ઓડદર નજીક દરિયાકિનારેથી પોલીસે બિનવારસુ ચરસના બે પેકેટ કબ્જે કર્યા કરી સમગ્ર વિસ્તાર માં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
પોરબંદર પોલીસની ટીમ દરિયાઈ પટ્ટી પર પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન ઓડદર નજીક ના દરિયાકાંઠે થી બે પેકેટ મારીજુઆના હશીશ (ચરસ)ના બિનવારસુ હાલત માં મળી આવ્યા હતા આથી પોલીસે તુરંત બન્ને પેકેટ કબ્જે કરી સમગ્ર વિસ્તાર માં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું હાર્બર મરીન પોલીસ સ્ટેશન ના પી આઈ એસ ડી સાળુંકેએ જણાવ્યું હતું કે હાલ માં સૌરાષ્ટ્ર ના દ્વારકા સહિતના દરિયાકાંઠે થી બિન વારસુ ચરસના પેકેટ મળી આવ્યા છે તે જ પ્રકાર ના ૨ પેકેટ મળી આવ્યા છે જેનું વજન ૨ કિલો ૫૭૫ ગ્રામ છે અને તેની અંદાજીત કિંમત ૩,૮૬, ૨૫૦ છે. ડ્રગ્સ ના બન્ને પેકેટ મળી આવ્યા બાદ પોલીસે સમગ્ર દરિયાકાંઠે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અગાઉ પણ દરિયાકાંઠે થી ડ્રગ્સ ના પેકેટ મળી આવવાના બનાવ બન્યા છે ત્યારે કોઈએ દરિયામાં મોટી માત્રા માં ડ્રગ્સ નો જથ્થો ફેંક્યો હશે જેમાંથી સમયાંતરે તણાઈ અને આ પ્રકાર ના પેકેટ કાંઠા સુધી આવી રહ્યા છે.
બન્ને પેકેટ પર ‘અફઘાન પ્રોડકટ’ નંબર-૧ કવોલીટી’ ‘આર’ અને ‘જે’ લખાણ લખ્યું છે ઉપરાંત ‘કોમોડો ડ્રેગન’ કોફી બ્રાંડ નું પેકેટ અને તેનો સીમ્બોલ પણ નજરે ચડે છે ત્યારે પોલીસે હજુ પણ વધુ પેકેટ તણાઈ ને આવ્યા હોવાની શક્યતા ના આધારે તપાસ હાથ ધરી છે.