Sunday, June 8, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર કોળી સેવા સમાજ દ્વવારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન નુ ભવ્ય આયોજન

છેલ્લા બે દાયકાઓ થી સામાજિક શૈક્ષણિક આધ્યાત્મિક અને સેવા ક્ષેત્રે કાર્ય રત પોરબંદર ઝૂરીબાગ સમસ્ત કોળી સેવા સમાજ તથા તાલુકા કોળી સમાજ કર્મ ચારી મંડળ દ્વવારા પ્રતિ વર્ષ ની જેમ આ વર્ષે આગામી તા 7 મી જુલાઈ રવિવારે સાંજે 4 કલાકે  સનાતન ધર્મ ના તારણહાર ને દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણના અંશ અવતાર નકલંગ નેજા ધારી શ્રી રામદેવજી મહારાજ ના ધ્વજાં રોહણ સાથે અષાઢી બીજોત્સવ  તથા તાલુકાસમસ્ત કોળી સમાજ ના વિદ્યાર્થીઓ ના  સન્માન સમારોહ નુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

પોરબંદર ઝૂરીબાગ કોળી સેવા સમાજ ના પ્રમુખ વલ્ભભભાઈ બામણીયા અને ઝૂરીબાગ કોળી સેવા સમાજ યુવક મંડળ ના પ્રમુખ ભરતભાઈ સોલન્કી ની ઉપસ્થિતિ મા કોળી સમાજની બેઠક મળી હતી.  આ બેઠકમાં તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળ ના પ્રમુખ નારણભાઈ બામણીયા, સમાજ રત્ન ડો ઈશ્વરભાઈ  ભરડા  સમાજ અગ્રણી રાજસીભાઈ બગીયા જયભાઈ કિરીટભાઈ સોલન્કી, હરીશભાઈ બામણીયા, કપિલ ભાઈ બામણીયા,શૈલેષભાઈ  બામણીયા, લલિતભાઈ સોલન્કી, હરીશભાઈ સોલન્કી, ગિરીશભાઈ બામણીયા, બાબુભાઈ મકવાણા હરીશ ગીગાભાઈ સોલન્કી, નાનજીભાઈ સોલન્કી, લખમણભાઈ સોલન્કી સહીત ના મહાનુભાવો ઉપસ્થિત  રહ્યા હતા.

આ બેઠક મા  આગામી તા 7 મી જુલાઈ  ને રવિવાર ના શ્રી રામદેવજી મહારાજનો ધ્વજારોહણ ઉત્સવ યોજવા નિર્ણય લેવો હતો. જેમાં સાંજે 4-00 કલાકે શોભાયાત્રા, 5-00 કલાકે  તેજસ્વી છાત્રો નો સન્માન સમારંભ 6-00 કલાકે નાત  જાતના ભેદ ભાવ વગર ભોજન રૂપે મહા પ્રસાદ અને  રાત્રે 10  -00 કલાકે સંતવાણી કાર્યક્રમ યોજાશે જેમાં નામી અનામી કલાકારો સંતવાણી પ્રસ્તુત કરશે આ પ્રસંગે સંતો સાધુ મહંતો અને સમાજશ્રેષ્ઠિ ઓની હાજરી પ્રેરક બનશે આ ધર્મોત્સવ યોજવાનો સર્વાનુમતે નિર્ણય લવાયો હતો. આ બીજોત્સવ ની સાથો સાથે પોરબંદર તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળ અને ઝૂરીબાગ કોળી સેવા સમાજ ના સંયુક્ત ઉપક્રમે  તાલુકા ન ના તેજસ્વી વિદ્યાર્થીઓ નો ભવ્ય સન્માન સમારંભ યોજાશે. જેમા ધોરણ 10- 12  સ્નાતક, અનુસ્નાતક તેમજ સંગીત, કલા, સર્જનાત્મક કલા, રમત ગમત, યોગ, સાહિત્ય અને સેવા કીય પ્રવુતિ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ  મેળવનાર  વિદ્યાર્થી ઓ ને પોરબંદર ના સેવા ક્ષેત્રે  બે નમૂન કાર્ય કરતી સ્વ લીલાવતી રાહુલ ચેરિટેબલ ફાઉન્ડેશન ના પ્રમુખ દાતા નારણભાઈ બામણીયા ના પિતા સ્વ પૂજાભાઈ ની સ્મૃતિ મા  ચાંદી ના મેડલ,પૂર્વ કાઉન્સિલર ભરતભાઈ બામણીયા ના પિતા  સ્વ નટુભાઈ કાનજીભાઈ  બામણીયા તથા માતા સ્વ જયાબેન નટુભાઈ બામણીયા ની સ્મૃતિ મા જનરલ નોલેજ ની બુક તેમજ સમાજ તરફ થી. પ્રમાણપત્ર થી  સન્માનિત કરવામાં આવશે.

ધોરણ 10-12  સ્નાતક અનુસ્તા તક સંગીત કલા સાહિત્ય રમત ગમત યોગ  વર્ષ 2024  મા   60 ટકા કે ઉપર ના ટકા  મેળવ નાર વિદ્યાર્થીઓ  એ   તા 30/5/24 સુધીમાં  માર્ક સીટ ની ઝેરોક્ષ નકલની પાછળ પોતા ના  ઘરનું સરનામું, મેળવેલ ટકા, મોબાઈલ નંબર સાથે નીચેના સરનામે જમા કરવા ના રહેશે (1) જય કિરીટ ભાઈ સોલન્કી  આનંદ સાયકલ સ્ટોર કૈલાશ ગેરેજ ની બાજુમાં ઝૂરી બાગ મો 740 530 90 34 (2) રમેશભાઈ સોલન્કી મોહન સ્ટુડિયો  રામટેકરી પારસ ડેરી સામે મો 9898585030 (3) રાજસી ભાઈ બગીયા  આંગળ વાળી  સામે નવા પરા  છાંયા મો 97 259 50  161 ( 4)  મહેશ ભાઈ ભુવા   કોળી સમાજની વાડી જ્યુબેલી મો 740 5450427 (5) અરજણન ભાઈ આંત્રોલીયા ન્યૂ ઘેડીયા કોળી સમાજ વંડી મોબાઈલ 98 79388596 (6) લખમણ ભાઈ બામણીયા રોકડીયા હનુ માન મંદિર સામે  મોબાઈલ  9512579743 (7) વિશાલ કર ગટીયા તન્મય વિર ભનુ ખાંભી મોબાઈલ 9157111911 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે 

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે