પોરબંદર ભાજપ યુવા મોરચા દ્વારા પોરબંદર અને કુતિયાણા ખાતે રન ફોર ડેવલપમેન્ટ મેરેથોન યોજાઈ હતી જેમાં મોટી સંખ્યા માં યુવા યુવતીઓ જોડાયા હતા.
પોરબંદર ભાજપ દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિવસ તા.17/9 થી તા. 2 ઓકટોબર- ગાંધી જયંતિ સુધી દરમ્યાન પ્રદેશ ભાજપની યોજનાનુસાર વિવિધ સેવાકીય કાર્યો વડે સેવા પખવાડિયા તરીકે ઉજવવામાં આવે છે. તે અંતગર્ત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ્ ડો. પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં રાજયભરમાં તમામ જિલ્લામાં વિધાનસભા સીટ દીઠ રન ફોર ડેવલપમેન્ટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
તે અંતર્ગત જીલા ભાજપ પ્રમુખ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા, મહામંત્રી અશોકભાઈ મોઢા, મંત્રી નિલેશભાઈ બાપોદરા,રેફરી સુરેશભાઈ સિકોતરાના માર્ગદર્શન હેઠળ ભાજપ યુવા મોરચા દ્વારા રન ફોર ડેવલોપમેન્ટ મેરેથોન 2022 નું આયોજન પોરબંદર માં કરવામાં આવતા આ કાર્યક્રમ માં પોરબંદરની સામાજિક, સેવાભાવી સંસ્થાઓ, વિદ્યાર્થી મિત્રો, યુવાનો સહીત યુવતીઓ પણ મોટી સંખ્યા માં જોડાઇ હતી.
કમલાબાગ થી ચોપાટી સુધી આ મેરેથોન યોજાઈ હતી. યુવા મોરચાના સંગઠન પ્રભારી સુરપાલસિંહ ભાઈ ની વિશેસ ઉપસ્થિતિ રહી હતી. તેમજ પોરબંદર જિલ્લા યુવા મોરચાના તમામ હોદેદારો કાર્યકરો હાજર રહ્યા હતા. 8 વર્ષ ના બાળક મહર્ષિ લાખાણી મેરેથોન માં ભાગ લીધો હતો. તેને આગેવાનો એ બિરદાવ્યો હતો.રામ સ્વિમિંગ ક્લબ,વી જે મોઢા કૉલેજ સહિત અન્ય તમામ સામાજિક /શૈક્ષણિક સંસ્થાઓ આ આયોજન માં જોડાતા યુવા મોરચા એ આભાર વ્યક્ત કર્યો હતો.
આ મેરેથોન માં પ્રથમ 3 આવનાર યુવાનો અને પ્રથમ ત્રણ યુવતીઓ ને તેમજ 8 વર્ષ ના બાળક ને ઘડિયાળ સ્મૃતિચિહ્નન રૂપે ગિફ્ટ આપી ને પ્રોત્સાહન આપ્યું હતું.
આ ઉપરાંત કુતિયાણા માં પણ આ રન ફોર ડેવલોપમેન્ટ મેરેથોન 2022 સફળતાપૂર્વક યોજાઈ હતી. જેમાં ગ્રામ્યપંથક ના આગેવાનો, કાર્યકરો, ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.









