જિલ્લા રોજગાર વિનિમય કચેરી પોરબંદર જિલ્લામાં ઉમેદવારોને રોજગારી અને કારકિર્દી માર્ગદર્શન આપવા હંમેશા તત્પર રહી છે. ત્યારે વર્ષ ૨૦૨૨ મા અનેક યુવાનોને પોતાના વ્યવસાયિક અને શૈક્ષણિક વિકાસ માટે રોજગાર કચેરી મદદરૂપ બની છે.
જિલ્લામાં આવેલી વિવિધ શાળાઓ/કોલેજોમાંથી કુલ ૧૯ શાળાઓ/કોલેજો ખાતે વિદ્યાર્થીઓમાં કારકિર્દી પ્રત્યે જાગૃતિ કેળવાઈ તેમજ માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયા હતા. જેમાં કુલ ૨૮૭૭ યુવાઓને માહિતી અને માર્ગદશન અપાયું હતું.
જિલ્લાના યુવાઓને ઘરે બેઠા સ્પર્ધાત્મક પરીક્ષાઑ માટે તેમજ કારકિર્દીલક્ષી માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા અને અન્ય જિલ્લાના વિદ્વાનો તેમજ વિવિધ કચેરી/સંસ્થાઓ સાથે સંકલન કરીને તજજ્ઞ વકતાઓ દ્વારા ૧૨ ઓન-લાઇન વેબીનાર યોજવામાં આવ્યા હતા.
યુટ્યુબ ચેનલ/ફેસબૂક (MODEL CAREER CENTER, PORBADAR) થકી કુલ ૭૯૪ યુવાઓને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડેલ છે. વોસ્ટ્સ એપ, ફેસબૂક ઇન્સ્ટાગ્રામ વગેરે જેવા સોસિયલ મીડિયા દ્વારા યુવાઓની કારકિર્દી ઘડવા માટે જરૂરી માહિતી, માર્ગદર્શન અને ખાલી જગ્યાઓની જાણ કરવાની કરી હતી.
યુવાઓના વ્યાવસાયિક માર્ગદર્શન માટે વિવિધ શૈક્ષણિક અને તાલીમી સસ્થાઓ સાથે સતત લાયઝનિંગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, RSETI, સમાજ કલ્યાણ વગેરે કચેરી સાથે સંકલન કરીને સ્વરોજગારી અંગેનું માર્ગદર્શન કરિયર કાઉસેલિંગ, વ્યક્તિગત કાઉન્સેલિંગ(૨૧૦) ગ્રૂપ કાઉન્સેલિંગ ૬૯(૩૩૦), પ્રોફાઇલ મેપિંગ(૪૮), પ્રિ રેજિસ્ટ્રેશન ગાયડન્સ, સાયકોલોજિકલ એપ્ટીટ્યુડ ટેસ્ટ, કરિયર અસસેસમેંટ, કરિયર મેનેજમેંટ, FAQs, પ્રોફાઇલ મેકિંગ. એન.સી.એસ./અનુબંધમ પોર્ટલ પર નોકરીદાતાઓ અને રોજગારવાંચ્છુઑની નોંધણી, સરકારી ભરતી સામે ઉમેદવારોને માર્ગદર્શન. લશ્કરી ભરતીમેળા સમયે યુવોઓને ભરતી પ્રક્રિયાઓ અંગે માર્ગદર્શન
ઇંડિયન કોસ્ટગાર્ડ વીક નિમિત્તે સંયુક્ત ઉપક્રમે જિલ્લાની ૮ શાળા/કોલેજોમાં ૯૦૮ ઉમેદવારોને માર્ગદર્શન. વિવિધ નોકરીદાતાઓ સાથે લાયઝનિંગ કરીને ૧૭૪૪ ખાલી જગ્યાઓ મેળવીને ૩૫ ભરતીમેળાઓ થકી ૧૬૬૫ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થઈ.
અનુબંધમ પોર્ટલમાં નોકરીદાતાઓના રજીસ્ટ્રેશન લક્ષ્યાંક સામે ૧૨૪.૩૩% સિધ્ધી મેળવી. સ્થાનિક સ્તરે ખાલી જગ્યા મેળવી રીલાયન્સ એસ.એમ.એસ.એલ લિમિટેડમાં એક જ ભરાતીમેળામાં ૫૦થી વધુ રોજગારવાચ્છુઓને રોજગારી ચેમ્બર ઓફ કોમર્સ, GIDC એસોસિએશન સાથે લાયઝનિગમાં રહીને રોજગારીની તકોનું નિર્માણ અને પ્લેસમેંટની કામગીરી કરી.
પત્ર દ્વારા, વોટ્સએપ,, ઇન્સ્ટગ્રામ, ફેસબુક અને અન્ય સોસિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ભરતીમેળાઓ તથા ખાલી જગ્યા વિષે માહિતગાર કરાયા. લશ્કરી ભરતીમેળા સમયે યુવોઓને ભરતી પ્રક્રિયાઓ અંગે માર્ગદર્શન સ્કિલ ગેપ સર્વે કરાયો હતો. આમ જિલ્લા રોજગાર કચેરી દ્વારા વર્ષ ૨૦૨૨ મા રોજગારી માર્ગદર્શન, પ્લેસમેન્ટ સહિત કામગીરી કરાઈ છે.