Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં ” જુની પેન્શન યોજના” માં સમાવવા પ્રાથમિક શિક્ષકો દ્વારા ધારાસભ્ય ને આવેદન

પોરબંદર માં પ્રાથમિક શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના માં સમાવવા ધારાસભ્ય ને આવેદન પાઠવી રજૂઆત કરાઈ હતી.

પોરબંદર જીલ્લા માં તા. ૧/૦૪/૨૦૦૫ પહેલા ભરતી થયેલ પ્રાથમિક શિક્ષકો દ્વારા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ને આવેદન પાઠવી જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અને શિક્ષકોના સંગઠનો સાથે ૧૬ મી સપ્ટેમ્બરના રોજ ના સમાધાન અન્વયે તા. ૧/૦૪/૨૦૦૫ પહેલા ભરતી થયેલા શિક્ષકોને ‘ જુની પેન્શન યોજના” માં સમાવેશ કરવા અંગે સરકાર દ્વારા જાહેરાત કરાઈ હતી, પરંતુ આજ સુધી આ અંગેનો ઠરાવ કરવામાં આવ્યો નથી. આથી આ બાબતનો ઠરાવ વહેલી તકે કરવામાં આવે તેવી રજુઆત સરકારમાં કરી શિક્ષકો ને જુની પેન્શન યોજનાનો લાભ અપાવવા રજૂઆત માં જણાવ્યું હતું.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે