અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે પોરબંદર ના માછીમારો ને સાવચેત રહેવા બોટ એસો.દ્વારા અપીલ કરાઈ છે.
પોરબંદર બોટ એસોસિએશન ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તથા તમામ કમિટી મેમ્બરો એ દરેક બોટ માલિકો તેમજ ટંડેલ, ખલાસીઓને ખાસ જાણ કરી છે કે દરિયાઈ સુરક્ષા એજન્સી દ્વારા જણાવાયું છે કે તા.૨૨-૧-૨૦૨૪ ના અયોધ્યા ખાતે થનાર શ્રીરામ મંદિર નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નજીક આવી રહ્યો છે, જે અનુસંધાને અગાઉ મુંબઈ માં ૨૬/૧૧ જેવો બનાવ બન્યો હતો તે ફરી પાછો ન બને તે ધ્યાને લઈ ફિશીંગ કરી રહેલ બોટોએ ગૃપમાં માચ્છીમારી કરવી અને આઈ.એમ.બી.એલ.બોર્ડર નજીક બોટોએ માચ્છીમારી કરવા જવુ નહી.
તેમજ માચ્છીમારી દરમિયાન દરીયામાં કોઈ અજાણી બોટ અથવા અજાણા માણસો નજર આવે તો તુરંત દરિયાઈ સુરક્ષા એજન્સી અથવા બોટ એસોસીએશનને જાણ કરવા જણાવાયું છે. અને સર્વે બોટ માલિકો પણ પોત પોતાની બોટના ટંડેલ, ખલાસીઓને આ બાબતે તાત્કાલીક ખાસ સુચના આપવામાં આવે તેવું પણ જણાવવામાં આવ્યું છે.