પોરબંદરમાં સગર્ભા મહિલા ને નશાખોર પતિ એ અસહ્ય ત્રાસ આપતા આપઘાત કરવા માટે કેનાલ પાસે પહોંચી હતી પરંતુ રિક્ષાચાલકે તેને અટકાવી ૧૮૧ અભયમ ટીમ ને બોલાવતા ટીમે તેના પતી ને કાયદાકીય સમજ આપી સમાધાન કરાવ્યું હતું.
પોરબંદર સિટી ના વિસ્તાર માંથી એક જાગૃત નાગરીકે ૧૮૧ નંબર પર ફોન કરી જણાવેલ કે એક મહિલા કેનાલમા કુદવાના પ્રયાસ કરે છે તો તમો જલ્દી મદદ માટે આવો.અભયમ ટીમને ફોન મળતાની સાંથે જ તુરંત સ્થળ પર પહોંચી જઈને પિડિતા ને વિશ્વાસ મા લઈ વાન માં બેસાડી પરામર્શ કરતા મરી જવુ છે. એવુ જ જણાવતા હોવાથી સાંત્વના આપી સમજાવેલ કે આત્મહત્યા કરવી તે સમસ્યાનું સમાધાન નથી.
તેમના પાડોશી દ્રારા જાણવા મળેલ કે મહિલા તેમના ઘરમા પણ આત્મહત્યા કરવા માટે છરી લીધેલ પરંતુ અમોએ તેમને રોકી રાખેલ પરંતુ થોડીજ વારમા ઘરેથી દોડી ને નિકળી ગયેલ ને કેનાલ મા પડવા જતા હોય ત્યારે અહિંયા ઉભેલા ઓટોવાળા ભાઈએ પકડી રાખેલ. પીડિતા એ જણાવ્યું હતું કે મારા પતિ વારંવાર ઘરે નશો કરીને આવી અપશબ્દો બોલી માનસિક રીતે ત્રાસ આપે છે. તેમજ તે ઘરની બહાર નીકળે ત્યારે દરવાજો બહારથી બંધ કરી ને જતા રહે છે. હાલ હું સગર્ભા છું આવી સ્થિતિમાં પણ વારંવાર મને ઘરમાં બંધ કરી જતા રહે ને માનસિક ટોર્ચર કર્યા કરતા હોય ને આજરોજ પણ અપશબ્દો બોલતા હોવાથી હું કંટાળી ગયેલ હોવાથી હું આત્મહત્યા કરવાનો વિચાર કરેલ.
અભયમ ટીમ દ્રારા પીડિતા ને આત્મહત્યા ના વિચારો પોતાની જીંદગી મા ના લાવવા હિંમત આપી પિડીતા ના પતિ ને કાયદાકીય ભાષામા સમજાવી કાયદાનુ ભાન કરાવેલ.પીડિતા ના ઈચ્છાનુસાર સમાધાન કરાવેલ . હાલ પીડિતા સગર્ભા હોવાના કારણે રાજીખુશીથી તેમના સાસુ – સસરા સાથે રહેવા માંગતા હોય તેમજ સાસુ- સસરા પણ તેમને રાજીખુશીથી રાખવા માંગતા હોયને તેમની જવાબદારી લેવા માંગતા હોવાથી તેમના સાસુ-સસરા ને સુરક્ષિત સોપી જરુરી માર્ગદર્શન આપ્યું હતું આ કામગીરી માં ૧૮૧ કાઉન્સીલર મીરા માવદીયા તેમજ તેમની સાથે કોન્સ્ટેબલ કિરણબેન ચાવડા જોડાયા હતા.