દીવ ખાતે આવેલા રાષ્ટ્રપતિ સમક્ષ પોરબંદરના સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટસ ગ્રુપ દ્વારા ખારવા સમાજની સંસ્કૃતિ રજૂ કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂજી દીવ ખાતે પધાર્યા હતા. રાષ્ટ્રપતિશ્રીજી નું દીવ ખાતે ભવ્ય સ્વાગત કરવા માં આવ્યું હતું. તેમાં મનમોહિત સ્વાગતનૃત્યો કરીને “ખારવા સામાજ” ની પરંપરાગત પહેરવેશ સાથે મારછીમારી લોકનૃત્ય રજુ કરવા માં આવ્યુ હતુ. પોરબંદરની જાણીતી સંસ્થા “સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ” ગ્રૂપ ના ગુજરાતના કોરિયોગ્રાફર હરેશ મઢવી અને પૂનમ પોસ્તરિયા અને કલાકારો સાથે ગરવી ગુજરાતની આ ખારવા સમાજ ની પરંપરાને રાષ્ટ્રપતિજી સમક્ષ ભવ્ય સ્વાગત નૃત્ય પરફોર્મન્સ “માછીમારી -ગરબો – ટિપ્પણી રાસ જેવા પ્રસ્તુત કર્યો હતો. પોરબંદરના આ કલાકારો એ આ ભારત દેશ ના રાષ્ટ્રપતિજી સમક્ષ કૃતિઓ રજૂ કરી મનમોહિત કર્યા હતા.
સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ ના કલાકરો એ ભારત દેશ ના રાષ્ટ્રપતિ સમક્ષ 5મી વખત પર્ફોર્મન્સ રજૂ કર્યું હતું. જ્યારે ભારત દેશ ના રાષ્ટ્રપતિ શ્રી રામનાનથ કોવિંદજી સમક્ષ 4 વખતે અને શ્રીમતી દ્રૌપદી મુર્મૂજી સામે દીવ માં પહેલી વખત મારછીમારી નૃત્ય રજૂ કર્યું હતું. આ આપણી સંસ્કૃતિ ને પોરબંદર ના કલાકરો હર હમેશ જીવંત રાખે છે અને આપણી પરંપરાઓ નૃત્યો પહેરવેશ ને સંસ્કૃતિને સાચવી રાખે છે. પોરબંદર આ કલાકારો આપણા પંથકનું નામ દેશ દુનિયામાં પણ ઉજાગાર કર્યું છે સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ પોરબંદર નું નામ રોશન કરી પોરબંદર ને હર હમેશ ગૌરવ આપવે છે….