મૂળ પોરબંદર અને હાલ બોડેલી ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવાને છ વર્ષ સુધી બરડા ડુંગર ના માલધારીઓ ની સામાજિક અને આર્થીક સમસ્યાઓ પર સંશોધન કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા તેઓને પીએચડી ની પદવી એનાયત કરાઈ છે.
પોરબંદરના પાલખડા ગામના વતની હાલ અને છોટાઉદેપુર જિલ્લા બોડેલી ખાતે ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ત્રિભોવનભાઈ કે.જોષી એ બરડા ડુંગર વિસ્તારની “અનુસૂચિત જનજાતિના માલધારીઓની સામાજિક અને આર્થિક સમસ્યાઓનો સમાજશાસ્ત્રીય અભ્યાસ( બરડા ડુંગરના સંદર્ભમાં ) પર સતત છ વર્ષ સુધી સંશોધન કરી પીએચડી સુધીનો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવન ના આસી.પ્રોફેસર ડૉ.બી.એમ.ખેર ના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યો છે. તેમના આ સંશોધન કાર્યમાં મુખ્યત્વે બરડા ડુંગરમાં વસવાટ કરતી માલધારી જ્ઞાતિઓમાં રબારી અને ચારણ કુટુંબો પાસેથી તેમની સામાજિક,આર્થિક,આરોગ્ય ભૌતિક સુવિધાઓ સહિત ની વિવિધ બાબતો અંગે અભ્યાસ કરવામાં આવ્યો છે. તેમના સંશોધન કાર્ય દરમ્યાન ત્રિભોવનભાઈ એ એ બરડા ડુંગર વિસ્તારમાં પરિભ્રમણ કરી અને મુશ્કેલીઓ સહન કરીને આ વિસ્તારના લોકો માટે સંશોધનના તારણોના માધ્યમથી યોગ્ય માર્ગદર્શન આપ્યું છે. તેમના તારણો એ લોક સમુદાય સુધી પહોંચે એ આજના સમયની મહત્વની જરૂરિયાત છે.
સંશોધન ના મહત્વ ના અંશો
પ્રાથમિક માહિતીના આ અભ્યાસ હેઠળ પસંદ કરેલ જ્ઞાતિ એવી રબારી અને ચારણ સમાજનો જનજાતિ તરીકે પરિચય મેળવવામાં આવેલ છે. જેમાં જ્ઞાતિ, ધર્મ, શિક્ષણ, ગામ કે નેશ મખ્ય વ્યવસાય, ઘરનું મકાન કાચં કે પારકું અને આ ઉપરાંત રબારી અને ચારણ સમાજની ભૌતિક સંસ્કૃતિ કેવી છે તે જાણવાનો અહીં પ્રયાસ કરેલ છે.
આ પ્રસ્તુત સંશોધનમાં રબારી અને ચારણ સમુદાય છે જયારે મોટાભાગના નેસમાં સ્થિર વસવાટ કરે છે જે તમામ અનુસુચિત જનજાતિમાં સમાવેશ થયેલ છે અને માલધારી સમુદાયના લોકોના મકાનો કાચા અને અર્ધ પાકા વધુ પ્રમાણમાં જોવા મળેલ છે. જેમાં આર્થિક પરિસ્થિતિ નબળી અને વન વિભાગ દ્વારા પાકા મકાનોના બાંધકામ કરવા દેવા આવતા નથી. આથી મકાન સાવ કાચા એટલે કે ઘાસ, માટીની દિવાલ, દેશી નળિયા, ઘાસનું છાપરૂ તથા અર્ધ પાકામાં પથ્થરની દિવાલો, સિમેન્ટનું તળિયું તથા વિલાયતી નળિયા અથવા સિમેન્ટના પતરાનંં છાપરું ધરાવે છે.
આ અભ્યાસના ક્ષેત્રકાર્યના ગામોમાં અમુક મકાનો પાકા જોવા મળેલ છે અને મોટાભાગના લોકો માત્ર એક-બે ઓરડાવાળા ઘરોમાં વસવાટ કરે છે. માલધારી રબારી અને ચારણ જ્ઞાતિના ઘરોમાં સામાન્ય રીતે રાચરચીલું ઘણું ઓછું જોવા મળે છે. જયારે નેસના માલધારીમાં તદન નહીવત પ્રમાણમાં રાસ-રચીલું જોવા મળેલ છે. પ્રાથમિક જીવન જરૂરિયાતની ચીજવસ્તઓ સિવાય વધારાનો કોઈ સામાન હોતો નથી. ઘરવખરીની ચીજોમાં મુખ્યત્વે એલ્યુમીનીયમ અને સ્ટીલ તાંબાના વાસણો જોવા મળે છે. જયારે આધનિક સુખ સગવડના સાધનો જોવા મળેલ નથી.
આ અભ્યાસ હેઠળના માલધારીઓનો મૂખ્ય વ્યવસાયમાં પશુપાલન જોવા મળેલ છે તેમજ ગૌણ વ્યવસાયમાં ખેતી અને અમ્ક લોકો ડ્રાઈવિંગનો પણ વ્યવસાય કરતા જોવા મળેલ છે. આથી માલધારી સમુદાયની મૃખ્ય આજીવિકા પશુપાલન છે અને કુટુંબના વધારે પ્રમાણમાં સભ્યો પશુપાલનની કામગિરીમાં દૈનિક કાર્યમાં જોડાયેલા રહે છે. બરડા ડુંગરમાં તમામ નેશમાં રબારી જ્ઞાતિના લોકો વસવાટ કરે છે તેમજ વધુ વસ્તી
પણ રબારી જ્ઞાતિની છે અને ઘણા ખરા નેસમાં ચારણ જ્ઞાતિ પણ વસવાટ કરે છે તે તમામ ઠિન્દુ ધર્મને પાળતા જણાય આવે છે તેમજ જે અભ્યાસના ગામો તેમાં રબારી અને ચારણ સિવાય ના પણ જ્ઞાતિના લોક વસવાટ કરે છે.
માલધારી સમુદાયના પારિવારીક વિગતોમાં સામાન્ય સ્ત્રી-પુરુષનું જાતિ પ્રમાણ સમાન જોવા મળેલ છે તેમજ કૌટુંબિક સભ્યોનું શિક્ષણ ખૂબ જ પ્રમાણ ઓછું જણાય આવે છે વધુમાં વધુ ધોરણ ૮ થી ૧૦ સુધી અભ્યાસ કરેલ છે અને કુટુંબનું કદ સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબનું પ્રમાણ સામાન્ય રીતે સમાન જોવા મળે છે.
આર્થિક જીવન સ્થિતિ :
આ પ્રસ્તુત અભ્યાસ સાથે માલધારી રબારી અને ચારણ સમુદાયની અર્થ વ્યવસ્થા તેઓની આસપાસ ભૌગોલિક કુદરતી વાતાવરણ અનુરૂપ વિકસી છે જે બધા જ પરંપરાગત વ્યવસાય પશુપાલન અને તેની સાથે સંબંધિત અન્ય મજૂરીકામ તથા ખેતમજૂરી અને દુધ વહેંચવાના વેપાર સાથે સંકળાયેલા છે. તેમની અર્થ વ્યવસ્થા સામાન્ય ગ્રામીણ અર્થવ્યવસ્થા જેવી છે જેમાં સ્ત્રી-પુરુષ અને કુટુંબના અન્ય સભ્યો સાથે મળીને કાર્ય કરે છે. પ્રસ્તુત અભ્યાસ હેઠળના કુટંબૉમાં અર્થ ઉપાર્જનનું કાર્ય પુરુષો સંભાળે છે જયારે કુટુંબમાં કામ નહીં કરનારામાં સ્ત્રીઓની સંખ્યા વધુ છે છતાં તેઓ ઘરકામ, બાળકોની સાર સંભાળ તેમજ સામાજિકીકરણ ની જવાબદારી સંભાળે છે ઉપરાંત પશુપાલન માટે કોઈને કોઈ રીતે મદદરૂપ બને છે.
પ્રસ્તુત અભ્યાસ હેઠળના બધા જ રબારી અને ચારણ પોતાના વ્યવસાય તરફ હકારાત્મક વલણ ધરાવે છે એટલે કે પોતાના પરંપરાગત વ્યવસાય પશુપાલન એ વ્યવસાય વારસાગત છે તેવું માને છે. મોટાભાગના રબારી અને ચારણ પોતાના સંતાનો પણ આ વવસાય સ્વીકારે તેવું ઈચ્છે છે અને પશુધનમાં આ લોકો મોટેભાગે ગાયો અને ભેંસો તથા એક બે ઊંટ તેમજ નહિવત પ્રમાણમાં ઘેટા-બકરા રાખે છે તેમજ પશુપાલન સિવાયનું કામ સિઝનમાં ખેતીકામ તથા જંગલખાતાના કામે મજૂરીએ જતા હોય છે.
આ પ્રસ્તુત અભ્યાસ હેઠળના માલધારીઓ પાસે પોતાની મિલ્ક્ત ધરાવતા નથી તેમ મોટાભાગના કુટુંબો જોવા મળેલ છે તેમજ વધારે પ્રમાણમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો માલુમ પડે છે તેના પરથી ક્હી શકાય કે મહત્તમ પ્રમાણમાં કટુંબોની સરેરાશ ઓછી વાર્ષિક આવકના કારણે કેટલાક કુટુંબો દેવું કરતા માલુમ પડયા છે. અહીં લોકોની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા કોઈ સહકારી માળખું વિકસ્યું ન હોવાથી જેમાં સ્થાનિક કક્ષાએ ગૃહઉધોગો કે અન્ય કોઈ રોજગારીની તકો જોવા મળેલ નથી આથી લોકો ધીરાણ મેળવવા સગા સંબંધીઓ, બેંક પાસેથી લોન લેવામાં આવે છે તેમજ જે સ્થાનિક કક્ષાએ પ્રાઈવેટ ડેરીમાં દુધ વેચાણ કરે છે તે વેપારીઓ પાસેથી વ્યાજે લઈ આ લોકોનું આર્થિક શોષણ પણ થતું હોય તેવું જણાય છે.
આ અભ્યાસની વિસ્તારમાં રસ્તા અને વાહન વ્યવસ્થાના અભાવે પોતાનું દૂધ ઉત્પાદન સ્થાનિક પ્રાઈવેટ ડેરીના વેપારીઓને વેચે છે. સ્થાનિક વેપારીઓ તેની કિંમત ચૂકવતા નથી તેથી દૂધના પોષણ સમભાવ મળતા નથી અને દુધાળા પશુ માટે ઘાસ-ચારા અને રાજદાણની કિંમત ઊંચી ચૂકવવી પડે છે તેથી ખર્ચ સામે તેઓને આર્થિક વળતર યોગ્ય પ્રમાણમાં મળતું નથી. પ્રસ્તુત અભ્યાસ હેઠળના રબારી અને ચારણના કુટુંબ ઉપર સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, આર્થિક અને ભૌતિક જીવનની અસર ખર્ચમાં પણ જોવા મળે છે.
-» કપડા પાછળ ખર્ચ સામાન્ય રીતે ૫૦૦૦ થી ૧૦૦૦૦ હજાર સુધી દરેક કુટુંબમાં થતો જાણવા મળેલ છે.
-» સામાજિક સારા-નરસા પ્રસંગો કે રીતિ-રિવાજો મુજબ વ્યવહાર કરવા માટે તેમની પાછળ થતો દરેક કુટુંબોને ૪૦૦૦ હજાર વાર્ષિક ખર્ચ જોવા મળેલ છે.
-» બાળકોના શિક્ષણ પાછળ થતો ખર્ચ સામાન્ય રીતે ર૦૦૦ થી ૫૦૦૦ હજાર સુધી દરેક કુટુંબને વાર્ષિક ખર્ચ જાણવા મળેલ છે.
-» આરોગ્ય પાછળ કુટુંબના સભ્યોની સારવાર તથા દવા-દારૂ માટે ખર્ચ દર વર્ષ ૩૦૦૦ થી ૮૦૦૦ હજાર સુધી થતો જાણવા મળેલ છે.
-» મુસાફરી, મોજશોખ અને પાનબીડી પાછળ વાર્ષિક સામાન્ય ખર્ચ ૭૦૦૦ હજાર જેટલો થતો જાણવા મળેલ છે.
-» જયારે ભોજન માટે રાશનની વસ્તુ ખરીદી પાછળ દરેક કુટુંબને વાર્ષિક ખર્ચ ૩૦૦૦૦ હજાર જેટલો સરેરાશ ખર્ચ થતો જાણવા મળેલ છે.
-» પ્રસ્તૃત અભ્યાસ હેઠળના રબારી અને ચારણના કુટુંબ ઉપર આરોગ્ય, સામાજિક, ધાર્મિક તેમજ રાશનની વસ્તુ ખરીદી પાછળ થતા ખર્ચ સૌથી વધુ થાય તે પણ ફરજીયાત કરવાનો થતો હોય તેથી અમુક સમયે આ કટુંબો દેવું કરવા મજબૂર બની જાય છે.
-પ્રસ્તુત અભ્યાસ હેઠળ રબારી અને ચારણના કુટુંબોને આવકના સ્ત્રોત મર્યાદિત જોવા મળેલ છે. તેમજ તેઓ આવકમાંથી બચત વાર્ષિક કરી શક્તા નથી તેમજ આવક સામે ખર્ચ પણ એટલો જ થતો હોય તેમ જણાય આવે છે આથી બચત કરતા કુટુંબોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે તેઓ જે બચત કરે છે તે આભૂષણો ખરીદીને બચત કરે છે. આવા બચત કરતા કુટુંબોનું પ્રમાણ નહીંવત્ છે.
૫.૯.૩ માળખાકીય સુવિધાઓ
આ અભ્યાસ હેઠળ રબારી અને ચારણ જ્ઞાતિના સમુદાયઓ નેશ અને ગામોમાં આરોગ્ય કેન્દ્ર, પાકા રસ્તા, સસ્તા અનાજની દુકાન, બેંક પોસ્ટ ઓફિસ, પશુ દવાખાનું, દૂધની ડેરી જેવી આંતર માળખાકીય સુવિધાઓનો અભાવ છે.
અભ્યાસ હેઠળના તમામ નેશ અને ઘુમલી ગ્રામ પંચાયત ઘર કે ઉક્ત અન્ય સુવિધા નથી. આ વન વસાહત ઘર કે ઉક્ત અન્ય સુવિધા નથી. આ વન વસાહતી હેઠળ આવે છે, આથી તેને પંચાયત માળખામાં આવરી લેવાયા નથી, તેને વિકાસલક્ષી કે પ્રાથમિક સવિધાઓ મળી શક્તી નથી.
-ડ૩ આ અભ્યાસના નેશ વિસ્તારના નિવાસ સ્થળેથી બહાર ગામ આવવા-જવા માટે વાહનની કે એસ.ટી. બસની સવિધાનો અભાવ જોવા મળે અને અભ્યાસ હેઠળના ચાર ગામોમાં વાહનની સવિધા પણ મર્યાદિત પ્રમાણમાં મળતી હોય તેવં જાણવા મળેલ છે.
-»૩આ અભ્યાસ હેઠળ મોટાભાગના નેશ વિસ્તારમાં વિજળીની સેવા સરકારશ્રી દ્વારા મળતી નથી. તેઓને નિવાસસ્થાને વૈકલ્પિક સૌર-શક્તિ દ્વારા એક જ લાઈટ (બલ્બ) થઈ શકે તેમાં સંતોષ માની લેવો પડે છે અને અભ્યાસ હેઠળના ચાર ગામોમાં વિજળીની સુવિધા પ્રાપ્ત થાય છે તેવું જાણવા મળેલ છે.
-» આ અભ્યાસ હેઠળના તમામ નેશના વહિવટી કામો માટે તાલુકા કક્ષાએ વનવિભાગની બિટ કચેરી આવેલ છે ત્યાં જન્મ-મરણ નોધણી, આવકનો દાખલો, રહેઠાણના પુરાવા અને અન્ય સરકારી સેવા માટે દૂર બિટ કચેરી અને અન્ય સરકારી સેવા માટે દૂર બિટ કચેરીએ જવું પડે છે. તેથી સ્થાનિક કક્ષા એ સરકારી સેવાઓનો અભાવ જોવા મળેલ છે તેના કારણે સમય અને ખર્ચ બન્ને આપવો પડે છે.
જે અભ્યાસ હેઠળ ત્રણ ગામ પંચાયતો બિલેશ્વર, ખંભાળા, પાસ્તર ગામોમાં તલાટી મંત્રી વહિવટી અધિકારી હોવાથી સ્થાનિક કક્ષાએ મોટાભાગના સરકારી કામ પંચાયત કચેરી એ થઈ જાય તેમ જાણવા મળેલ છે.
“9 આ અભ્યાસ હેઠળના તમામ ગામ અને નેશમાં પાણીની સવિધા નળ, હેન્ડપંપ ,વાવ, પવનચક્કી વગેરે સ્ત્રોતના માધ્યમ દ્વારા મળી રહે છે અને ચોખ્ખું પાણી મળે તેમજ ઉનાળામાં પણ મોટાભાગના નિવાસસ્થાને પાણીની સુવિધા મળી રહે તેમ જણાવેલ છે.
૫.૯.૪ શિક્ષણ વિષયક સુવિધા :
ભારત સરકારના પ્રયત્નોથી રાજ્ય સરકાર દ્વારા “સમગ્ર શિક્ષા અભિયાન”) યોજના હેઠળ શિક્ષણના વિકાસ માટે સતત પ્રયત્નશીલ હોવા છતાં ર૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ભારતના રાજયો અને કેન્દ્ર શાસ્તિ પ્રદેશોનો સંયુક્ત ક્રમ ગજરાતનો ૧૭માં આવે છે. જેમાં ભારતો સરેરાશ સાક્ષરતા ૭૪.૦૪% છે અને ગુજરાતનો ૭૮.૦૩% છે તો તેમની સરખામણી એ હજુ આ અભ્યસ હેઠળના રબારી અને ચારણ સમુદાય સાક્ષરતામાં ખૂબ જ પાછળ જાણવા મળે છે.
આ અભ્યાસ તમામ નેશનો સરેરાશ સાશરતા દર ૩૮% છે અને અભ્યાસના ચાર ગામોનું સરેરાશ સાક્ષરતા દર ૬.૬ % છે. આથી તેના પાછળના કારણો સ્થાનિક કક્ષાએ શિક્ષણ ની માળખાગત સુવિધાનો અભાવ છે. જેમાં વસવાટના સ્થાનિક ક્શાએ શાળા અને આંગણવાડીઓની પણ વ્યવસ્થા ખૂબ જ ઓછી જોવા મળેલ છે. જેમાં પ્રાથમિક શાળા (૧ થી ૮ ધોરણ સુધી પણ વ્યવસ્થા નથી તે પણ એક સમસ્યા કહી શકાય) સુધી વ્યવસ્થાનો અભાવ છે. આમ, આ વિસ્તારમાં નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી માતા-પિતાની અજ્ઞાનતાને કારણે બાળકોનો વિકાસ અવરોધાય છે.આ સમુદાયનું સમગ્ર જીવન આવક મેળવવામાં પસાર થતું હોવાથી નાના બાળકોને ઢોર ચરાવવા ખેતરના ક્રમે મોકલવા અન્ય નાના મોટા ઘરકામમાં રોકી રાખવામાં આવેલ છે. આમ આ લોકો આજે પણ બાળકોના શિક્ષણ પ્રત્યે યોગ્ય કાળજી રાખતા નથી.
શૈક્ષણિક પછાતપણું, નબળી આાર્થિક સ્થિતિને કારણે બાળકને શાળામાં ન મોકલવાનું કારણ છે અને નિરક્ષર અને પછાત સમદાયના લોકો વસવાટ કરતા હોવાથી અહીં વિકાસ, સાતત્ય અને પરિવર્તનની પ્રણાલી સમજવામાં આ લોકોની નિરક્ષરતા અંતરાયરૂપ બનતા કોઈ દિશાનું પરિવર્તન આવતું નથી. જયારે શિક્ષણની સૃવિધાનો નેશ કે ગામ તથા જંગલમાં અભાવ, ઘરકામ અને નાનાભાઈ ભાઈ-બહેન ને સાચવવાની
જવાબદારી વગેરે કારણોસર તેઓ શિક્ષણ પ્રત્યે નકારાત્મક વલણ ધરાવે છે.
-» આ અભ્યાસ હેઠળ સરકારી નોકરી કરતા હોઈ તેવા રબારી અને ચારણ સમુદાયમાં ખૂબ જ ઓછું પ્રમાણ જોવા મળે છે તેના પાછળ મૂખ્ય કારણ નિરક્ષરતા કહી
શકાય.
આરોગ્ય વિષયક સુવિધાઓ :
આ અભ્યાસ હેઠળ બરડા ડુંગરના રબારી અને ચારણ સમુદાયના લોકોને આરોગ્યલક્ષી સેવાઓ મળે છે કે નહીં આજે દેશમાં લોકોના પોષણ અને સ્વાસ્થ્ય, સ્ત્રી, આરોગ્યલક્ષી , બાળકોના રસીકરણ માટે સરકાર દ્વારા દિન-પ્રતિદિન સુવિધાઓ ઉપલબ્ધ બનતી જાય છે. પરંતુ બરડા અભ્યારણના જંગલ વિસ્તારમાં અને અંદર માળે વસતા નેશ ગામોમાં આરોગ્ય વિષયક પ્રશ્નો વધુ છે. મોટેભાગે પીવાના પાણીથી થતા રોગોનું પ્રમાણ વધુ છે, સ્ત્રીઓની પ્રસૂતિ વખતે સમસ્યારૂપી બને છે. આ વિસ્તારમાં નજીક આરોગ્ય કેન્દ્રોની સુવિધાઓનો અભાવ હોવાથી ૧૫ થી ર૦કિ.મી. દુર જવું પડે છે.
આ અભ્યાસ હેઠળના ગામોમાં બિલેશ્વર અને પાસ્તરમાં જ આરોગ્ય કેન્દ્રો આવેલ છે પણ આ આરોગ્ય કેન્દ્રની ક્ષમતા માત્ર પ્રાથમિક સારવાર પૂરતી જ છે. આ અભ્યાસમાં બરડા અભ્યારણમાં વસવાટ કરતા સમુદાયોમાં આરોગ્ય સેવાના અભાવ, દૂર સારવાર માટે જવું પડે એટલે આળસપણું હાડમારીભર્યું જીવન, વ્યસનો,સ્વચ્છતાનો અભાવ, નિરક્ષરતા વગેરે કારણોસર આરોગ્યના પ્રશ્નો જટીલ બન્યા છે.
અહીંના કેટલાક લોકો પાન, બીડી, તમાકું ચલમ, ઉપરાંત દેશી દારૂ પીવાના વ્યસનો ધરાવે છે જે આ લોકોની કાર્યશક્તિ ઘટાડી સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે.
આ અભ્યાસ હેઠળ મહિલા પ્રસુતિ માટેની તબીબી સારવારની મુખ્ય સમસ્યામાં કહી શકાય છે કે સ્થાનિક કક્ષાએ પ્રસૂતિ વખતે સારવાર મળી શક્તી નથી. તેથી સર્ગભા સ્ત્રીઓને પ્રસૂતિનો નજીક સમય આવે ત્યારે પ્રસૂતિ માટે ડોકટરી સારવાર મળી શકે તેમ હોય તે ગામમાં સગાસંબંધીઓના ઘરે ટૂંકા ગાળા માટેનું સ્થળાંતર કરે છે.
-આ અભ્યાસ હેઠળના વિસ્તારમાં બાળકોને મહત્ત્વની જરૂરી રસીકરણ સરકારશ્રીના પ્રતિનિધિ એફએચડબલ્યૂ અને નર્સ બહેનો દ્વારા બાળકોને રસીકરણ ફરજીયાત કરવામાં આવે છે.
આ અભ્યાસ હેઠળના વિસ્તારના વૃદ્ધો, સ્ત્રીઓ, બાળકો માટે લાંબાગાળાની બિમારી જેમકે ડાયાબિટીસ, બી.પી., હૃદયરોગ, થાયરોઈડ, વિટામીનની ઉણપ વગેરે માટે સમયંતરે રીપોર્ટો કરવાના થતા હોય તથા દવાઓ લેવાની હોય છે પરંત સ્થાનિક કક્ષાએ આ પ્રકારની આરોગ્ય સેવાઓ ન મળતી હોવાથી આ સ્થાનિક લોકોને સમય અને મુસાફરી ખર્ચનો સામનો કરવો પડે છે.
# વન વસાહત સંબંધિત પ્રશ્નોના તારણ :
વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે બરડા જંગલ અને તેમાં વસતા સમુદાયો વચ્ચે સમજદારીનો પ્રશ્ન મહત્ત્વનો બન્યો છે. વનવાસી વન સાથેનો સંબંધ કુદરતી રીતે અનુભવી શકે અને તેની સાથે તાદાત્મ્ય કેળવી શકે તેવં વાતાવરણ નિમણિ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. જો કે આજે સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જંગલ અને લોકો વચ્ચેનો સંબંધ સ્થાપવા માટે સંયુક્ત જંગલ વ્યવસ્થાપનનો વિચાર અમલમાં મુકાઈ રહ્યો છે.
-» આ અભ્યાસ હેઠળ લોકો જંગલ આધારિત વન્ય પેદાશોનું વેચાણ કરતા અમુક કુટુંબો દ્વારા જણાવેલ છે.
“આ અભ્યાસ હેઠળના નેશ અને ગામોમાં વનવિભાગની યોજના અમલમાં છે તેમ જણાવનારા કુટુંબોની સંખ્યા ખૂબ જ ઓછી છે.
ખેતી વિકાસ માટે વનવિભાગ તરફથી કોઈપણ પ્રકારનો લાભ મળતો નથી. વધુમાં બરડા ડુંગરના નેશ વિસ્તારમાં ખેતી કરવાની સખ્ત મનાઈ છે અને અભ્યાસ હેઠળના ચાર ગામો છે તે ગામોમાં ખેતી કરવામાં આવે પરંતુ વનવિભાગ દ્વારા કોઈપણ યોજનાકીય લાભ આપવામાં આવેલ નથી.
આ અભ્યાસ હેઠળના રબારી અને ચારણ સમુદાય જે નેશ વિસ્તારમાં વસવાટ કરે તેઓને બાગાયતી ખેતી કરવા દેવામાં આવતી નથી અને જે અભ્યાસ હેઠળના ચાર ગામોમાં બાગાયતી ખેતી આંબા, દાળમ, ચિકુ જેવી ખેતી કરે છે પરતુ વનવિભાગ દ્વારા કોઈ પણ બાગાયતી રોપાઓ આપવામાં આવતા નથી લોકો જાતે ખરીદી કરીને વાવેતર કરે છે.
આ અભ્યાસ હેઠળના રબારી અને ચારણ સમુદાયના લોકોને જંગલના હક્કો મળવા બાબતે જાગૃતતા તેમા ખૂબ જ ઓછી સંખ્યા જોવા મળેલ છે પણ જે હક્કો મળ્યા તેમાં બળતણ માટે લાકડા, પશુ માટે ઘાસ, પાંદડા, ફળફૂલ વિણવાના હક્કો મળ્યા છે.
વન્ય સૃષ્ટિના પ્રાણીઓથી રક્ષણ માટે તમામ લોકોએ જણાવેલ કે સિમેન્ટના પોલ સાથે લોખંડના તાર વાળી વાડ અને રહેઠાણના સ્થળે પાકો કમ્પાઉડવાળા ડેલા
સરકારે બનાવી આપવા જોઈએ.
» વન્ય સૃષ્ટિના પ્રાણીઓના સંરક્ષણ માટે વનવિભાગ તરફથી, સલાહ-માર્ગદર્શન મોટાભાગના લોકોને આપવામાં આવે છે.
-» આમ રૂબરૂ મુલાકાત વખતે બરડા ડુંગરમાં માલધારી સમુદાય દ્વારા જણાવેલ જંગલ ઉપર આધારિત આવા સમુદાયોને જીવન જીવવા માટે કેટલીક મૃશ્કેલીઓ ઊભી થઇ છે
૧૯૮૦ના જંગલ સંરક્ષણ કાયદા હેઠળ “જંગલ બચાવો’ની નીતિ હેઠળ સરકાર દ્વારા બરડો અભ્યારણ્ય જાહેર કરીને આરક્ષીત જંગલ વિસ્તાર નક્કી કરી દેવામાં આવેલ છે તથા અહીં વસવાટ કરતા સમુદાયને બરડા અભ્યારણના વિસ્તાર બહાર સ્થળાંતર કરવામાં આવે તો આજીવિકા માટેની મોટી સમસ્યાનં નિર્માણ થાય એમ છે તેથી આ સમુદાય સ્થળાંતર કરવા અમુક શરતો રાખેલ છે જો સરકાર ખેતી માટે જમીન અને નાણાકીય સહાયના રૂપમાં વળતર આપવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ જણાય આવે છે.
૫.૧૨ સંશોધનની મર્યાદાઓ :
૧. આ સંશોધન બરડા ડુંગરના અભ્યારણ્ય વિસ્તારના રબારી અને ચારણ જ્ઞાતિના અનુસૂચિત જનજાતિના માલધારીઓ વસે છે. પરંત સમગ્ર રબારી અને ચારણના ગુજરાતના સમુદાય છે. તે સમગ્ર ગુજરાતના રબારી અને ચારણને બદલે એક સંશોધક વિશાળ ક્ષેત્રનો અભ્યાસ ન કરી શકે તેથી મર્યાદિત ક્ષેત્ર પસંદ કરેલ છે જે પણ એક સંશોધનની મર્યાદા ગણી શકાય તેમજ સંશોધન કાર્ય માં ગમે તેટલી ચોકસાઈ આપવામાં આવે છતાં કેટલીક મર્યાદાઓ રહેલી છે. આ કાર્ય પૂરતો સમય અને શક્તિ માંગી લે છે આમ છતાં તેમાં ક્યારેક કોઈ ત્રુટી રહેવા પામતી હોય છે આમ આ અભ્યાસમાં પણ કેટલીક મર્યાદાઓ છે જે નીચે મુજબ છે.
ર. સૌરાષ્ટ્રની જૂનાગઢ નેશ ગિર સોમનાથ અને અમરેલી જિલ્લાના ક્ષેત્રમાં સાસણ-ગિર નેશ વિસ્તાર તથા જામજોધપુર તાલુકાના નેશ વિસ્તારના અને પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના નેશ વિસ્તારમાં રબારી અને ચારણ જ્ઞાતિના બરડા ડુગરમાં વસવાટ કરે છે. પરંતુ આ સંશોધન માં રબારી અને ચારણ સમુદાય અભ્યાસ પૂરતું જે પણ એક મર્યાદા ગણી શકાય.
. આ સંશોધનના વિસ્તાર પહાડી અને જંગલ તથા દૂરગમ વસવાટના સ્થળા આવેલ છે તે સ્થળોએ પહોંચવા માટે વાહન જઈ શકે તેવા રસ્તા ન હોવાથી ફરજીયાત પગદંડી રસ્તા મારફતે દૂર સુધી ચાલીને જવાન થતં હોય તેથી તમામ નેશ સુધી સંશોધક પહોંચી શકેલ ન હોવાથી આ અભ્યાસની મર્યાદા કહી શકાય
૫.૧૩ ભાવિ સંશોધનના ક્ષેત્રો :
સામાજિક વિજ્ઞાનોમાં ખરેખર સંશોધન માટે હાથ ધરાયેલ એક સંશોધનાત્મક અભ્યાસ પૂરો થતો ધરાયેલ એક સંશોધનાત્મક અભ્યાસ પૂરો થતો હોય છે ત્યારે તેમાંથી આ વિષયને લગતા અન્ય ઘણા બધા પાસાઓ અને વિષયો ઉપસી આવતા હોય છે અને વિષય સંબંધી વિશેષ અભ્યાસો માટે ભવિષ્યના નવ્ય ક્ષેત્રો તરીકે દિશાસૂચનો પ્રાપ્ત થતા હોય છે. આથી આ સંશોધન રબારી અને ચારણ જ્ઞાતિઓનો વિશાળ સમૂહ છે તેથી આ જ્ઞાતિ અંગે ભવિષ્યમાં સંશોધન કરનારે નીચેના સૂચનો ધ્યાનમાં લેવા માટે રજૂ કરેલ છે.
૧. પ્રસ્તુત અભ્યાસમાં બરડા ડુંગરના અભ્યારણ્ય વિસ્તારમાં વસવાટ કરતા માલધારી રબારી અને ચારણ સમુદાયનો અભ્યાસ કર્યો છે જયારે સૌરાષ્ટ્ર અને ગુજરાતના
માલધારી આહિર અને ભરવાડ સમુદાયો નો તુલનાત્મક અભ્યાસ થઈ શકે છે.
ર. પ્રસ્તુત અભ્યાસ બરડા ડુંગરના અભ્યારણ્યને જ ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. જયારે આવો જ અભ્યાસ ગુજરાતનાં અને અન્ય રાજયના અભ્યારણ્યોમાં
વસતા સમુદાયોનો અભ્યાસ કરી શકાય.
૩. બરડા ડુંગરમાંથી અગાઉ વિસ્થાપિત થયેલા માલધારીઓનાં સામાજિક, આર્થિક, શૈક્ષણિક પરિવર્તન અંગેનો અભ્યાસ થઈ શકે.
૪. આ સમુદાયના સ્થળાંતર કરવામાં આવે તો તે અંગેના પરિણામોનો વૈજ્ઞાનિક અભ્યાસ થઈ શકે.
૫. બરડા અભયારણ્ય માં વસતા જુદા-જુદા સમુદાયો ની સમસ્યાની સમસ્યાઓને કારણે થતા સંઘર્ષ અને ચળવળ અંગેનો અભ્યાસ થઈ શકે.
૫.૧૪ સાર્વજનિક વિકાસલક્ષી સૂચનો :
૧. આ વિસ્તારમાં કોઈપણ પ્રકારનું સહકારી માળખું વિકસ્યું નથી આથી આ વિસ્તારનો સર્વાંગી વિકાસ માટે વન સહકારી મંડળી, દૂધ સહકારી મંડળી, મહિલા સંશક્તિકરણ માટે સખીમંડળોની રચના કરવી, સામાજિક વનીકરણ વગેરે પ્રકારની સહકારી મંડળીઓનું માળખું વિકસાવવું જોઈએ.
ર. આ સમુદાય માટે સ્થાનિક કક્ષાએ શૈક્ષણિક સગવડની માળખાકીય સુવિધાઓ વિકસાવવા આંગણવાડી અને પ્રાથમિક શાળા ૧ થી ૮ ધોરણ સુધીની ભૌતિક સગવડ અને માનવ સંસાધનની વ્યવસ્થા કરવી જોઈએ.
૩. સ્થાનિક કક્ષાએ હાથ કામગીરીથી વસ્તઓનું નિર્માણ થઈ શકે તે માટે સરકારશ્રી અને સ્વૈચ્છિક સંસ્થા દ્વારા સ્થાનિક લોકોને વસ્ત બનાવવા અંગેની તાલીમ આપવી અને સ્થળ પર રો મટિરિલયલની વ્યવસ્થા કરવી. જે વસ્તુ તેયાર કરવામાં આવે તેને બજારમાં વેચાણ થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ તેથી પર્યાવરણ ને નુંકસાન પણ ના થાય અને સ્થાનિક લોકોને રોજગારી પણ મળી રહે.
૪. આ વિસ્તારની આરોગ્ય વિષયક મુખ્ય સમસ્યાઓ દૂર કરવા આરોગ્ય કર્મચારીઓ, નર્સ, ડૉક્ટર્સ વગેરે નિયત દિવસે જે-તે સ્થળોની મુલાકાત આવે તેવી સેવાઓ ચાલુ કરવી જોઈએ તેમજ વાહનમાં હરતુ-ફરતુ દવાખાનામાં ડૉકટર અને તેમાં પ્રાથમિક રિપોર્ટ થઈ શકે તેવી રચના જરૂરિયાત મુજબ દવાઓ આપવી તેમજ વધુમાં મોબાઈલ નેટવર્ક ન આવતું હોવાથી વાયરલેસ માધ્યમ દ્વારા તાત્કાલિક ડૉંક્ટરી
સેવા લોકોને મળવી જોઈએ.
પ, લોકોમાં સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત લોકજાગૃતિ વિકસાવવી જોઈએ.
૬. આ સમુદાયની મહિલાઓને ખુલ્લામાં જાજરે જવું પડે છે તેથી મહિલાઓને શરમ અને મુશ્કેલી અનુભવે છે નેથી વનવિભાગ દ્વારા શૌચાલય બાંધકામની મંજૂરી આપવી જોઈએ અને બાંધકામ માટે ભારત સરકારની ગ્રામીણ સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ આર્થિક સહાય આપવી જોઈએ.
૭, આ સમુદાયને પોતાના વસવાટના સ્થળેથી જંગલ વિસ્તારની બહાર પાકા રસ્તાઓ આવેલ છે ત્યાં સુધી જે કાચા રસ્તા છે તેથી જગ્યા પાકા રસ્તાઓનું નિર્માણ કરવું જોઈએ.
૫.૧૫ ઉપસંહાર ઃ
આ રબારી સમુદાયની માલધારી જ્ઞાતિઓ પોતાનું આગવું સામાજિક, સાંસ્કૃતિક, રચનાત્મક ધરાવે છે. પોતાની આગવી પરંપરાઓ અને સંસ્કૃતીને તેમણે જાળવી રાખ્યા છે.
દરક સમાજ ઝડપથી પરિવર્તન પામી રહ્યો છે. ત્યારે આ માલધારી સમાજમાં પરિવર્તનની ગતિ ધીમી જોવા મળે છે તેઓ આધુનિકરણ, ઉદ્યોગિકરણ અને શહેરીકરણની અસર તેમના
જીવન પર ઓછી થયેલ છે.રબારી અને ચારણ જ્ઞાતિઓ માલધારી સમૃદાયનું મહત્ત્વનું અંગ છે. અનેક માલધારી લોકો દિન પરિસ્થિતિમાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે તેમની સ્થિતિ
સુધારવા માટે યોગ્ય પગલા લેવાની જરૂર છે જેમાં અનેક પ્રશ્નો ઊભા થયાં છે. માલધારી સમુદાયમાં જાગૃતિ જોવા મળતી નથી પરંતુ આજના યુગના નૂતન પ્રવાહમાં માલધારીઓ
સામાજીક , આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય ક્ષેત્રે સામર્થ્ય બતાવવા પ્રયાસ કરી રહ્યા છે પરંત તેવું પ્રમાણ નહિવત્ છે. સરકારના કલ્યાણકારી કાર્યક્રમો થી માલધારીઓની આર્થિક પ્રવૃત્તિ પર અસર થઈ છે ખરી, પરંતુ અંતરિયાળ જગલ વિસ્તારમાં રહેલા માલધારીઓ ને આ યોજનાઓનો લાભ મળ્યો નથી.