કુતિયાણા માં પતંજલિ બ્રાન્ડ ગાયના ઘીનો નમૂનો સબસ્ટાન્ડર્ડ થતાં રિટેલર,માર્કેટિંગ અને ઉત્પાદકતા પેઢી સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરી ૩.૯૦ લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે.
પોરબંદર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કુતિયાણા ની સંતોષી સેલ્સ એજન્સી ખાતે થી પતંજલિ બ્રાન્ડ ગાયના ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો જેનું પરીક્ષણ કરવામાં આવતા પરિણામ સબસ્ટાન્ડર્ડ જાહેર થયું હતું. આથી જિલ્લા એડજયુડીકેટીંગ ઓફીસર અને અધિક નિવાસી કલેકટર જે બી વદરની કોર્ટમાં એડજયુડીકેટીંગ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં વિક્રેતા, ઉત્પાદક અને માર્કેટર પેઢીને કુલ ૩લાખ ૯૦હજારનો દંડ કરવામાં આવ્યો છે.
ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ ના ધારા હેઠળ ઘીનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં ઘીની વિક્રેતા પેઢી સંતોષી સેલ્સ એજન્સી,કુતિયાણાને રૂા.૧૫,૦૦૦ હજારનો દંડ,ઘીની માર્કેટર પેઢીના નોમીની તેમજ પેઢીને સંયુક્ત રીતે રૂા.૧,૫૦,૦૦૦ અને ઉત્પાદક પેઢીના નોમિની તેમજ ઉત્પાદક પેઢી મે.પતંજલિ ફૂડ્સ લીમિટેડને સંયુક્ત રીતે રૂા.૨,૨૫,૦૦૦નો દંડ કરવા આવ્યો છે.
ઉલ્લેખનીય છે. કે, વહીવટી તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ભેળસેળ કરતી પેઢીઓ ભવિષ્યમાં પણ ખાદ્ય પદાર્થમાં ભેળસેળથી લોકોનું આરોગ્ય જોખમાય તે પ્રકારના ગુન્હાઓનું પુનરાતવર્તન ન કરવા પ્રેરાય અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના પગલે ભેળસેળિયા તત્વો માં ફફડાટ વ્યાપી ગયો છે.