પોરબંદર માં બે દીવસ પહેલા ગરબી જોવા ગયેલા યુવાનના ઘરેથી સ્કૂટરની ચોરી થઇ હતી જે બનાવ નો ભેદ ઉકેલી પોલીસે ચોરાયેલા સ્કુટર સાથે એક સખ્શ ને ઝડપી લીધો છે.
પોરબંદર ના કીર્તિ મંદિર પાછળ રહેતા દેવુભાઇ ખીમજીભાઇ ગોહિલ નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે બે અઢી વર્ષ પહેલા તેનો મિત્ર હિરેન રામજીભાઈ ગિરનારી અમદવાદ નોકરી કરવા માટે ગયો ત્યારે તેનું સ્કૂટર દેવુને વાપરવા માટે આપ્યું હતું. અને તારીખ ૨૦/૧૦ ના રાત્રે દેવુ ગરબી જોવા માટે ગયો હતો અને સ્કૂટર ઘરની બહાર પાર્ક કર્યું હતું. ગરબી જોઈને રાત્રે એક વાગે આસપાસ તે પરત આવ્યો. ત્યારે સ્કૂટર ગુમ થઈ ગયું હતું. આજુબાજુમાં તપાસ કરવા છતાં તેનો પતો મળ્યો ન હતો. આથી અજાણ્યા ચોર સામે રૂ।.૩૫,૦૦૦નું આ સ્કૂટર ચોરી લીધાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તુરંત હરકત માં આવી હતી અને બાતમીદારો ને કામે લગાડાયા જતા જેમાં પોલીસ ને બાતમી મળી હતી કે આ ચોરાયેલા સ્કુટર સાથે એક સખ્શ શહીદ ચોક પાસે થી નીકળ્યો છે. અને જલારામ મંદિર પાસે જવાનો છે. આથી પોલીસે વોચ ગોઠવી હતી. અને ચોરાયેલા સ્કુટર સાથે એક સખ્શ પસાર થતા તેને અટકાવી સ્કુટર ના કાગળો માંગતા તે ગોળ ગોળ જવાબ આપતો હતો. આથી પોલીસે તેનું નામ પૂછતા પોતે જીગર લાલજી ગોસિયા (ઉવ ૩૦)હોવાનું અને પોતે ખારવાવાડ માં જલારામ મંદિર પાસે રહેતો હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે તેની આકરી પુછપરછ કરતા પોતે આ સ્કુટર બે દિવસ પહેલા કિર્તીમંદિર પાછળ થી ચોર્યું હોવાની કબુલાત આપી હતી. પોલીસે તેની વધુ પુછપરછ હાથ ધરી છે.