મૂળ પોરબંદર અને હાલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ માં ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતા યુવાન ને મુખ્યમંત્રી ના હસ્તે બે ગોલ્ડમેડલ એનાયત કરી સન્માનિત કરાયા હતા.
અમદાવાદ ખાતે સીલ્વર ઓક યુનિવર્સીટી દ્વારા મુખ્યમંત્રી ની ઉપસ્થિતિ માં ત્રીજા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર ના સીનીયર એડવોકેટ સુરેન્દ્રભાઈ અમલાણી ના સુપુત્ર મિહિરભાઈ કે જેઓ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓ માસ્ટર ઓફ લો (ક્રિમીનલ લો) ની ડીગ્રીમાં સંપુર્ણ યુનિવર્સીટીમાં પ્રથમ સ્થાને ઉતીર્ણ થતા મુખ્યમંત્રી ના હસ્તે બે ગોલ્ડ મેડલ થી સન્માનીત કરવામાં આવ્યા છે. મિહીરભાઈને માસ્ટર ઓફ લો માં સમગ્ર યુનિવર્સીટીમાં બ્રાન્ચ ટોપર થવા માટે તથા માસ્ટર ઓફ લો માં સમગ્ર યુનિવર્સીટીમાં પોગ્રામ ટોપર થવા માટે એમ બે ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યા હતા.જેથી પોરબંદર વાસીઓ એ પણ તેઓની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.
આશરે પાંચ હજારથી પણ વધુ લોકોની ઉપસ્થિતિ માં યોજાયેલ આ ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી દ્વારા ન્યાયાધીશ મિહીરભાઈ અમલાણીનું આ સન્માન કરવામાં આવ્યું હતુ. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહીત અન્ય મહાનુભાવો પણ કાર્યક્રમ માં અતિથી વિશેસ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.બબ્બે ગોલ્ડ મેડલ એનાયત થતા જે બાબત સમગ્ર પોરબંદર જિલ્લા માટે ખુબજ ગૌરવપૂર્ણ કહેવાય. ન્યાયાધીશ મિહીરભાઈ અમલાણીએ જણાવ્યું હતું કે જીવનમાં દરેક તબક્કે એજ્યુકેશન ખુબજ જરૂરી છે. તેઓ પોતાની જીંદગીમાં હંમેશા એક આદર્શ વ્યક્તિ તરીકે તેઓના પિતા સુરેન્દ્રભાઈ અમલાણીને માને છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રભાઈ પણ નિષ્ણાત અને બાહોશ વકીલ છે ત્યારે તેમના પુત્ર એ પણ સારી એવી નામના મેળવતા અમલાણી પરિવાર પર અભિનંદનવર્ષા થઇ રહી છે.

