Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

ગુજરાત સ્ટેટ રાયફલ-પિસ્તોલ શુટીંગ સ્પર્ધામાં પોરબંદરના ખેલાડીઓ અવ્વલ

ગુજરાત સ્ટેટ રાયફલ-પિસ્તોલ શુટીંગ સ્પર્ધામાં પોરબંદરના ખેલાડીઓ અવ્વલ રહ્યા છે અને કેરાળાના તિરૂવંથપુરમ ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં રાજયનું પ્રતિનિધિત્વ કરશે.

તાજેતરમાં અમદાવાદ ખાતે ૫૮ મી ગુજરાત સ્ટેટ રાયફલ-પિસ્તોલ શુટીંગ સ્પર્ધા-૨૦૨૨ નું આયોજન થયેલ. જેમાં પોરબંદર જીલ્લાની એકમાત્ર રાયફલ-પિસ્તોલ શુટીંગ સંસ્થા પોરબંદર ડીસ્ટ્રીકટ રાયફલ એસોશીએશનના રમતવીરોએ પણ ભાગ લીધેલો અને ૧૦ મીટર પિસ્તોલ શુટીંગ નેશનલ રૂલ્સ ઈવેન્ટમાં રાજયકક્ષાએ પોરબંદર જીલ્લાની ટીમે દ્વિતીય ક્રમે આવી સીલ્વર મેડલ મેળવ્યો. જે ટીમમાં નિલેશકુમાર જી, જોશી, કાર્તિક પરમાર અને પિયુશ ચાવડાની ટીમે ભાગે લીધેલ હતો.

જયારે વ્યકિતગત ઈવેન્ટમાં એડવોકેટ નિલેશકુમાર જી. જોશી ૧૦ મીટર પિસ્તોલ માસ્ટર ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે. તે ઉપરાંત તેઓએ ૫૦ મીટર ફ્રી પિસ્તોલ માસ્ટર ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદર બાર એસોશીએસનના એડવોકેટ નિલેશકુમાર જી. જોશીએ ત્રણ મેડલો મેળવી પોરબંદર જીલ્લા સાથે પોરબંદર જીલ્લા બાર એસો.નું પણ ગૌરવ વધારેલ છે. તેમજ પોરબંદર જીલ્લાના શુટીંગ કોચ દિવ્યરાજસિંહ રાણાના નેતૃત્વ અને તેઓના માર્ગદર્શન અને સુ-યોજનાબધ તાલીમના ફળ સ્વરૂપ ઉપરોકત વિગતેના રમતવીરોએ મેદાન મારેલ છે.

અને તે સિવાયના અન્ય પોરબંદર રાયફલ કલબના શુટરો નિલેશકુમાર જી. જોશી, કાર્તિક પરમાર, પિયુષ ચાવડા, રામ ટીંબા, સતિષ ગોહેલ, પૃથ્વીરાજસિંહ રાણા, જય ઠાકર, અનુવીરસિંગ ચૌહાણ તથા કોચ દિવ્યરાજસિંહ રાણાએ ક્વોલીફાઈડ થઇ હવે પછીની નેશનલ કક્ષાની પ્રતિયોગીતામાં ભાગ લેવાની રાહ કંડારેલ છે અને ઉપરોકત તમામ શુટરો અને અન્ય શુટરો સાથે તમામ ખેલાડીઓ હવે પછીની ૩૧ મી ઓલ ઈન્ડીયા જી.વી. માવલણકર શુટીંગ ચેમ્પીયનશીપ કે જે તિરૂવંથપુરમ-કેરલા મુકામે યોજનાર હોય તેમાં ભાગ લઇ સમગ્ર રાજયની કીર્તીમાં વધારો કરશે.

આ તકે પોરબંદર ડીસ્ટ્રીકટ રાયફલ એસો. ના કોચ દિવ્યરાજસિંહ રાણાએ નિઃશુલ્ક સેવા આપેલ છે. ઉપરાંત દિવ્યરાજસિંહ રાણાએ સંસ્થાના પ્રમુખ તથા ટ્રસ્ટીઓ એડવોકેટ એમ.જી. શીંગરખીયા તથા એડવોકેટ ભરત બી. લાખાણી, એડવોકેટ એન.જી. જોશી, વિગેરેનાઓએ કોઈપણ જાતના સ્વાર્થ વગર આર્થિક -વ્યકિતગત રીતે પોતાનું યોગદાન આપેલ હોય અને જેઓના યોગદાનના કારણે જ ઉપરોકત સિધ્ધીઓ પ્રાપ્ત થયેલ હોય અને તેથી ઉપરોકત સિધ્ધીઓનો શ્રેય તેઓને આપેલ તે સમયે સંસ્થાના પ્રમુખ-ટ્રસ્ટીઓએ કવોલીફાઈડ (એન.આઇ.એસ.) કોય દિવ્યરાજસિંહ દ્વારા નિઃસ્વાર્થ ભાવે તેમજ નિઃશુલ્ક આપવામાં આવી રહેલ સેવાને પણ બીરદાવેલી હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે