Tuesday, November 5, 2024

|| तुम रक्षक काहू को डरना ||

નાગકા ગામે ખેડૂત પાસે ૧૫ લાખ ની ખંડણી માંગતા પોલીસ ફરિયાદ

નાગકા ગામે ખેડૂત ને જમીન વેચાણ ની રકમ માંથી ૧૫ લાખ ની ખંડણી ચુકવવા ધમકી આપ્યા ની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોરબંદર ના નાગકા ગામે ગડુ જતા રસ્તે વાડી વિસ્તાર માં રહેતા અનીલ લખમણભાઈ મોઢવાડીયા (ઉવ ૪૫)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગામના માથાભારે માણસ તરીકે છાપ પરાવતા ભીમાભાઈ માલદેભાઈ રાણાવાયા ઉર્ફે સંઘાડીયા છાપ વાળાને અનિલે તેની જમીન ગામના નવઘણ રાણાવાયાને વેચેલ અને તેના પૈસા આવેલ હોવાની જાણ થઇ હતી આથી ભીમા એ અનીલ પાસેથી રૂપીયા એકવીસ લાખ પડાવવાના ઇરાદે છેલ્લા બે મહિના પહેલા ફોન કરી કહેલ કે તુ મારા ઘરે આવજે મારે તારૂ પ્રસર્નલ કામ છે. જેથી તે સાંજના આઠેક વાગ્યે એકલો ભીમાની વાડી એ ગયો હતો ત્યારે ભીમા એ કહેલ કે તે તારી ૩૩ વિધા જમીન આપણા ગામના નવધણ મૂરૂ રાણાવાયાને વેચેલ છે જે બાબતે એકવીસ લાખ રૂપીયા મને આપવા પડશે.

જેથી અનિલે કહેલ કે આ પૈસા મારી કાયદેસરની જમીનના છે. એમા તમને મારે સેના આપવાના તેમ કહેતા ભીમા એ ગામમા કોઈ પણ જમીન વેચે ત્યારે હું બધા પાસેથી પૈસા લઉં છુ અને તારે પણ આપવા પડશે અને તારી જમીનના વધુ રૂપિયા આવેલ છે જે પેટે તારે મને એકવીસ લાખ રૂપીયા અગીયારમા મહીનાની ૧૪ થી ૧૫ તારીખ સુધીમા આપવાના છે. જેથી અનિલે હુ પૈસા આપવાનો નથી પૈસા મારા હકના છે તેમ કહેતા ભીમો એકદમ ઉશ્કેરાઈ જઈ તો તું જોઇ લેજે તેમ ધમકી આપતા અનીલ પાછો ઘરે જતો રહ્યો હતો

અને ત્યાર પછી ગઈ તારીખ ૨૩/૧૦ ના રોજ સાડા અગીયારેક વાગ્યાના અરસામા ભીમા એ અનીલ ને ફોન કરી તુ ફ્રી હોય ત્યારે ફોન કરજે અને તેમ કહી ફોન કાપી નાખેલ અને ત્યાર પછી ગઇ તા.૨૫/૧૦ના રોજ બપોરના એકાદ વાગ્યેથી અનીલ ના ફોનમાં આશરે નવેક ફોન આવેલ અને કહેલ કે તુ મને રૂબરૂ મળજે આપણી તારીખ નજીક આવી ગઈ છે અને ત્યાર પછી રાતના સાડા અગીયારેક વાગ્યાના અરસામા મોટરસાઇકલ લઈને ભીમો અનીલ ની વાડીએ ગયો હતો અને ઘરનો દરવાજો ખખડાવીને અનીલ ને બોલાવ્યો હતો અને ભીમાએ તારે મને એકવીસ લાખ નહી પણ પંદર લાખ આપવા પડશે અને આ રૂપીયા મને આપ પછી જ અહીથી તારો ઘર સામાનનો લબાચો ભરજે નહીતર હુ તને તથા તારા પરીવારને જાનથી મારી નાખી તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો બોલતો- બોલતો ત્યાંથી પોતાનુ બાઈક લઇ ને જતો રહ્યો હતો

ભીમાની ધમકીઓ સાંભળીને અનીલ ના પરીવારના સભ્યો એકદમ ગભરાઈ ગયા હતા ત્યાર બાદ ભીમાના કાયમીના ત્રાસની વાત સબંધીઓ ને કરતા તેઓએ પોલીસ ફરીયાદ કરવાની હિમ્મત આપતાં ભીમા વિરુધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે બગવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે