પોરબંદર રેલ્વે વિભાગ ના પોઈન્ટ મેને થાણે માં મહિલા પર બળાત્કાર કરી ગર્ભપાત કરાવ્યો હતો. જે ગુન્હા માં કલ્યાણ પોલીસ દ્વારા તેની ધરપકડ કરી થાણે જવા રવાના થઇ છે.
પોરબંદર રેલ્વે વિભાગ માં પોઈન્ટમેન તરીકે ફરજ બજાવતો મૂળ મહારાષ્ટ્ર ના થાણે જીલ્લા નો મોહમ્મદ નસીમ રેયાન (ઉવ ૨૬)નામના શખ્સ સામે પીડિત મહિલા પર વારંવાર બળાત્કાર કરવાનો , તેને ગર્ભવતી બનાવવાનો અને પછી ગર્ભપાત કરાવવાનો ગુન્હો ગત તા ૨ ના રોજ નોંધાયો હતો. આથી તે ફરાર થઇ ગયો હતો. મોહમ્મદ નું લોકેશન પોરબંદર રેલ્વે સ્ટેશનમાં ટ્રેસ કરવામાં આવ્યું હતું. આથી કલ્યાણ પોલીસ પોરબંદર દોડી આવી હતી અને આરોપીની શોધખોળ કરતાં રેલ્વે કોલોની સ્થિત રેલ્વે હાઉસિંગ નંબર ૭૧/ઇડી માં હોવાનું જાણવા મળ્યું.
આથી કલ્યાણ પોલીસે આરપીએફ અને કમલા બાગ પોલીસની મદદથી તેની ધરપકડ કરી હતી. આ શખ્સ રેલ્વે ટ્રાફિક વિભાગમાં સ્ટેશન માસ્ટર હેઠળ પોઈન્ટ મેન તરીકે કામ કરતો કર્મચારી હોવાનું જાણવા મળે છે. અને તે થોડા દિવસો પહેલા ટ્રાન્સફર થતા મહારાષ્ટ્ર થી પોરબંદર રેલ્વે સ્ટેશન આવ્યો હોવાનું જાણવા મળે છે. મોહમ્મદ ની ધરપકડ કરી મેડીકલ ચેકઅપ માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. અને અહી મેડીકલ ચેક અપ બાદ તેને કલ્યાણ લઇ જવા પોલીસ રવાના થઇ હતી. રેલકર્મી ની ધરપકડ ના પગલે રેલ્વે વર્તુળ માં ચકચાર મચી છે.