Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના કુછડી ગામે સરપંચ સહીત બાવન શખ્સો સામે ખનીજચોરીની પોલીસ ફરિયાદ

પોરબંદરના કુછડી ગામે સ્ટેટમોનીટરીંગ સેલની ટીમે ગેરકાયદે ખાણો માં દરોડા પાડી ૧૫ ગેરકાયદે ખાણ ઝડપી સ્થળ પર થી 2 કરોડ નો મુદામાલ કબ્જે કર્યા બાદ ગામના સરપંચ સહીત ૫૨ શખ્સો સામે ખનીજચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોરબંદર ના કુછડી ગામે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમેં સ્થાનિક ખાણ ખનીજ કચેરીની ટીમ સાથે રાખી સંયુક્ત તપાસ હાથ ધરી બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનીજના બિન અધિકૃત ખનન,વહન,સંગ્રહ અંગેની તપાસ કરતા તપાસ દરમ્યાન ૧૫ ગેરકાયદે ખાણો મળી આવતા સ્થળ પર થી ૪૦ ચકરડી મશીન, ૧૧ ટ્રેકટર, ૪ ટ્રક તથા એક જે.સી.બી. મશીન મળી 2 કરોડ નો મુદામાલ સીઝ કરી વિસાવાડા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો હતો. અને આ ગેરકાયદે ખનન અંગે એસ એમ સી ટીમે તપાસ હાથ ધરી ત્રણ અલગ અલગ એફ.આઇ.આર.નોંધાવી છે.

સ્ટેટ મોનીટરીંગ સેલના હેડકોન્સ્ટેબલ જનકસિંહ ઝાલાએ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ ખાણમાંથી ૮ શખ્સોને પકડી લેવામાં આવ્યા છે તથા પાંચ આરોપીઓ વોન્ટેડ છે. જેઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી આગોતરું આયોજન કરી અલગ અલગ ખાણમાં ગેરકાયદેસર ખનન શરૂ કર્યું હતું. ખનન માટેના ગેરકાયદેસર સાધનો વસાવી ખાણમાં ઉતરાવ્યા હતા. પકડાયેલા મજુરો ચોરવાડના ડાયા મેઘા ચુડાસમા, જામરાવલના રામદે રામા કાગડીયા, મોહન લીલા ચૌહાણ, ચોરવાડના ધીરુ ભીમા ડાભી, રામજી ડાયા મેર, ધીરુ ભાણા ભાદરકા, રામજી ભાયા પંડિત અને દિનેશ ભીખા સેવરા મારફત લીઝ વગર કે સરકારની મંજુરી કે પરવાનગી વગર લાઈમસ્ટોન બેલાની ખાણમાં ખનન કરી સરકારની સહમતી વિના લાઈમસ્ટોન બેલાની ચોરી કરી કરાવી રહ્યા હતા.

અને ચોરી કરી મેળવેલ ખનીજ ચુના પથ્થર બેલાનું વહન કરનાર વાહન માલીકો, ખોદકામ કરનાર મજુરો અને ડ્રાઈવર વગેરેએ ગેરકાયદેસર રીતે ખનીજચોરી કરી છે. જેમાં વોન્ટેડ આરોપીઓમાં કુછડી ગ્રામપંચાયતના સરપંચ અને ખાણ માલીક નાગા ભીખા, કુછડીનો ખાણ માલીક રાજુ, ટ્રેકટર ચાલક પ્રતાપ કારા કુછડીયા, પોરબંદર રહેતો ખાણમાલીક રામભાઈ અને ટ્રેકટરટ્રોલીનો ચાલક કુછડી રહેતો લાખણશી છગન ઓડેદરા સામે ફરિયાદ નોંધાઈ છે.

બીજી ફરીયાદ સ્ટેટ મોનીટરીંગ સેલના અનઆર્મ્ડ હેડકોન્સ્ટેબલ તિરુણસિંહ સરવૈયાએ નોંધાવી છે જેમાં કુલ ૧૪ શખ્સો દરોડા વખતે હાજર મળી આવ્યા હતા. જેમાં ટ્રકડ્રાઈવર વનાણાના રમેશ મુરૂઓડેદરા, મુળ ભારવાડા અને હાલ પીપળીયા રહેતા ટ્રક ડ્રાઈવર લખમણ નાગા બાપોદરા, કુછડી રહેતા ટ્રેકટર ડ્રાઈવર અજીત રામ ઓડેદરા, કલીનર ધના નાથા હુણ, મુળ બીહાર તથા હાલ ભાવિનભાઈની વાડીએ કુછડી રહેતા અને ચોરી કરવામાં બેલા કાઢવામાં મદદરૂપ બનનાર મજુર ભોલાશંકર મુનેશ્વર સૈની તથા ગેરકાયદેસરીતે કાઢી ચોરી કરી મેળવવામાં આવતા લાઈમસ્ટોનની દલાલી કરનાર બોખીરાના રામ ગીગા કેશવાલા તથા ખાણમાં મજુરી કરી ચોરી કરવામાં મદદરૂપ બનનારા મજુરો કુછડીમાં ખાણવાળા હમીરભાઇની વાડીએ રહેતા રમેશ ભગીદંર સૈની, નારાયણ દુખી ચોપાલ, જામુનકુમાર મહેશ્વર સૈની, સુરેન્દ્રકુમાર ચંદ્રસેન સૈની, રામબહાદુર રામેશ્વર સૈની, મુળ ચોરવાડ તથા હાલ ખાણવાળા હાજાભાઈની વાડીએ રહેતા વીજય કાના ભરડા, નીલેશ અરજણ વાઢેર, રાજુ હરીશ વાઢેર વગેરે સ્થળ ઉપર હાજર હતા.

તેથી તેઓની સામે કાર્યવાહી કરવામાં આવી હતી જયારે હાજર નહી મળી આવેલ અને ગેરકાયદેસર ખાણ ચલાવનાર પાંચ ખાણમાલીકો માધવપુરના બાલુ ઉર્ફે મામા, પોરબંદરના ભાવીન વેલજી કોટીયા, એભા દાસા, ઓડદરના હમીર અરશી અને કાટવાણાના હાજા ઉપરાંત ટ્રેકટર ડ્રાઈવર બોખીરાના સુમીત નાગા સામે ઉપરાંત તપાસ દરમીયાન જે મળી આવે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ત્રીજી એફ.આઇ.આર. હેડકોન્સ્ટેબલ વિજયભાઈ ધાંધર દ્વારા નોંધાવાઈ છે જેમાં જણાવ્યું હતું કે દરોડો પાડવાંમાં આવ્યો ત્યારે પકડાયેલા ૧૧ શખ્સો ભાણવડ નજીક ઢેબર ગામ જુસબ હાજી હીંગોરા, મુળ જામરાવલ તથા હાલ કુછડી રહેતા સુરેશ માલદે ગામી, લખમણ માલદે ગામી, રીણાવાડા વાડી વિસ્તારના સરમણ પરબત રાતીચા, કુછડીના કરણ દુલા કુછડીયા, ગળુના પાટીયા પાસે રહેતા રાણા બાલા રબારી, મુળ જામરાવલ તથા હાલ કુછડી રહેતા કમલેશ માલદે ગામી, રોકડીયા હનુમાન મંદીર પાછળ શીતલપાર્કમાં રહેતા હીરેન કરશન ઓડેદરા, કડીયાપ્લોટના રામ પરબત મોઢવાડીયા અને કુછડીના જેતા લખમણ કોડીયાતર સામે જે તે સમયે કાર્યવાહી થઇ હતી, તે ઉપરાંત વોન્ટેડ આરોપીઓ તરીકે પોરબંદરના અજય ખુંટી, અરજણ મોઢવાડીયા, લખા મોઢવાડીયા, કુછડીના કરણ દુલા કુછડીયા, રામ મોરી, રીણાવાડાના પ્રતાપ પરબત રાતીયા, પોરબંદરના મીલન અને મસરીબાપા કેશવાલા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

સીધી પોલીસ ફરિયાદ થતા ખનીજચોરો માં ફફડાટ
પોરબંદરનું વહીવટીતંત્ર કે ખાણ ખનીજ ખાતું જયારે દરોડા પાડે ત્યારે સીધી પોલીસ ફરિયાદ નોંધાવવાના બદલે માપણી કરે છે. ત્યાર બાદ નોટીસો મોકલે છે. અને દંડ ભરપાઈ થાય નહી તો ફરિયાદ નોંધાવે છે. જયારે સ્ટેટ મોનીટરીંગ સેલે સરકારી જમીન પર ખુલ્લેઆમ ખનીજચોરી કરી રહેલા શખ્સો સામે સીધી પોલીસ ફરિયાદ નોંધીને કડક કાર્યવાહી કરતા ખનીજચોરો માં ફફડાટ જોવા મળે છે
૩૩ શખ્સો સ્થળ પર થી મળી આવ્યા ૧૯ વોન્ટેડ
એસ એમ સી ના દરોડા દરમ્યાન ૫૨ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ૩૩ શખ્સો સ્થળ પરથી મળી આવ્યા હોવાથી તેની અટકાયત કરવામાં આવી હતી. પરંતુ જે ખાણ માલીકો અને અન્ય ૧૯ શખ્સો વોન્ટેડ છે તેની સામે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે