પોરબંદર એબીવીપી દ્વારા જીટીયુ ના પ્રશ્નપત્ર માં છબરડા અંગે ઉગ્ર રજૂઆત કરાઈ છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પોરબંદર દ્વારા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ ડિપ્લોમા સેમેસ્ટર 2 ના એપ્લાઇડ મેથેમેટિક્સ વિષયની પરીક્ષાના પ્રશ્નપત્રમાં થયેલા છબરડા બાબતે ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજ અને ગોઢાણીયા આઇટી & એન્જિનિરીંગ કોલેજ ના આચાર્ય મારફતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં જણાવ્યું છે કે જીટીયુ દ્વારા તા 29/5ના રોજ ડિપ્લોમા સેમેસ્ટર 2 નાં એપ્લાઇડ મેથેમેટિક્સ નાં પ્રશ્નપત્રમાં 30 માર્કસ ના ખોટા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેનો સુધારો યુનિવર્સિટી દ્વારા 12:26 કલાકે મેઇલ દ્વારા આપવામાં આવે છે. જે વર્ગખંડ સુધી પહોંચતા 12:45 થઈ ગઈ હતી. જ્યારે બીજો મેઇલ 12:31 કલાક ના સમય દરમ્યાન વિધાર્થીઓને વધુ 1 કલાક અને 20 મિનિટ આપવાનો હતો પરંતુ વર્ગખંડમાં મોટાભાગના વિધાર્થીઓ પેપર આપીને જતાં રહ્યા હતા. ત્રીજો મેઈલ 12:56 કલાકે સુધારામાં પણ સુધારાનો હતો જે ખૂબ જ ગંભીર વિષય છે.
વિશ્વવિધ્યાલયની ગંભીર બેદરકારીનાં કારણે હજારો વિધાર્થીઓનાં ભવિષ્ય અંધારામાં ચાલ્યા ગયા છે.આથી ડિપ્લોમા સેમેસ્ટર 2 નાં એપ્લાઇડ મેથેમેટિક્સ વિષયમાં મહત્તમ ગ્રેસિંગ આપવામાં આવે અને જે વિધાર્થીઓને પુનઃપરીક્ષા આપવી હોય તેવા વિધાર્થીઓને પરીક્ષા માટે વિકલ્પ આપવામાં આવે,પરીક્ષાના પ્રશ્નપત્ર માટે મૂલ્યાંકન સમિતિની રચના કરવામાં આવે.અને આ વિષયમાં દોષી તથા પરીક્ષા વિભાગના જવાબદાર કર્મચારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી હતી



