પોરબંદર ની આર્યકન્યા ગુરુકુળ શાળા માં સત્ર ફી ભરી ન હોય તેવા વિદ્યાર્થીઓ ને પરીક્ષા માં ન બેસવા દેવાયા હોવાની રજૂઆત એન એસ યુ આઈ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારી ને કરાઈ છે.
પોરબંદર જીલ્લા એન એસ યુ આઈ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારી ને કરાયેલી રજૂઆત માં જણાવ્યું છે કે આર્યકન્યા ગુરુકુલ સંચાલિત સીબીએસઈ અંગ્રેજી માધ્યમ ની સ્કૂલમાં બીજા સત્ર ની ફી ન ભરી હોવાના કારણે ૫૦ બાળકોને શાળા માં ચાલી રહેલી નવમાસિક પરિક્ષામા બેસવા દેવામાં આવ્યા નથી. તેવી ફરિયાદ વાલીઓ ની આવી હતી. આ રીતે બાળકો સાથે વ્યવહાર યોગ્ય નથી. ફી ના ભરી હોય તે તે બાળકોના માતા-પિતાને થોડો સમય આપવામા આવે.પરંતુ પરિક્ષામા ન બેસવા દેવા તે યોગ્ય નથી.
શાળા સંચાલક મંડળ ફીને લઇને તેની જગ્યાએ સાચા હશે પરંતુ પરિક્ષામા વિધાર્થીને ના બેસવા દેવા તે કોઇ રસ્તો નથી. આથી આ અંગે શાળા ને સુચના આપવા જણાવ્યું હતું અને હજુ પણ શહેર માં કેટલીક શાળાઓ ફી ભરી ન હોય તેવા વિદ્યાર્થીઓ ને વર્ગખંડ અને પરીક્ષા માં બેસવા દેવામાં આવતા ન હોવાનું જાણવા મળે છે આથી શાળા માં પરીક્ષા ફી ને લઇ ને કોઇ પણ વિદ્યાર્થી કે વાલીને હેરાન કરવામાં ન આવે તેવો દરેક શાળા ને પરિપત્ર કરવા પણ રજૂઆત માં જણાવ્યું છે.
આ બાબતને લઇને ગુજરાત NSUI મહામંત્રી કિશન રાઠોડ દ્વારા શાળા પ્રિન્સિપાલ સાથે ફોન પર વાતચીત કરવામાં આવી જે પણ બાળકોને ફી ભરવાને લઇને પરિક્ષામા નથી બેસવા દેવામાં આવ્યા તેમના માટે ફરી પરિક્ષા લેવામા આવે તેમજ એક વાલીઓની મિટિગ બોલાવી તે વાલીઓની પરિસ્થિતિથી વાકેફ થઇ તેમને ફી ને લઇને થોડો સમય આપવામા આવે તેવું કહેવામા આવ્યું હતું. આ બાબતે સંસ્થાના સંચાલકો સાથે વાતચીત કરી કોઇ યોગ્ય કરવા કહેવાયુ હતું.
એન એસ યુ આઈ પ્રમુખ કિશન રાઠોડે જણાવ્યું હતું કે શાળા એક વિધાનું મંદિર છે, બાળક/વિધાર્થી ભગવાનનું રૂપ હોય છે. તેમને વિધાના મંદિર બહાર બેસાડવા એ કયા શિક્ષણમાં દર્શાવ્યું છે ?? ફી ને લઇને બાળક/વિધાર્થી સાથે આ વ્યવહાર કોઇ પણ શાળા દ્વારા કરવો કેટલો યોગ્ય છે ?? આ બાબતની રજૂઆત લઇ શિક્ષણ અધિકારીને રજૂઆત કરાઈ હતી. અને તમામ સ્કૂલમાં પરિપત્ર જાહેર કરવામાં આવે કે કોઇ પણ વિધાર્થીને ફી ને લઇને કોઇ શિક્ષણથી વંચિત રાખે નહિ, કોઇ અન્ય હેરાનગતિ કરવામાં આવે નહિ. જે પણ શાળા આ પ્રકારનો વ્યવહાર વિધાર્થી સાથે કરશે. તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તે માંગ કરાઈ હતી.
દિવાળી વેકેશન બાદ બીજા સત્રની શરૂઆત થઇ હોય, હાલ ઘણી શાળાઓમાં તો ફેબ્રુઆરી સુધી સત્ર પુરૂ કરીને પરિક્ષાઓ માટેની પણ તૈયારી શરૂ કરી દેવામાં આવતી હોય છે.. બીજ સત્રનો પ્રારંભ થાય છે ત્યારે ફી પણ તે સત્રની ભરવાની થતી હોય છે.. ફી ને લઇને ઘણી સમસ્યાઓનો સામનો પણ વાલીઓએ કરવાનો થતો હોય છે, અમુક વાલીની પરિસ્થિતિ સામાન્ય હોવાનો કારણે એક સાથે ફી ભરવામા પરવળતુ હોતું નથી જેને લઇને તે વાલી તેમના બાળકની ફી ભરવામા સમય ચુકી જતા હોય છે. શાળાના સંચાલકો દ્વારા પણ વારંવાર તેમને જાણ તેમજ કહેવાતુ હોય છે કે તમારા બાળકની ફી ભરી જાઓ પરંતુ કોઇ વાલીઓની સામાન્ય પરિસ્થિતિ હોવાને કારણે સમયસર ફી ભરી શકતા નથી..
પણ તેમનો એ મતલબ તો નથી કે વાલીઓ દ્વારા તેમના બાળકો ફી નહિ ભરાતા તેમના બાળકને કોઇ હેરાનગતિ કરવી, કલાસ નહિ બેસવા દેવાના, તેમને પરિક્ષામા બેસવા નહિ દેવાના,તે બાળકને ફી ને લઇને વારંવાર કહેવુ આ નિયમ તો કોઇ પરિપત્રમાં છે નહિ…તો પછી ઘણી શાળાઓ દ્વારા કે બાળકો/વિધાર્થીઓ સાથે આવો વ્યવહાર કરવામાં આવે છે ?? સમજી શકીએ કે શાળા સંચાલકોની સમય મર્યાદા હોય છે પરંતુ તેમનો એ મતલબ તો નથી કે એટલા વર્ષ આ બાળક તેમની સંસ્થામાં અભ્યાસ કરતો હોય અને એકાદ સમય ફી ભરતા રહી જાય તો તેમને પરિણામના બેસવા ના દેવો આ કયા શિક્ષણનો ન્યાય છે ??
રજૂઆત માં ગુજરાત NSUI મહામંત્રી કિશન રાઠોડ,શહેર પ્રમુખ જયદિપ સોલંકી,ઉમેશરાજ બારૈયા,રાજ પોપટ,હર્ષ ગોહેલ,ચિરાગ વદર,દિવ્યેશ સોલંકી,અક્ષિત દવે,ભરત વદર,યશ ઓઝા,દિવ્યરાજ જાડેજા,કુશ,પ્રદીપ,કાપરી વગેરે હાજર રહ્યા હતા.