Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

રાજકોટ ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ માં પોરબંદર ની ટીમ ચેમ્પિયન

ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત ના યુવા વિભાગ દ્વારા વિવિધ શાખાઓ ના યુવાનો સાથે મળી પરિચય કેળવાય અને પરસ્પર સ્નેહ ભાવના સુદ્રઢ બને તેવા શુભ ઉદ્દેશ થી રાજકોટ ખાતે સુપ્રસિધ્ધ “ગ્રીન લેન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ ” ખાતે  ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામા આવેલ.

આ ટુર્નામેન્ટ મા સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત ની કુલ આઠ જેટલી ટીમો એ ભાગ લીધેલો..જેમા ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા ની ટીમ પણ  પ્રાંત ના  કોષાધ્યક્ષ  કમલેશભાઇ ખોખરી ના માર્ગદર્શન  નિચે ટીમ મેનેજર નિલેષભાઇ રુધાણી અને ટીમ કેપ્ટન દિપેનભાઇ પાનખાણીયા ની રાહબરી નિચે ભાગ લેવા ગયેલ. આ ટુર્નામેન્ટ મા પોરબંદર ટીમ ના દિપુભાઇ લોઢારી એ 44 બોલ મા 142 રન બનાવી મેન ઓફ ધ ટુર્નામેન્ટ બનેલ જ્યારે ટુર્નામેન્ટ ના બેસ્ટ બોલર તરીકે કલપેશ ખેતરપાળ દ્વારા ઝંઝાવતી બોલીંગ કરી જામનગર ટીમ સામે ઝળહળતી સફળતા મેળવેલી.

આ ટુર્નામેન્ટ મા યુવાનો ને પ્રોત્સાહન આપવા માટે  પૂર્વ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.વલ્લભભાઈ કથીરીયા .રાજકોટ ચેમ્બર ના પ્રમુખ    તથા વિશાળ સંખ્યા મા ક્રિકેટ પ્રેમી યુવાનો અને યુવતીઓ અને શહેરના ગણ માન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેલા. આ ટુર્નામેન્ટ ના આયોજન મા સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત ના પ્રમુખ  પ્રફુલ્લભાઇ ગોસ્વામી..સચિવ સંજયભાઈ કોટક..પ્રાંત કોષાધ્યક્ષ કમલેશભાઇ ખોખરી..સંગઠન મંત્રી કરશનભાઇ મેતા..તથા ઝોનલ સેક્રેટરી વિનોદભાઇ લાઠીયા અને . પ્રાંતના મહીલા સંયોજીકા ..યુવા સંયોજક..અને વિવિધ શાખા ના પદાધિકારીઓ ઉપસ્થિત રહી ટુર્નામેન્ટ ને સફળ બનાવેલ.

આ ટુર્નામેન્ટ મા પોરબંદર શાખા ની ટીમ ચેમ્પિયન બની હતી..ખુબ જ ઉત્સાહ અને ઉમંગ ભર્યા વાતાવરણ મા આહ્લાદક વાતાવરણ વચ્ચે ભગવાન શ્રી રામ ની મંગલ આરતી અને અને જયધોષ કરી તમામ લોકોએ પ્રભુ શ્રી રામ ના આશિર્વાદ મેળવેલ.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે