પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષક બી.યુ.જાડેજા જીલ્લામા માનવ જીંદગી જોખમાય તે રીતે કોઇપણ જાતની લાયકાત કે ડીગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટરોને શોધી કાઢી તેઓ વિરુધ્ધ કાર્યવાહી કરવા એસઓજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.પી.ચુડાસમાનાઓને સુચના આપવામાં આવેલ જે સુચના આધારે એસ.ઓ.જી. સ્ટાફના માણસો એસ.ઓ.જી. ઓફીસ ખાતે હાજર હતા તે દરમ્યાન એ.એસ.આઇ રવિન્દ્રભાઈ ચાઉ તથા પો.હેડ.કોન્સ. મોહીતભાઈ ગોરાણીયાને બાતમી મળેલ કે રાણાકંડોરણા ગામ આહીર સમાજ સામે દુકાનમા નિરવ મહેશભાઈ રાવલ ઉ.વ.૩૮ રહે, હાલ, જલારામ મંદીર પાસે, શિતલા ચોક પોરબંદરવાળો કોઇપણ જાતની લાયકાત વગર ડોકટર તરીકે મેડીકલ પ્રેકટીસ કરી દવાઓ આપે છે.
જેથી એસઓજી ટીમે દરોડો પાડી તેના કબ્જામાંથી અલગ-અલગ જાતની કેપ્સૂલ તથા ઇંજેકશનો વગેરે દવાઓ તથા મેડીકલ તપાસણીના સાધનો મળી કુલ કીંમત રૂપીયા-૩૫૯૭૭/-ના મુદામાલ સાથે પકડી પાડી બી.એન.એસ.કલમ-૧૨૫ તથા ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ ૧૯૬૩ ની કલમ- ૩૦ મુજબ રાણાવાવ પોસ્ટે ગુન્હો રજી. કરાવેલ છે.
આરોપીનુ નામ:- નિરવ મહેશભાઈ રાવલ ઉ.વ.૩૮ રહે, હાલ, જલારામ મંદીર પાસે, શિતલા ચોક પોરબંદર
કબ્જે કરેલ મુદામાલ :- અલગ અલગ જાતની દવાઓ તથા ઇંજેકશનો વગેરે દવાઓ તથા મેડીકલ તપાસણીના સાધનો મળી કુલ કી.રૂ.- ૩૫૯૭૭/- નો મુદમાલ
સદરહું કામગીરીમાં PSI આર.પી.ચુડાસમા તેમજ એસ.ઓ.જી સ્ટાફના કર્મચારી એ.એસ.આઇ એમ.એચ.બેલીમ, રવિન્દ્રભાઇ ચાંઉ તથા પો.હેઙ.કોન્સ. મોહીતભાઇ ગોરાણીયા, ભરતસિહ ગોહીલ તથા પો.કોન્સ.સરમણભાઇ ખૂંટી તથા ડ્રા. પો.કોન્સ. ગીરીશભાઇ વાજા રોકાયેલ હતા.