Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં વાવાઝોડા સામે પોલીસ સજ્જ:મથકોમાં જનરેટર વાયરલેસ સેવા અને એસપી કચેરી પર હેમ રેડિયો સ્થાપિત કરાયો

બિપરજોય વાવાઝોડાની જ્યારથી આગાહી કરવામાં આવી છે અને તેજ પવન અને વરસાદ પોરબંદર જિલ્લામાં થઈ રહ્યો છે. ત્યારથી પોરબંદર જિલ્લાનું પોલીસ તંત્ર આ આપતિ માં નાગરિકોની સલામતી માટે સાબદું છે.

 વાત પોરબંદર જિલ્લા પોલીસની કરવામાં આવે તો પોરબંદરના દરિયાકાંઠે માધવપુર થી મિયાણી સુધી  વિવિધ ચેકપોસ્ટ તેમજ દરિયાકાંઠામાં જ્યાં લેન્ડ પોઇન્ટ છે ત્યાં નાગરિકો અવર-જવર ન કરે અને તેની સલામતી જળવાય તે માટે પોલીસ રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે.

 ડીવાયએસપી ઋતુ રાબા એ જણાવ્યું હતું કે આશરે સ્થાનો પર પણ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરીને પોલીસ જવાનો બંદોબસ્ત અને મદદ માટે ફરજ બજાવી રહ્યા છે. પોરબંદરની ચોપાટી પર પણ નાગરિકોની સેવામાં બંદોબસ્ત ચાલુ છે.

એસપી રવિ મોહન સૈનિ ના માર્ગદર્શનમાં વાવા ઝોડા સંદર્ભે કોઈપણ પરિસ્થિતિ ઉભી થાય તો ખાસ કરીને પોલીસનું કોમ્યુનિકેશન જળવાઈ રહે નાગરિકોની મદદ થઈ શકે તે માટે અગાઉથી જ કોમ્યુનિકેશન કોમ્યુનિકેશન સેવા સુસજ્જ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય ડિ.વાય એસ. પી. નીલમ ગૌસ્વામી, વિરલ દલવાડી અને સુરજીત મહેડુ અને ટીમમાં પી.આઇ પીએસઆઇ, હેડ કોન્સ્ટેબલ ,પોલીસ કોન્સ્ટેબલ ,હોમગાર્ડ સહિતના જવાનો દિવસે અને નાઈટ પેટ્રોલિંગ પણ કરી રહ્યા છે. બે શિફ્ટમાં કામગીરીને વધારવી દેવામાં આવી છે.

પોલીસ મથકોમાં વાયરલેસ ઉપરાંત લાંબા અંતરે કોમ્યુનિકેશન જળવાઈ રહે તે માટે એસપી કચેરી પર હેમ રેડિયો પણ સ્થાપિત કરવામાં આવ્યો છે. પોલીસ મથકોમાં વીજ પુરવઠો પ્રભાવિત થાય તો જનરેટર પણ મૂકી દેવામાં આવ્યા છે. પેટ્રોલિંગ દરમિયાન રસ્તા પર ઝાડ પડ્યા હોય કે વીજ વાયર તૂટે  તો પોલીસ દ્વારા તાત્કાલિક સંબંધિત કંટ્રોલરૂમમાં જાણ કરી પરિસ્થિતિને પૂર્વવત કરવા સંબંધિત એજન્સીને જાણ કરવામાં આવે છે. બીજી તરફ કલેકટર, એસપી અને ડીડીઓ , ફોરેસ્ટ આ ઉપરાંત બહારથી ડિપ્લોય કરવામાં આવેલી એન.ડી.આર.એફ એસ ડી.આર.એફ સહિતના તંત્રની ટીમો પણ સંકલનથી સર્વગ્રાહી રીતે આ પરિસ્થિતિમાં લોકોની સલામતી જળવાઈ તે માટે કામગીરી કરવામાં આવી રહી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે