પોરબંદર ના ભોમીયાવદર ગામે સવા બે વીઘા જમીન પર પેશકદમી મામલે પિતા પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભોમીયાવદર ગામે રહેતા મેરામણભાઈ રામાભાઈ કારાવદરા (ઉવ ૪૨)નામના ખેડૂતે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેની ભોમીયાવદર ગામે સીમ માં ખારસીયા તરીકે ઓળખાતી વડીલોપાર્જિત ખેતી ની જમીન આવેલી છે. તે જમીન માં પૂર્વ બાજુ એ આવેલી અંદાજે દોઢેક લાખ ની કીમત ની ૩૮૫૫ ચોમી(સવા બે વીઘા)જમીન પર બાજુ માં આવેલી સર્વે નં ૨૩૦ ની જમીન ના માલિક ભીમાભાઇ જેઠાભાઈ કારાવદરા તથા તેના પુત્ર લખમણે ઘણા વર્ષો થી ગેરકાયદે કબજો કર્યો છે. જે અંગે અનેક વાર સમજાવવા છતાં જમીન ખાલી કરતા નથી. આથી આ અંગે તેઓએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે કાર્યવાહી કરવા કલેકટર કચેરી માં અરજી કરી હતી. જે અરજી અન્વયે તપાસ બાદ તેઓને આ અંગે પોલીસ ફરિયાદ કરવા અધિકૃત કરતા તેઓએ પિતા પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે.