Sunday, September 8, 2024

|| तुम रक्षक काहू को डरना ||

રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા હરિયાળૂ પોરબંદર મિશન અંતર્ગત ૧૦૮ વૃક્ષો નું વાવેતર

રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા પોરબંદરને હરિયાળું બનાવવા માટેના મિશનના ભાગરૂપે રવિવાર, 14 જુલાઈના રોજ સશસ્ત્ર સીમા બલ, ગાયત્રી મન્દિર ની સામે ના કમ્પાઉન્ડમાં 108 વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે રોટરી ક્લબ પોરબંદર, રાજા કિશન ફાઉન્ડેશન, ઇનર વ્હીલ ક્લબ અને સશસ્ત્ર સીમા બલના સહિયારા પ્રયાસોથી કાર્યાન્વિત કરવામાં આવ્યો. આ પ્રવૃત્તિનો હેતુ પોરબંદરમાં હરિયાળી વધારવી અને પર્યાવરણનું સંરક્ષણ કરવાની સાથે જ જનજાગૃતિ લાવવાનો છે. આ પ્રસંગે રોટરી ક્લબ પોરબંદર, રાજા કિશન ફાઉન્ડેશન, ઇનર વ્હીલ ક્લબ અને સશસ્ત્ર સીમા બલના સભ્યોએ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કાર્યક્રમને પ્રોત્સાહિત કર્યો. આ પ્રોજેક્ટ દ્વારા પોરબંદરમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવા માટેનો મહત્વનો પગલું ભરવામાં આવ્યું છે.

રોટરી ક્લબ આ પ્રોજેક્ટમાં યોગદાન આપનાર તમામ દાતા, સહભાગી, અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો.જેમાં આ પ્રોજેક્ટના ચેઈરમેન રો કાલાભાઈ ભેટરિયા કે જેમણે ખાડા કરવા, ટ્રી ગાર્ડ બનાવવા, રોપાનું સિલેકશન થી લઈ બધી જવાબદારી લીધેલી છે તેનો ઉપરાંત સશસ્ત્ર સીમા બલ ના ઇન્સ્પેક્ટર વૈશ્નવ જેના, ઇન્સ્પેક્ટર કારાભાઇ કાનાભાઇ, HC રાજપાલ સિંઘ તથા CT કિરણ કુમાર સોલંકીનો પણ આભાર વ્યક્ત કરાયો હતો.

આ પ્રસંગે પ્રમુખ રો દિવ્યેશ સોઢા એ જણાવ્યું હતું કે શહેરને હરિયાળું બનાવવા માટેના મિશનના ભાગરૂપે 14 જુલાઈના રોજ સશસ્ત્ર સેવા બલના કમ્પાઉન્ડમાં 108 વૃક્ષો વાવવા માટેનો પ્રોજેક્ટ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. રોટરી ક્લબ પોરબંદર, રાજા કિશન ફાઉન્ડેશન, ઇનર વ્હીલ ક્લબ અને સશસ્ત્ર સીમા બલના સહિયારા પ્રયાસોથી આ કાર્યક્રમ સફળ બન્યો હતો . આ પર્યાવરણ સુરક્ષાના મહત્વના કાર્યોમાં સૌ નો ઉદાર સહયોગ, સમય, અને મહેનત અમને પ્રોત્સાહન આપે છે. આ પ્રોજેક્ટ માત્ર વૃક્ષારોપણ નથી, પણ પોરબંદરને વધુ હરિયાળું અને સ્વસ્થ બનાવવાનો આપણો સંકલ્પ છે. આવા કાર્યોમાં આપ સૌનો સહયોગ આવકાર્ય છે અને આશા રાખું છું કે ભવિષ્યમાં પણ આપ આ પ્રકારના પ્રોજેક્ટમાં સહભાગી બનશો.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે