Thursday, November 21, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ની સાયન્સ કોલેજના બી.એસ.સી. સેમ-૬ના ૩૫થી વધુ વિદ્યાર્થીઓને ફરી એક જ વિષયમાં નાપાસ કરાતા રોષ

પોરબંદરની એમ.ડી સાયન્સ કોલેજમાં ૩૫ થી વધુ વિધાર્થીઓને એક જ વિષયમાં યુનિવર્સિટી દ્વારા નાપાસ કરવામાં આવ્યા છે જે અંગે વિધાર્થી આગેવાન દ્વારા યુનિવર્સિટીમાં રજુઆત કરવામાં આવી છે.

પોરબંદરની એક માત્ર રાજાશાહિ વખતની સાયન્સ કોલેજ જેમાં આજુબાજુના જિલ્લા સહિત વિધાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે, આ એક માત્ર સાયન્સ કોલેજ છે જે સરકારી ગ્રાન્ટેડ છે, જેમાં નોમિલ ફી માં વિધાર્થીઓ અભ્યાસ કરી શકે છે. આજે વિધાર્થીોના જણાવ્યનુસાર હાલ જે સાયન્સ સેમેસ્ટર-૬ ના વિધાર્થીઓની પરિક્ષા લેવામાં આવી હતી જેમનુ પરિણામ હાલ થોડા દિવસ પહેલા જ યુનિવર્સિટીની વેબસાઇટ પર મુકવામાં આવ્યું હતુ. પરંતુ આ જે પરિણામ યુનિવર્સિટીની વેબસાઇટ પર મુકવામાં આવ્યું છે તે તમામ વિધાર્થીઓની આશાથી વિપરિત પરિણામા આવ્યું છે. જે પરિણામાથી તમામ વિધાર્થીઓ ચોકિંત થઇ ગયા હતા જે કોલેજમાં ટોપ કરતા હતા તેમનુ પરિણામ પણ વિપરિત આવતા કોલેજનાં પ્રોફેસરો પણ ચોંકી ઉઠયા હતા.

આજે વિધાર્થીઓ દ્વારા વિધાર્થી આગેવાન કિશન રાઠોડને આ બાબતની જાણ કરવામાં આવી હતી જે જાણી ટીમ સાથે તમામ વિધાર્થીઓને રૂબરૂ મળવા અને તેમની જે મુશ્કેલી છે તે જાણવા પહોંચી ગયા હતા. વિગત જાણતાં જાણવા મળ્યું છે કે યુનિવર્સિટીની જે પરિક્ષા સેમેસ્ટર-૬ ની લેવામાં આવી હતી કે પરિક્ષા પરિણામમાં વિધાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો છે. જે પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે યુનિવર્સિટી દ્વારા તેમાં કયાંક ને કયાંક યુનિવર્સિટીમાં કોઇ છબરડો થયો હોય તેવુ લાગી રહ્યું છે.. કેમ કે એક સાથે એક જ કોલેજનાં ૩૫ કરતા વધુ વિધાર્થીઓને એક જ વિષયમાં નાપાસ તેમજ માર્કસ ઓછા આપવામાં આવ્યા છે. યુનિવર્સિટીની ભુલ હોય કે કોઇ બીજુ કારણ હોય જેમને લીધે આજે આ તમામ વિધાર્થીઓ ચિંતા મુકાઇ ગયા છે. તમામ વિધાર્થીઓનુ કહેવુ છે અમે સારી રીતે પેપર લખ્યું છે છતા અમો બધાને માર્કસ એક સરખાં આપ્યાં છે.

કિશન રાઠોડ દ્વારા યુનિવર્સિટીમાં ટેલીફોનીક વાતચીત કરવાં આવી હતી,તેમજ આ પરિણામની ફરી તપાસ કરી તમામ વિધાર્થીઓને સંતોષકારક પરિણામ મળી રહે તેવી રજૂઆત કરવામાં આવી હતી. એક વિધાર્થી નહિ પરંતુ એક સાથે ૩૫ વિધાર્થીઓને એક સાથે નાપાસ કરવા જે ગળે ઉતરતુ નથી આમા કયાંક ને કયાંક પેપર ચેકિંગમાં કોઇ બેદરકારી થઇ હોય તેવુ લાગી રહ્યું છે. સેમેસ્ટર -૬, કેમેસ્ટ્રીમાં કોડ -૬૦૩  છે તે વિષયમાં ૩૫ થી વધુ વિધાર્થીઓને અપેક્ષા કરતાં ઓછા માર્કસ સાથે નાપાસ કરાયા છે તો આ પાછળ જવાબદાર કોણ ? વિધાર્થીઓએ સારી રીતે પેપર લખ્યું છે છતા આવુ પરિણામ જાહેર કરવાનું કારણ શું ?  શું રિએસેસમેન્ટના નામે વિધાર્થીઓ પાસેથી પૈસા ખંખેરવા છે આ યુનિવર્સિટીએ ? ભુલ યુનિવર્સિટીની તો વિધાર્થીઓ શા માટે ભોગવે તે ? આ તમામ સવાલ યુનિવર્સિટીના સાહેબને આવેદનમાં જણાવ્યુ હતુ આપ્યું હતુ તેમજ તમામ વિધાર્થીઓને ન્યાય અપાવો તેવી માંગ કરવામાં આવી હતી.. તેમજ હજુ ઘણા વિધાર્થીઓ જેમને માર્કસ ઓછા આવ્યા છે તે રિએસેસમેન્ટ કરવામાં પણ સંકોચ કરે છે તે અમે પાસ છે તો ફરી અમને નાપાસ કરશે તો ? તો આ બાબતે પણ ખાસ તકેદારી રાખી યોગ્ય કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી

ગયા વર્ષે પણ આજ સ્થિતિ ઉદભવી હતી ૭૦ જેટલા વિધાર્થીઓને નાપાસ કરાયા હતા, ફરી એજ ભુલ ફરી દર્શાવી છે શા માટે વિધાર્થીઓને રિએસેસમેન્ટ કરાવવા મજબૂર કરવામાં આવે છે, શા માટે તેમની ફી વિધાર્થીઓ પાસે લેવામાં આવે છે ?? આમનો વિકાસ ક્યારે થશે?? આવી ભુલ વારંવાર શા માટે દોહરાવવામાં આવે છે યુનિવર્સિટી દ્વારા ?? તેવા સવાલો વિધાર્થી આગેવાન કિશન રાઠોડ દ્વારા કરવામાં આવ્યા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે