પોરબંદર ખાતે સ્વીમીંગ પુલ ની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી આગામી તા ૨૯ ના રોજ જીલ્લા કક્ષા ની સ્વીમીંગ સ્પર્ધા નું જુનાગઢ ખાતે આયોજન કરાયું છે.
પોરબંદર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા જણાવાયું છે કે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા સંચાલિત ‘ખેલ મહાકુંભ ૨.૦’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાં સ્વીમીંગપુલ ઉપલબ્ધ ન હોવાથી સ્વીમીંગની સ્પર્ધાનું આ વર્ષે જુનાગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
અને જિલ્લાકક્ષાની આ સ્વીમીંગ સ્પર્ધા તા.૨૯ના રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાય સ્વીમીંગ,પુલ ટાઉન હોલ પાસે, જુનાગઢ ખાતે યોજાશે તેવું જણાવાયું છે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય કક્ષા ની સી સ્વીમીંગ કોમ્પિટિશન નું બે દાયકાથી આયોજન કરતા પોરબંદર ખાતે અફાટ સમુદ્ર ઉપલબ્ધ છે. પરંતુ અહી ના શાશકો આટલા વર્ષે પણ એક સ્વીમીંગ પુલ ની સુવિધા શહેરીજનો ને આપી શક્યા નથી અગાઉ સ્વીમીંગ પુલ માટે પ્રોજેક્ટ પણ તૈયાર થયો હતો. પરંતુ ત્યાર બાદ આ પ્રોજેક્ટ ઘણા વર્ષો થી અભેરાઈ એ ચડાવી દેવામાં આવ્યો છે અનેક શાશકો બદલાયા પરંતુ હજુ સુધી એક પણ શાશક શહેર ને સ્વીમીંગ પુલ ની સુવિધા ઉપલબ્ધ કરાવી ન શકતા જીલ્લા કક્ષા ની સ્પર્ધાઓ પણ અન્ય જીલ્લા માં યોજવી પડે છે જેના લીધે તંત્ર ઉપરાંત સ્પર્ધકો ને પણ મુશ્કેલી નો સામનો કરવો પડે છે.