પોરબંદર-ભાણવડ-જામજોધપુર – કાલાવડ રોડને રૂ. 1271.02 કરોડના ખર્ચે પેવ્ડ શોલ્ડર સાથે 2-લેનમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એ કરેલી જાહેરાતમાં જણાવ્યું છે કે, ગુજરાતના પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હાઈવે-151K ના સમગ્ર 119.50 કિમી પોરબંદર-ભાણવડ-જામ જોધપુર-કાલાવડ સેક્શનને રૂ. 1271.02 કરોડના ખર્ચે પેવ્ડ શોલ્ડર સાથે 2-લેનમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
પ્રોજેક્ટ રોડ પોરબંદર નજીક નેશનલ હાઈવે-51 સાથે તેના જંકશનથી શરૂ થાય છે અને ભાણવડ, જામ જોધપુરને જોડે છે અને કાલાવડ નજીક નેશનલ હાઈવે-927D સાથે તેના જંકશન પર સમાપ્ત થાય છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-151K ત્રણ મહત્વના ધોરીમાર્ગો એટલે કે પોરબંદર-ખંભાળિયા (NH-927K), જૂનાગઢ-જામનગર (NH-927D) અને રાજકોટ-પોરબંદર (NH-27) વચ્ચે કનેક્ટર તરીકે કામ કરે છે.
ગ્રેડ-સેપરેટેડ સ્ટ્રક્ચર્સ, 8 મોટા પુલ અને 10 બાયપાસ સાથેના આ હાઈવેનું અપગ્રેડેશન ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે.
આ જાહેરાત ને કેન્દ્રીયમંત્રી અને પોરબંદરના સાંસદ ડો. મનસુખભાઈ માંડવીયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા (પટેલ) , શહેર ભાજપ પ્રમુખ સાગર ભાઈ મોદી સહિત આગેવાનો એ આવકારી છે અને પોરબંદર વિકાસ ની નવી ઊંચાઈઓ સર કરશે અને હજુ અનેક વિકાસના પ્રોજેક્ટ અમલમાં આવનાર છે.તેમ પોરબંદર જિલ્લા મીડિયા સહ કન્વીનર હર્ષ રૂઘાણી એ એક અખબારી યાદી માં જણાવ્યું છે.