ન જોખમાય તેની ગંભીરતા લેવા વગેરેની તકેદારી રાખવા સૂચનો કરાયા હતા. ઉપરાંત પૂર્વના રાજ્યો માંથી આવતા અને તેની સંસ્કૃતિ તેમજ કલા આર્ટનું પ્રદર્શન કરવા માટે સ્ટોલની સુવિધા, સ્થાનિક સખી મંડળ બહેનોના સ્ટોલની વ્યવસ્થા નિહાળી હતી.

દરિયાકિનારે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અહીં કોઈ અઇચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા સ્થળે નિરીક્ષણ કરી જરૂરી સુચનો આપ્યા હતા. ભગવાનની જાન પસાર થાય છે તે માર્ગનું નિરીક્ષણ કરવાની સાથોસાથ ચકડોળના સ્થળે પણ નિરિક્ષણ કર્યુ હતું. મતદાર જાગૃતિ અંગેના કાર્યક્રમોનું મેળા ગ્રાઉન્ડમાં આયોજન કરવા સૂચના આપાઇ હતી. ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીજીના વિવાહના સ્થળે કોઈ અગવડતા ન પડે તેનું સ્થળ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે પ્રાંત અધિકારી પારસ વાંદા, સંદીપ જાદવ, જિલ્લા આયોજન અઘિકારી અધિકારી જે.સી. ઠાકોર, જિલ્લાના ગ્રામ્ય ડીવાયએસપી સુરજીત મહેડુ સહિત અધિકારીઓ જોડાયા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે