પોરબંદર ના બરડા ડુંગર માં પોલીસે વધુ ૨ સ્થળો એ દેશી દારૂ ની ભઠ્ઠીઓ નો નાશ કર્યો છે જો કે બન્ને સ્થળો એ દારૂ ના ધંધાર્થીઓ હાજર મળી આવ્યા ન હતા.
રાણાવાવ પોલીસ ને બાતમી મળી હતી કે બરડા ડુંગરના ફૂલજર નેસથી પૂર્વે અડધો કિ.મી. દૂર ચેકડેમ અને પાણીની જર પાસે દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. આથી પોલીસે દરોડો પાડતા ભઠ્ઠી ચલાવનાર રાણપર ગામનો ભીખા માંડા મોરી હાજર મળી આવ્યો ન હતો. આથી પોલીસે ત્યાંથી ૧૦૦૦ લીટર આથો, બેરલ સહિત ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ।. ૨૯,૮૭૫નો મુદામાલ કબ્જે કર્યો હતો. એજ રીતે ફૂલજર નેસ માં પણ પોલીસે દરોડો પાડતા ભઠ્ઠી નો સંચાલક લાખા દાસા મોરી હાજર મળી આવ્યો ન હતો. આથી ત્યાંથી પણ પોલીસે ૪૦૦ લીટર આથો સહિત ભઠ્ઠીના સાધનો મળી ૧૩,૨૫૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. એક તરફ વન વિભાગ બરડા જંગલ સફારી ની કામગીરી માં વ્યસ્ત હોય તેમ દારૂ ના ધંધાર્થીઓ ને મોકળું મેદાન મળી રહ્યું છે. આથી પોલીસ દ્વારા અવારનવાર બુટલેગરો પર તવાઈ બોલાવી ભઠ્ઠીઓ નો નાશ કરવામાં આવી રહ્યો છે