સોમનાથ ના પ્રભાસ પાટણ ખાતે યોજાયેલ ૧૨ જિલ્લા ની સૌરાષ્ટ્ર બાળ પ્રતિભા શોધ સ્પર્ધા માં અબોટી બ્રાહ્મણ જ્ઞાતિ ની મુળ દ્વારકા અને હાલ પોરબંદર ની બોખીરા પે સેન્ટર પ્રાથમિક શાળા માં ધોરણ પાંચ માં અભ્યાસ કરતી કાવ્યા મનસુખભાઈ ઠાકર એ લોક ગીત વિભાગ માં પ્રથમ સ્થાને વિજેતા બનતા પોરબંદર અને દ્વારકા જિલ્લા નું ગૌરવ વધારવા બદલ અભિનંદન વર્ષા થઈ છે.
સોમનાથ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃર્તિ ની કચેરી દ્વારા તાજેતરમાં સોમનાથ ના શ્રી રામ મંદિર ઓડિટોરીયમ ખાતે યોજવામાં આવેલ ૧૨ જિલ્લાઓની સૌરાષ્ટ્ર બાળ પ્રતિભા શોધ સ્પર્ધા માં વક્તૃત્વ, નિબંધ, ચિત્રકળા, સર્જનાત્મક કારીગીરી, લગ્નગીત, લોકવાદ્ય સંગીત, એક પાત્રિય અભિનય, દુહા –છંદ , ચોપાઈ, લોકવાર્તા, લોકગીત, ભજન, સમૂહ ગીત અને લોક નૃત્ય જેવી કેટેગરી ની વિવિધ સ્પર્ધા ઓ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુળ દ્વારકા ના અને હાલ પોરબંદર ના બોખીરા પે સેન્ટર શાળા ની ધોરણ ૫ માં અભ્યાસ કરતી કાવ્યા મનસુખભાઈ ઠાકર એ લોકગીત વિભાગ માં પ્રથમ ક્રમે વિજેતા થઈ પોરબંદર અને દ્વારકા જિલ્લા નું ગૌરવ વધાર્યું છે ત્યારે બને જિલ્લા વાસીઓ એ અભિનંદન સાથે ઉતરોતર પ્રગતિ ની શુભેચ્છાઓ આપી છે પોરબંદર જિલ્લા માંથી જુદી જુદી સ્પર્ધામાં 60 જેટલાં વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો તે પૈકી એક માત્ર કાવ્યા ઠાકરે પ્રથમ ક્રમ મેળવી બન્ને જિલ્લા ને ગૌરવ બક્ષ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પારાવડા ગામની સરકારી પારાવાડા હાઈસ્કૂલ માં મદદનીશ સાયન્સ શિક્ષક તરીકે ફરજ બજાવતા મનસુખભાઈ ઠાકર જાણીતા સાહિત્યકાર અને કવિ પણ છે અને સારાં પુસ્તકોના વાચક છે તેઓનો પણ સાહિત્ય ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે નવતર પ્રયોગો થકી શિક્ષણ ની ગુણવતા સુધારણા માં બહુ મૂલ્ય ફાળો રહ્યો છે તેઓ સારાં વક્તા પણ છે વિવિધ શાળા કોલેજો માં તેમના વક્તવ્ય ને સારો આવકાર મળ્યો છે,ત્યારે તેમની પુત્રી કાવ્યા એ સૌરાષ્ટ્ર ના 12 જીલાઓ ની આ સ્પર્ધા માં લોકગીત સ્પર્ધા માં પ્રથમ સ્થાન મેળવતા “ મોર ના ઈંડા ચીતરવા ન પડે “ કહેવતને સાર્થક કરી છે