પોરબંદર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓને જીલ્લા પોલીસ વડા દ્વારા પ્રશંસાપ્રત્ર એનાયત કરી બિરદાવામાં આવ્યા હતા.
પોરબંદર જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આયોજિત એપ્રીલ માસની ક્રાઈમ કોન્ફરન્સમાં જીલ્લામાં કાયદો વ્યવસ્થાની પરીસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા માટે ગંભીર ગુનાના ભેદ ઉકેલી અલગ-અલગ રાજ્યમાંથી આરોપી પકડી પાડવાની કામગીરી તથા દારૂ જુગારની બદીને નાબૂદ કરવા અંગેની કામગીરી તથા પોલીસ પકડ થી નાસતા ફરતા આરોપીઓ પકડવાની કામગીરી કરનાર તથા વારંવાર ગુનાઓ આચરતા શખ્સો વિરુદ્ધ પાસા તથા તડીપાર અંગેની કામગીરી તથા સંગઠિત ગુના આચારતી ગેંગ વિરુદ્ધ ગુજસીટોક અંગેની દાખલારૂપ કાર્યવાહી કરનાર પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને પ્રોત્સાહન મળે અને ભવિષ્યમાં સારી કામગીરી કરતા રહે તે માટે પ્રશંસાપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા.





