પોરબંદરમાં શ્રી પોરબંદર લોહાણા મહિલા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
શ્રી પોરબંદર લોહાણા મહિલા મંડળના વર્ષ ૨૦૨૫-૨૬ નો પ્રારંભ શ્રી સત્યનારાયણ ભગવાનની કથાથી કરવામાં આવ્યો છે.સાથે સાથે ધાર્મિક ગીતો ઉપર ડાન્સની હરિફાઈ પણ રાખવામાં આવેલ જેમાં ૭ થી ૧૫ વર્ષ, ૧૬ થી ૩૦ વર્ષ, ૩૧ થી ૫૦ વર્ષ અને ૫૧ થી ઉપરના સીનીયર સીટીઝન બહેનો અને બાળકોએ ખુબ જ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો અને વિજેતાઓને ઈનામો આપી નવાજવામાં આવ્યા હતા.અને અત્યારે અથાણાંની સીઝન હોવાથી ખારા, ખાટાં મીઠાં વગેરે અથાણાંની હરિફાઈ પણ રાખવામાં આવેલ અને તેમાં પણ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધેલ અને તેમાં પણ વિજેતાઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.દાતા જમનભાઈ વિઠ્ઠલાણી (સ્વીડન) તરફથી ડીનર રાખવામાં આવ્યુ હતુ તેમજ દરેક સભ્ય બહેનોને ગિફ્ટ આપવામાં આવી હતી. મહિલા મંડળની સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે નોટબુક વિતરણ, યુનિફોર્મ વિતરણ તથા પાઠયપુસ્તક વિતરણ વગેરે માટે પણ તેઓએ આર્થિક અનુદાન પણ આપ્યું હતુ.
શ્રી પોરબંદર લોહાણા મહિલા મંડળની કમિટિ દ્વારા પણ દાતા જમનભાઈ વિઠ્ઠલાણીનું શાલ ઓઢાડીને તથા સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ અને પ્રભુ તેઓ દ્વારા સદાય આવા સુંદર સેવારૂપી સત્કાર્ય કરાવતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી પોરબંદર લોહાણા મહિલા મંડળની કમિટિએ જહેમત ઉઠાવી હતી.ધાર્મિક ગીત ઉપરનાં ડાન્સનાં નિર્ણાયક તરીકે કાશ્મીરાબેન તથા પ્રિયંકાબેન રૈયારેલાએ સેવા આપેલ તથા અથાણાં હરિફાઈનાં નિર્ણાયક તરીકે વીણાબેન રાડીયા તથા મનીષાબેન મોનાણીએ સેવા આપી હતી.
