યુ.કે. સ્થિત નવ લાખ ગુજરાતીઓના સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થામાં ફરી મહેર સમાજને નેતૃત્વ સોંપાયું છે.
યુ.કે. સ્થિત નવ લાખ ગુજરાતીઓના સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા નેશનલ કાઉન્સીલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશનમાં ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખ વિમલજીભાઇ નાથાજીભાઇ ઓડેદરા ની સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે નિમણૂંક થઇ છે. ગુજરાતીઓના વિકાસ માટે કાર્યરત એવી આ બિનરાજકીય સંસ્થામાં વિમલજીભાઇની વર્ષ ૨૦૨૩- ૨૦૨૫ બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે નિમણૂંક થતાં પોરબંદર પંથકના અને વિશ્વભરમાં ફેલાયેલા મહેર સમાજમાં ખુશીની લાગણી ફેલાઇ છે. તો જનરલ સેક્રેટરી તરીકે સંજયભાઇ સુકાભાઇ ઓડેદરાની પણ બીજી ટર્મ માટે પસંદગી કરવામાં આવી છે તે ઉપરાંત એજ્યુકેટિવ મેમ્બરમાં મહેર સમાજના અગ્રણીઓ, શૈલેષભાઇ મુંજાભાઇ ઓડેદરા અને રમેશભાઇ રાજશીભાઇ ઓડેદરાની વરણી કરવામાં આવી છે. દેશ- વિદેશમાં વસતા મહેર સમાજે આ તમામ અગ્રણીઓને ખુબખુબ શુભેચ્છાઓ પાઠવી છે.