પોરબંદર માં સરકાર સાથે થયેલ સમાધાન મુજબ શિક્ષકો તેમજ તમામ કર્મચારીઓના પડતર પ્રશ્નો માટે કલેકટર તેમજ ધારાસભ્યને આવેદન આપવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લા શિક્ષક સંઘ ના હોદેદારો તેમજ પોરબંદર જિલ્લા સંયુક્ત કમઁચારી મોરચો એ મુખ્યમંત્રીને સંબોધીને લખેલ આવેદન પત્ર અધિક નિવાસી કલેક્ટર જોષી મારફત પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો હતો.
પ્રાથમિક શિક્ષણ અને તમામ કર્મચારીઓના હિતમાં કેટલાક ઉકેલ માંગતા પ્રશ્નો બાબતે ગુ.રા. સંયુક્ત કર્મચારી મોરચો, ગુ.રા. કર્મચારી મહામંડળ અને ગુ.રા.પ્રા.શિ.સંઘ દ્વારા આંદોલન સહિતના કાર્યક્રમ આપવામાં આવ્યા હતા. સરકાર દ્વારા પ્રશ્નોના ઉકેલ માટે પાંચ મંત્રીઓની કમિટી બનાવી પડતર પ્રશ્નોના ઉકેલ-સમાધાન માટે ગત તા.૧૬/૯/૨૦૨૨ના રોજ મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં મહદ્અંશે પ્રશ્નોનો નિકાલ કરવા સરકારે બાહેંધરી આપેલ.
પરંતુ કર્મચારીઓના મહત્વના પ્રશ્નો (૧) તા.૧/૪/૨૦૦૫ પહેલાં ભરતી થયેલ કર્મચારીઓ હાલ નવી પેન્શન યોજનામાં છે તેમને થયેલ સમાધાન મુજબ જુની પેન્શન યોજનામાં સમાવવા બાબત અને (૨) તા.૧/૪/૨૦૦૫ પછી ભરતી થયેલા કર્મચારીઓને સમાધાન મુજબ સી.પી.એફ.માંસરકાર દ્વારા ૧૦%ને બદલે ૧૪% ફાળો ઉમેરવા બાબત. (3) માગણી મુજબ ૪૫ વર્ષની મર્યાદા બાદ કર્મચારીને પરીક્ષામાંથી મુક્તિ આપવી અને લાભ આપવા. આ બાબતે જે પરીક્ષા ન લેવાઈ હોય તેવા કિસ્સામાં ઉપધો નો લાભ કેસ ટુ કેસ નિર્ણય કરવામાં આવશે તેમ સમાધાનમાં નક્કી થયેલ
ઉપરોક્ત મુખ્ય પ્રશ્રોનું આજદિન સુધી નિરાકરણ ન મળતાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની તા.૩૦/૭/૨૦૨૩ના કરમસદ, જિ.આણંદ ખાતે મળેલ કાર્યવાહક (સંકલન) સભામાં પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યક્રમ આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતુ. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલના ના આદેશ મુજબ તારીખ ૧૯/૮/૨૦૨૩ જિલ્લા લેવલે કલેક્ટર કચેરી એ પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હિરેનભાઈ ઓડેદરા, મહામંત્રી મનોજભાઈ મૈત્રા જિલ્લા સંઘના હોદ્દેદારો ,ગુ.રા.પ્રા. શિ.સંઘના મહિલા હોદ્દેદાર લીલુંબેન જાડેજા પોરબંદર જિલ્લા કર્મચારી મહામંડળ ના પ્રમુખ હિતેષભાઈ ભુતીયા તેમજ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ પોપટભાઈ ખુટી,રમેશભાઈ ઓડેદરા, તાલુકા સંઘના મંહામંત્રી નવઘણભાઈ ચૌહાણ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને લખેલ આવેદનપત્ર અધિક નિવાસી કલેક્ટર જોષીને આપ્યું હતુ.
આ ઉપરાંત પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા અને કુતિયાણાના ધારાસભ્ય કાંધલ ભાઈ જાડેજાને પણ આવેદનપત્ર સુપ્રત કરી આ બાબતે સરકારમાં રજૂઆત કરવા જણાવ્યું હતું . તેમજ વહેલી તકે નિવારણ ન આવે તો આગામી સમયમાં જલદ કાર્યક્રમો યોજવામાં આવશે તેવી પણ ચીમકી આપી હતી
પોરબંદર જીલ્લા ના વિવિધ સમાચારો વોટ્સેપ પર મેળવવા માટે pt લખી ૯૯૨૪૧ ૮૭૩૮૩ નંબર પર વોટ્સેપ કરો




