Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

કુતિયાણા ના મહિલા ફોરેસ્ટર પર હુમલો કરી ફરજ માં રુકાવટ કરવા અંગે ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ

કુતિયાણા ના મહિલા ફોરેસ્ટર પર પશુ છોડાવવા નો દંડ ભરવા મામલે ત્રણ શખ્સો એ નિર્લજ્જ હુમલો કરી ફરજ માં રુકાવટ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ માં અન્ય એક કર્મચારી પણ ઈજાગ્રસ્ત થયો હતો.

કુતિયાણા ગામે ફોરેસ્ટ કોલોની માં રહેતા અને ઇન્ચાર્જ ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા ભીનીબેન દેવશીભાઈ સોલંકી (ઉવ.૩૦) એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગત તા.૫ ના રોજ દેવડા બીટના મરઘા ડુંગર બીટ વિસ્તારમાં અનામત વીડીમાં માલધારીની ભેંસો ચરતી હતી. અને તેના કોઇ માલીક હાજર ન હોવાથી ૫૦ થી ૬૦ ભેંસો ઢોર પુરવાના ડબે રાખી હતી. અને ડબો ફોરેસ્ટ ક્વાર્ટર થી દુર છે. જેથી રાત્રીના સમયે કોઇ શખ્સો ત્યાંથી ભેંસો ને હંકારી ગયા હતા.

શનિવારે તેઓ પોતાની ફરજ પર હતા. ત્યારે ફરીથી પાંચ ભેંસો વીડી માં હોવાથી તેને ફરી ડબ્બે પુરવામાં આવી હતી. જે કામગીરી માં કુલદીપ ભીખુભાઈ જોશી નામનો કર્મચારી પણ તેની સાથે હતો. ત્યાર બાદ કોઈ એ તેને ફોન કરી ભેંસો છોડાવવા આવવાનું કહેતા તેઓ ઢોર ના ડબા ખાતે ગયા હતા. ત્યાં ખાગેશ્રી ગામે ટીંબી નેસ માં રહેતો ભીલાભાઈ રબારી તથા અન્ય બે અજાણ્યા શખ્સો હાજર હતા. જેને ભીનીબેને પાંચ પશુઓ છોડાવવાના રૂ ૫૦૦૦ દંડ ભરવાનું કહેતા તેણે દંડ ભરવાનો ઇન્કાર કર્યો હતો.અને રકઝક કરવા લાગ્યો હતો. અને ભીનીબેન ને ગાળો કાઢી હાથ પકડી અને ખેંચ્યો હતો. અને પટ્ટા ઉતરી જશે તેવી ધમકી આપી હતી.

ત્યાર બાદ ત્રણેય શખ્સો એ ઝપાઝપી કરી ખભા માંથી કપડા ફાડી નાખ્યા હતા. આથી કુલદીપ છોડાવવા વચ્ચે પડતા તેને પણ ગાળો કાઢી ઝપાઝપી કરી હતી. અને ગાળો બોલી બન્ને ને જોઈ લેશે તેવી ધમકી આપી ત્યાંથી ચાલ્યા ગયા હતા. ઈજાગ્રસ્ત ભીનીબેન અને કુલદીપ ને ઈજા થતા સારવાર માટે કુતિયાણા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે