પોરબંદર અને રાણાવાવ ખાતે આજે રવિવારે પ્રભુ શ્રી રામ ની શોભાયાત્રા નું આયોજન કરાયું છે જેમાં મોટી સંખ્યા માં ભક્તો ઉત્સાહભેર જોડાશે.
પોરબંદર ખાતે આજે તા ૨૧ ના રોજ બપોરે ૩ વાગ્યે શહેર ના હનુમાન ભક્તો દ્વારા ભગવાન રામચંદ્રપ્રભુજી ની નગરયાત્રા નું આયોજન કરાયું છે. આ યાત્રા જાનકી મઠ શીતળા ચોક પાસે આવેલ શ્રી રામ મંદિરે થી પ્રસ્થાન કરશે જે હરીશ ટોકીઝ,ખાદી ભંડાર ,સુદામા ચોક,માણેક ચોક,સ્વસ્તિક હોલ,બંદર રોડ,ખારવા સમાજ ની મઢી થી શહીદ ચોક થઇ રામજી મંદિર ,જાનકી મઠ ખાતે પૂર્ણ થશે. નગરયાત્રા પૂર્ણ થયા બાદ પ્રભુ શ્રી રામજી ની સમૂહ આરતી નું પણ આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યા માં નગરજનો ઉત્સાહભેર જોડાશે.
બીજી તરફ ખારવા સમાજ દ્વારા પણ બપોરે ૩ વાગ્યે ખારવા સમાજ પંચાયત મંદિરે સર્વે જ્ઞાતિજનો એકત્ર થઇ થઈ ‘જય શ્રીરામ’ના ઉદ્ઘોષ સાથે જાનકીમઠથી આયોજિત રામજીની નગરયાત્રા માં જોડાવા માટે પ્રસ્થાન કરશે અને નગરયાત્રા માં મોટી સંખ્યા માં જોડાશે અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા ને લઇ ને સમગ્ર જીલ્લા માં ઉત્સાહ જોવા મળે છે. અને શહેરો તથા ગ્રામ્ય વિસ્તાર માં ઠેર ઠેર પ્રભુ શ્રી રામ ની ધ્વજા પતાકા લહેરાવવામાં આવી છે તો વિવિધ મંદિરો માં રોશની નો શણગાર કરાયો છે. અખંડ રામધુન મંદિર ખાતે પણ આજે રાત્રે ૯ થી ૧ સુધી વિશેષ ધૂન નું આયોજન કરાયું છે. તો પેરેડાઇઝ વિસ્તાર માં આવેલ કષ્ટભંજન હનુમાનજી ના મંદિર ખાતે પણ સત્યનારાયણ ની કથા અને હનુમાન ચાલીસા ના પાઠ નું આયોજન કરાયું છે. એ સિવાય વિવિધ મંદિરો ખાતે પણ ભજન, ધૂન સત્સંગ સહિતના આયોજન કરાયા છે અને શેરી ગલીઓ અને મંદિરો માં રોશની કરવામાં આવી છે.
રાણાવાવ ખાતે પણ આજે ભવ્ય કળશયાત્રા નું આયોજન કરાયું છે જે અંગે માહિતી આપતા મનીષભાઈ માખેચા એ જણાવ્યું હતું કે બપોરે ૩-૩૦ વાગ્યે ગોપાલપરા ખાતે થી આ યાત્રા નું પ્રસ્થાન કરવામાં આવશે અને શહેર ના રાજમાર્ગો પર ફરી જુના રામ મંદિર ખાતે આ શોભાયાત્રા જશે ત્યાંથી અક્ષત કળશ લઇ ફરી શહેર ના રાજમાર્ગો પર ફરી આ યાત્રા ગોપાલપરા ખાતે પૂર્ણ થશે અહી ગરબી ચોક માં આ કળશ નું સ્થાપન કરવામાં આવશે ત્યાર બાદ રામધુન,કીર્તન અને પ્રસાદી નું પણ આયોજન કરાયું છે. જેમાં ૨૫૦૦ થી વધુ ભક્તો સહભાગી બનશે ત્યાર બાદ રાત્રે રાસગરબા નું પણ આયોજન કરાયું છે કળશયાત્રા ને લઇ ને શહેરીજનો માં પણ ભારે ઉત્સાહ જોવા મળે છે.





