પોરબંદર જીલ્લા માં દેશી વિદેશી દારૂ ના ધંધાર્થીઓ પર પોલીસે તવાઈ બોલાવી અનેક દરોડા પાડ્યા છે જેમાં રાણાબોરડી ગામના પાટીયા પાસેથી સ્કૂટરમાં વિદેશી દારૂની ૪૨ બોટલ લઇને જઇ રહેલા રાણાવાવના શખ્શને પકડી પાડયો છે અને દારૂની આ હેરાફેરીમાં જામસખપુરના શખ્શની સંડોવણી ખુલતા તેની સામે પણ ગુન્હો દાખલ થયો છે.
રાણાવાવ પોલીસ સ્ટેશના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ સંયુકત હકીકતના આધારે બોરડી ગામના પાટીયા પાસેથી લખન મુકેશ કીલાણી ઉ.વ. ૨૩ રહે. રાણાવાવ સ્ટેશનપ્લોટ, રામાપીરના મંદિર પાસે, જિ. પોરબંદરવાળાને પોતાના મોટરસાયકલ ટી.વી.એસ. જ્યુપીટર, કિ. રૂા. ૨૫૦૦૦વાળામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૮૦ એમ.એલ.ની બોટલ નંગ ૪૨ કિ. રૂા. ૩૨૭૬ મળી કુલ કિ. રૂ।. ૨૮,૨૭૬ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવહી કરી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.આ દારૂ તે સખપુર ગામે રહેતા વેજા રાજાભાઈ કોડીયાતર નામના શખ્સ પાસે થી લાવ્યો હોવાની કબુલાત આપતા પોલીસે વેજા સામે પણ ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
બરડા ડુંગરમાં ભઠ્ઠીનો નાશ
બરડા ડુંગરના વીજફાડીયાનેશમાં રહેતા ચના હાદા કટારાએ મોટાપાયે દારૂ નું ઉત્પાદન ડુંગર વિસ્તારમાં શરૂ કર્યુ હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જો કે ચના હાદા સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો પરંતુ ૨૦ હજાર રૂપિયાનો ૮૦૦ લીટર આથો, બેરલ નળી સહિત દારૂ ની ભઠ્ઠીના સાધનો મળી ૨૫,૩૭૫નો મુદામાલ કબ્જે કર્યો હતો.
કાટવાણા નજીક ૧૨ બાચકા દારૂ સહિત મુદામાલ કબ્જે
બગવદર પોલીસ ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે એવી બાતમી મળી હતી કે કાટવાણા નજીક સરમણીવાવથી એક કિ.મી. દૂર હનુમાન મંદિર પાછળ બાવળની કાટમાં કાદીનેશના બાલુ ભુરા કટારા અને રૂપામોરા નેશના બાંગર ઢુલા કટારા મોટી માત્રામાં દારૂ છુપાવી રહ્યા છે તેથી પોલીસે ત્યાં દરોડો પાડયો હતો જેમાં બાલુ અને બાંગર હાજર મળી આવ્યા ન હતા પણ ૧૨ બાચકામાં ૬૦૦ લીટર દારૂ મળ્યો હતો. ૧ લાખ ૨૦ હજારનો આ દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.
આદિત્યાણા-પોરબંદર રોડ ઉપર દારૂની હેરાફેરી
બોખીરા સતિઆઇના મંદિરથી જ્યુબેલીપુલ તરફ જતા રસ્તે રહેતા દિલીપ ઉર્ફે ભુવો વીનુ ઓડેદરા ૫૦ હજારના સ્કૂટરમાં ૧૫ હજાર રૂ .નો ૭૫ લીટર દારૂ લઇ પોરબંદર-આદિત્યાણા રોડ પર નીકળ્યો ત્યારે શ્રીરામના પાટીયા પાસેથી સ્કુટર અને દારૂ મળી ૬૫ હજારના મુદામાલ સાથે દિલીપની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછ કરતા આ દારૂ તેણે આદિત્યાણાના બાયપાસ રોડ પર રહેતા નામચીન બુટલેગર કાના જીવા ગુરગુટીયા પાસેથી લીધાની કબુલાત કરતા તેની સામે પણ ગુન્હો દાખલ થયો છે અને દિલીપ ઉર્ફે ભુવો આ દારૂ જાવરની મહિલા કાંતા મુળજી મોતીવરસને વેચાતો આપવા જતો હતો તેવી કબુલાત કરતા પોલીસે કાંતા સામે પણ ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
