Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

રાણાવાવ ના ખંભાળાની પરિણીતાના નામની ખોટી ફેસબુક આઈડી બનાવી બિભત્સ લખાણ સાથેની પોસ્ટ શેર કરવા અંગે પોલીસ ફરિયાદ

ખંભાળા ગામે રહેતી પરિણીતાના નામની બોગસ ફેસબુક આઈ.ડી.બનાવીને ગામના જ શખ્શે બિભત્સ લખાણ ઉપરાંત એ પરિણીતા ના ફોટા તેમજ વિડીયો શેર કર્યા હતા. ઉપરાંત પરિણીતા ને વોટ્સએપ ઉપર નગ્ન વિડીયો પણ મોકલ્યા હોવા અંગે ભોગ બનનારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રાણાવાવ ના ખંભાળા ગામે રહેતી અને ઘરકામ કરતી પરિણીતા એ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના જ ગામમાં રહેતા સંજય ઉર્ફે મોટો હુકાભાઈ ધામેચાએ તા.૧૨/૪/૨૦૨૨ થી તા.૧૬/૨/૨૦૨૩ દરમિયાન પરિણીતા ની જાણ બહાર તેના નામની બોગસ ફેસબુક આઈડી બનાવી હતી. તથા તે આઈ.ડી પર પોતાના મોબાઈલમાંથી જ પરિણીતાની મંજુરી વગર તેના ફોટો અને વિડીયો બિભત્સ લખાણ સાથે શેર કર્યા હતા. અને પરિણીતા ના વોટ્સએપ ઉપર પોતાના મોબાઈલમાંથી નગ્ન વિડીયો પણ મોકલ્યા હતા, અને આ રીતે સંજયે તે પરિણીતા અને તેના કુટુંબની છબી ખરાબ કરી ગુન્હો કર્યો હોવા અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આઈ.ટી.એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે