રાજકોટ પોરબંદર ટ્રેન માં પોરબંદર આવેલા ગોંડલના મહિલા મુસાફરનું પર્સ અને મોબાઈલ સ્ટેશન ના મુસાફિરખાના માંથી મળી આવતા રેલ્વે પોલીસે પરત કર્યા હતા.
પોરબંદર રેલ્વે સ્ટેશન ખાતે રાજકોટ-પોરબંદર ઇન્ટરસીટી ટ્રેન આવતા તેના મુસાફરખાનામાં રેલ્વે પોલીસ જમાદાર કેતનગીરી તથા રણજીતભાઇ તથા રેલ્વે કર્મચારી દીક્ષીતભાઈ દ્વારા તપાસ હાથ ધરતા ત્યાથી એક ગ્રે કલરનું લેડીઝ પર્સ મળી આવ્યું હતું. જે પોલીસ ચોકી લાવી ચેક કરતા એમાં મોબાઇલ,રોકડ તથા ઇમીટેશન જ્વેલરી મળેલ હતી. જે અંગે તપાસ કરતા આ પર્સ ગોંડલમાં રહેતા સાદીયાબેન મહમદહુન મટારી (રહે. અલમદાનગર રૂપાવડી, ગોંડલ) નું હોવાનું સામે આવ્યું હતું. આથી તેઓ નો સંપર્ક કરી તેને તથા તેના ભાઇને પર્સ તથા મોબાઇલ પરત કર્યા હતા.
આ સરાહનીય કામગીરી હેડકોન્સ્ટેબલ કેતનગીરી તથા હેડ કોન્સ્ટેબલ રણજીતભાઇ તથા રેલ્વે કર્મચારી દિક્ષીતભાઇ દ્વારા કરવામાં આવી હતી.