આદિત્યાણા ગામે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા ના ફાર્મ હાઉસ ની બહાર સૂકા પાંદડા બાળીને 30 રૂપિયાનું નુકસાન કરવામાં આવતા બગીચાના ઇજારાદારે અજાણ્યા શખ્સ સામે રાણાવાવ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી છે.
મૂળ ભાણવડ ગામે પોલીસ સ્ટેશન સામે તથા હાલ આદિત્યાણા ગામે બાબુભાઈ બોખીરીયાના ફાર્મ હાઉસમાં રહેતા અનિલ કેશુભાઈ મકવાણા નામના બગીચાના ઈજારેદાર યુવાને રાણાવાવ પોલીસ મથકમાં નોંધાવેલ નોન-કોગ્નિઝેબલ ફરિયાદ મુજબ તેમણે બાબુભાઈ બોખીરીયા ના ફાર્મ હાઉસ નો ઇજારો રાખ્યો છે. કોઈ અજાણ્યા શખ્સે તારીખ 6/ 1 ના રાત્રે કોઈ પણ સમયે આદિત્યાણાના કાદી વિસ્તારમાં આવેલા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા ના ફાર્મ હાઉસની પશ્ચિમ બાજુની દીવાલ નજીક નાળિયેરી અને સાગના ખરી ગયેલા સુકા પાનમાં બાબુભાઈ બોખીરીયા ની માલિકીની સંપત્તિને નુકસાન પહોંચાડવાના હેતુથી ઈરાદાપૂર્વક આગ લગાડીને નાળિયેર અને સાગના સુકા પાંદડા બાળી નાખી 30 રૂપિયાની નુકસાની કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.