પોરબંદર મનપા દ્વારા વેરા ની ૪૩ કરોડ ની માંગણા ની રકમ માંથી માત્ર ૧૦ કરોડ ની જ વસુલાત થઇ હોવાથી વેરા વસુલાત ઝુંબેશ કડક બનાવવામાં આવી છે.
પોરબંદર નગરપાલિકા ને ગત તા ૧-૧-૨૫ ના રોજ મહાનગરપાલિકા બનાવવામાં આવી છે પરંતુ અગાઉ નગરપાલિકા હતી ત્યારે વેરા ની નજીવી વસુલાત જ થઇ હોવાનું મનપા દ્વારા જાહેર કરાયેલા આંકડા માં સામે આવ્યું છે. કુલ વેરા ની માંગણા ની રકમ રૂ ૪૨.૮૦ કરોડ હોવાનું અને તેમાંથી માત્ર ૯.૮૩ કરોડ ની જ વસુલાત થઇ હોવાનું જાહેર કરાયું છે. અને હાલ હાઉસટેકસની વસુલાત માટે બીલો બજવણી કરી બાકી રહેતા મિલ્કત ધારકો ને નોટીસ પાઠવી તથા ઢોલનગારા વગાડી,મિલ્કત સીલ કરવાની કામગીરી ચાલુ હોવાનું જાહેર કરાયું છે. અને ડોર ટુ ડોર વસુલાત ની કામગીરી માટે ૨૮ કર્મચારીઓ ની ૧૫ ટીમો બનાવાઈ હોવાનું જાહેર કરાયું છે ઉલ્લેખનીય છે કે માર્ચ એન્ડીંગ નજીક છે ત્યારે હજુ વસુલાત ની રકમ વધુ બાકી હોવાથી મનપા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ કડક બનાવવામાં આવી છે.