પોરબંદર ના કુછડી ગામની એકલીયાની સીમમાં ૨૬ લાખ રૂપિયાની જમીન ઉપર બે વર્ષ થી દબાણ કરવા અંગે એક શખ્શ સામે લેન્ડ ગેબીંગ એકટ હેઠળ પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
પોરબંદરના બોખીરા-કે.કે.નગર રોડ ઉપર રહેતા ગગુબેન દેવશીભાઈ મોઢવાડીયા(ઉવ ૫૩)એ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તેમના નામની ખેતીની જમીન કુછડી ગામની એકલીયા સીમમાં કાંટેલા ગામના સીમાડે આવેલી છે. અને આ જમીન ગગુબેનના નામે છે. અને વારસદાર તરીકે તેમની પુત્રીઓ છે. આ જમીન તેમના કબ્જામાં હતી. અને ઈ.સ. ૨૦૧૬-૧૭ માં પ્રમોલગેશન થયું હતું.
ત્યાર બાદ વર્ષ ૨૦૨૧ માં માલદે મુળુ કુછડીયાએ એવું કહ્યું હતું કે તેની જમીન માં ગગુબેન દ્વારા દબાણ થયું છે. તેથી ગંગુબેનના પતિ દેવશીભાઈ રણમલભાઈ મોઢવાડીયાએ માલદેને જમીન માપણી કરાવી જો દબાણ હશે તો તેને આપી દેવા જણાવ્યું હતું. ત્યારબાદ રીસર્વે માટે અરજી કરી હતી તેની માપણી થાય તે પહેલાં જ માલદે મુળુ કુછડીયાએ અમે અમારી રીતે માપણી કરાવી લીધી છે. મારી જમીન તમારામાં નીકળે છે.’ કહીને હત્યાની ધમકી આપી હતી અને ખેતીની જમીનના શેઢે દીવાલ કરી હતી. તે પાડીને તા. ૧૬/૬/૨૧ થી દબાણ કર્યું હતું. ત્યારબાદ સામાજીક આગેવાનોએ તથા ગગુબેને માલદેને જમીનનો કબ્જો ખાલી કરવા સમજાવ્યા હતા. પરંતુ જમીન પર ગેરકાયદેસર કબ્જો કરીને પચાવી પાડી હતી. તેથી લેન્ડ ગ્રેબીંગ એકટના કાયદા તળે અરજી કરી હતી અને આ કમીટીની સુચના બાદ એફ.આઇ.આર. નોંધાવવા જણાવાયું હતું. અનેતેથી ૨૬ લાખની સવા વિઘા જમીન પર પેશકદમી અંગે માલદે સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.