પોરબંદર માં સાયબર ફ્રોડ ના ૧૨ બનાવ માં પોલીસે ૬.૭૦ લાખ ની રકમ પરત અપાવી છે.
પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ જિલ્લામાં બનતા સાયબર ક્રાઈમના ગુનાઓના તાત્કાલીક નિરાકરણ અનુસંધાને જીલ્લામાં બનતા સાયબર ફ્રોડ બનાવો જેવા કે, ઓનલાઈન ટીકીટ બુકિંગ અને ઓનલાઈન ક્રેડીટ કાર્ડ /ડેબીટ કાર્ડ ગીફ્ટ ફ્રોડ ફાઈનાન્સીયલ ફ્રોડ તથા ફેસબુક ઈસ્ટ્રાગ્રામ તથા ન્યુડ વિડીયો કોલ તથા ગુગલ કસ્ટમર કેરના નામે ફરિયાદી/અરજદારો સાથે ફ્રોડ ના બનાવ બનેલ જે પૈકી કુલ ૧૨ અરજદારો ને “તેરા તુઝકો અર્પણ” કાર્યક્રામ અંતર્ગત ફરિયાદી/અરજદારો ને અત્યાર સુધીમાં રૂ.૬,૭૦,૨૮૨/- પરત અપાવવામાં આવેલ.
અપીલ:
આથી પોરબંદર સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે ઓનલાઈન ટીકીટ બુકિંગ અને ઓનલાઈન ક્રેડીટ કાર્ડ /ડેબીટ કાર્ડ ગીફ્ટ ફ્રોડ ફાઈનાન્સીયલ ફ્રોડ તથા ફેસબુક ઈસ્ટ્રાગ્રામ તથા ન્યુડ વિડીયો કોલ તથા ગૂગલ પરથી કસ્ટમર કેર નંબર મેળવતા સમયે ખરાઈ કરવી અને હંમેશા જે તે કંપની/બેંકની ઓફિશિયલ વેબસાઈટ પરથી જ કસ્ટમર કેર નંબર મેળવવાનો આગ્રહ રાખવો. તેમજ કોઈ પણ અજાણ્યાના કહેવા પર રીમોટ ડેસ્કટોપ શેરીંગ એપ્લીકેશન જેવી કે ટીમ વ્યુઅર, એનીડેસ્ક, અવ્વલ ડેસ્ક વિગેરે જેવી ડાઉનલોડ કરવી નહિં.
કામગીરી કરનાર : આ કામગીરીમાં પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન PI કે.એમ.પ્રિયદર્શી, PSI એસ.કે.જાડેજા, ASI એ.આર.ચૌહાણ, ASI કે.બી. ઓડેદરા, HC વી.પી. દીક્ષિત,UPC જયેશભાઈ જી. મારૂ તથા WPC અંજનાબેન બાવનભાઈ વિગેરે રોકાયેલ હતા