Sunday, May 12, 2024

|| तुम रक्षक काहू को डरना ||

રાજસ્થાનનું મુક બધીર બાળક પોરબંદર પોલીસ ને મધરાતે સુદામા ચોક ખાતેથી મળ્યું:જાણો પછી શું થયું

રાજસ્થાન નો મુક બધીર બાળક પોરબંદર આવી ચડતા પોલીસે તેનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

પોરબંદર કિર્તીમંદિર પોલીસ મથક ની સર્વલન્સ સ્કવોડના હેડ કોન્સ્ટેબલ એસ.વી. પઠાણ તથા કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ ઝાલા બંદોબસ્ત સબબ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન રાત્રિના બે વાગ્યે સુદામાચોકમાં એક રીક્ષાવાળાને એક મુકબધિર બાળક મળ્યું હતું. જે અંગે તેણે પોલીસ ને જાણ કરતા બન્ને પોલીસકર્મી તુરંત સ્થળ પર દોડી ગયા હતા. પરંતુ બાળક બોલી શકતો ન હોવાથી તેને પોલીસ સ્ટેશને લાવી તેની પૂછપરછ કરતા તેણે લખી ને પોતાનુ નામ અરવિંદ ધર્મવીરસિંહ જાટબ,( ઉ.વ.૧૪ રહે. બરકોલી ગામ, તાલુકો-ઉચેન, જી. ભરતપુર રાજ્ય રાજસ્થાન) હોવાનુ અને પોતે ટ્રેનમાં બેસી પોરબંદર આવી ગયો હોવાનું જણાવ્યું હતું.

અને તેના પિતાના મોબાઇલ નંબર લખી આપતા પોલીસે તુરંત પિતાનો કોન્ટેક કરી બાળકનો ફોટો વોટસઅપ દ્વારા તેના પિતાને મોકલી ખરાઈ કરી હતી. ત્યાર બાદ એ મુકબધીર બાળક ના પિતા ધર્મવીરસિંહ ધુરી જાટબ તુરંત પોરબંદર દોડી આવ્યા હતા. અને પોલીસ મથકે બન્ને એકબીજાને ઓળખી ગયા હતા. જેથી તેના પિતા પાસેથી જરૂરી ઓળખ અંગેના ડોકયુમેન્ટ મેળવી મુકબધીર બાળકનો પિતા સાથે મિલાપ કરાવી સોંપી આપ્યો હતો.બાળક ના પિતા સહીત પરિવારજનો એ પોલીસ નો આભાર માન્યો હતો.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે