સૌરાષ્ટ્રના સાવજનું બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે સિલેકેશન થઈ ગયું છે. અમે વાત કરી રહ્યાં છીએ જયદેવ ઉનડકટની. સૌરાષ્ટ્રની ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટનું ઇન્ડિયન ટીમમાં સિલેક્શન થયું છે. તેને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેને 12 વર્ષ પછી ઇન્ડિયન ટેસ્ટ ટીમમાં રમવાની તક મળી છે. અગાઉ તેણે 2010માં ટેસ્ટ ડેબ્યુ કર્યું પણ તે સમયે એક જ મેચ બાદ જયદેવને વધુ તક આપવામાં આવી નહોતી.
પોરબંદરના યુવા ક્રિકેટર જયદેવ ઉનડકટનો ફરી ભારતીય ક્રિકેટ ટીમમાં સમાવેશ થયો છે. તેઓ બાંગ્લાદેશ સામેની ટેસ્ટમેચ શ્રેણી રમવા માટે રવાના થયા છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના કેપ્ટન એવા પોરબંદરના જયદેવ ઉનડકટની વર્ષો બાદ ટીમ ઈન્ડિયામાં પસંદગી થઈ છે. અને બાંગ્લાદેશ સામે ૧૪ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણી રમવા માટે ઉનડકટ રવાના થયા છે.
જયદેવ ઉનડકટે આ વર્ષની શરૂઆતમાં ટ્વીટ કર્યું હતું, એમાં તેણે લખ્યું હતું કે ‘ડિયર રેડ બોલ, મને વધુ એક વખત ચાન્સ આપી દે, હું પર્ફોર્મ કરીશ, પ્રોમિશ.’ ત્યારે આ ટ્વીટના 11 મહિના પછી, એટલે કે વર્ષના અંતે હવે તેને ટેસ્ટ સિરીઝમાં સામેલ કરાતા પોરબંદર ના ક્રિકેટપ્રેમીઓ માં પણ ખુશી જોવા મળે છે.
રણજી ટ્રોફીની ૨૦૧૯-૨૦ની સીઝનમાં સૌથી વધુ ૬૭ તો તાજેતરમાં જ પૂરી થયેલી વિજય હઝારે ટ્રોફીમાં ૧૯ વિકેટ ખેડવનાર ઉનડકટની ટીમમાં પસંદગી નહીં થતાં તેમના દ્વારા ભરપુર પ્રયત્નો યથાવત રહ્યા હતા. ભારતના દરેક રાજ્યમાં કરોડો ક્રિકેટરો એવા છે જેઓમાં પ્રતિભા ભરી ભરીને છે. પરંતુ રાષ્ટ્રીય ટીમમાં માત્ર ૧૧ ખેલાડીઓ રમી શકતાં હોવાથી તેમણે તેમાં સ્થાન મેળવવા માટે દિવસ- રાત એક કરવા પડે છે. આવા જ પોરબંદરના એક ક્રિકેટર છે જયદેવ ઉનડકટ, જેમણે ડોમેસ્ટિક (ઘરેલું) શ્રેણીઓમાં મઘર પ્રદર્શન કરીને પસંદગીકારોને તેની પસંદગી ટીમ ઈન્ડિયામાં કરવા માટે મજબૂર કરી દીધા છે.
સૌરાષ્ટ્ર ટીમે બે વર્ષની અંદર રણજી અને વિજય હઝારે ટ્રોફીમાં ચેમ્પિયન બનાવનાર જયદેવ ઉનડકટની અંતે ફરી ટેસ્ટ મેચ માટેની ટીમ ઈન્ડિયામાં પસંદગી થતાં પોરબંદરના લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. અને તેનો પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન દાખવે તેવી શુભેચ્છાઓ અપાઇ રહી છે. તા. ૧૪ થી ૧૮ ડીસેમ્બર અને તા. ૨૨ થી ૨૬ ડીસેમ્બર સુધી બે ટેસ્ટ મેચ રમાશે તેમાં તેમની પસંદગી થઇ હોવાનું જાણવા મળ્યું છે.
વન-ડે શ્રેણીમાં ભારતીય ટીમનો દેખાવ કંઈ ખાસ રહ્યો નથી. ત્યારે હવે ટેસ્ટ શ્રેણી પર ક્રિકેટ પ્રેમીઓની નજર છે. દર્શકોને આશા છેકે, ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણી જીતીને હિસાબ બરાબર કરવાનો પ્રયાસ કરે.



