બગવદર પોલીસ મથક ના ચોરીના ગુન્હામાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા અને છેલ્લા અઢી વર્ષથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને પોરબંદર ની પેરોલ ફર્લો સ્કોડે છોટા ઉદેપુર ખાતે થી ઝડપી લીધો છે
પોરબંદર પોલીસ અધીક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પેરોલ, ફર્લો, વચગાળાના જામીન ઉપરથી ફરાર, પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપીઓને ઝડપી લેવા સુચના કરવામાં આવી હતી જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડ ના પી એસ આઈ એચ.એમ.જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફ પેટ્રોલીગમા હતો તે દરમ્યાન પો.હેડ.કોન્સ. પિયુષભાઇ બોદર તથા પિયુષભાઇ સીસોદીયા, વજસીભાઇ વરૂ તથા પ્રકાશભાઇ નકુમને બાતમી મળી હતી કે બગવદર પોલીસ મથક ના ૨૦૧૨ ના ચોરી ના ગુન્હા ના આરોપી મુકેશ અભેસીંગ ભીડે આદીવાસી (ઉ.વ.૨૩ રહે.ધોગંશા ગામ તા.જી અલીરાજપુર કુકસી રાજ્ય મધ્ય પ્રદેશવા)ને હાઇકોર્ટે દ્વારા વચગાળા રજા પર છોડવામાં આવેલ હતો અને તેને ગત તા. ૨૦/૦૩/૨૦૨૨ ના રોજ પોરબંદર ખાસ જેલ ખાતે હાજર થવાનુ હતુ પરંતુ મુકેશ હાજર થયો ન હતો અને ફરાર થયો હતો જે કેદીને તા ૧૪/૦૪/૨૦૨૪ ના રોજ છોટાઉદેપુર પાસેથી પકડી પોરબંદર ખાસ જેલ ખાતે આગળની સજા કાપવા મોકલી આપ્યો છે
ક્યાં ચોરી કરી હતી આરોપી એ
મોરાણા ગામે આવેલ વિંધ્યવાસિની માતાજીના મંદિરમાં રાખવામાં આવેલ દાનપેટીમાંથી કોઈ અજાણ્યા તસ્કરે રૂ ૫૫૦૦ થી ૬૦૦૦ ની રકમ ની ચોરી કરી હતી જે મામલે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં બાતમી મળી હતી કે બગવદર મોઢવાડા રોડ ઉપર આવેલ ટ્રાવેલ્સની ઓફીસ કે જ્યાં પરપ્રાંતીય મજૂરો આવક જાવક કરે છે ત્યાં આ તસ્કરી કરનાર શખ્શ ટ્રાવેલ્સ બસમાં તેના વતન જવા માટે આવવાનો છે જેથી બગવદર પોલીસે વોચ ગોઠવી આ તસ્કરી કરનારા મુકેશ અભેસિંગ ભીંડે ને ઝડપી લીધો હતો અને તેની પાસે થી રૂ.6010 ચોરીના કબ્જે પણ કર્યા હતા ત્યાર બાદ તેને જેલહવાલે કરાયો હતો અને જેલ માં થી જ તે વચગાળા ની રજા પર છુટ્યા બાદ પરત ફર્યો ન હતો