Saturday, July 27, 2024

|| तुम रक्षक काहू को डरना ||

જુનાગઢ ખાતે આયોજિત શુટિંગ સ્પર્ધા માં પોરબંદર ના શુટરો અવ્વલ

તાજેતર માં જુનાગઢ ખાતે આયોજિત રાયફલ –પિસ્તોલ શુટિંગ સ્પર્ધામાં પોરબંદર ના શુટર અવ્વલ રહી નામ રોશન કર્યું છે.

તાજેતરમાં શ્રી બ્રહ્માનંદ ઇન્સ્ટીટ્યુટ, ચાપરડા. જુનાગઢ ખાતે યોજાયેલ ભક્ત કવી નરસિંહ મહેતા યુનિવર્સીટીની વર્ષ 2022 ની રાયફલ – પીસ્તોલ શૂટીંગ સ્પર્ધાનું આયોજન થયેલ. આ સ્પર્ધામાં પોરબંદર જિલ્લા રાયફલ શૂટીંગ એસોસિએશન ના ખેલાડી અનુવીરસિંગ વિરેન્દ્રસિંહ ચૌહાણ એ પિસ્તોલ ઇવેન્ટ માં પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે રાયફલ ઇવેન્ટ માં મોરી વીરા એ બીજો ક્રમ મેળવ્યો હતો. અને બંને ખેલાડી ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી શૂટીંગ ચેમ્પિનશિપમાટે સિલેક્ટ થયા છે, જેઓ મેરઠ – યુ.પી ખાતે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લઈ જિલ્લાનું ગૌરવ વધારશે. શૂટીંગ કોચ દિવ્યરાજસિંહ રાણા ના માર્ગ દર્શન હેઠળ આગમી સમયમાં ખેલાડીઓ ખુબજ પ્રગતિ કરે તેવી શુભેછાસાથે સંસ્થાના પ્રમુખ એમ. જી. શીંગરખીયા, સેક્રેટરી એન. જી. જોશી, ટ્રસ્ટી ભરતભાઈ લાખણી એ અભિનંદન પાઠવ્યા છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે