Friday, October 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

સુદામાનગરી થી અખાત્રીજ ના પાવન દિવસે કૃષ્ણ નગરી સુધીની પદ યાત્રા યોજાશે

સુદામા મંદિર ખાતેથી કૃષ્ણનગરી દ્વારકા સુધી ની પદયાત્રા નુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં શ્રી ક્ર્ષ્ણ સુદામા ભક્ત સેવા મંડળ દ્વવારા અખા ત્રીજ નાશુભદિને સવારે પ્રસ્થાન થશે. દ્વારકાધીશ ભગવાન શ્રી ક્ર્ષ્ણ અનેભક્ત સુદામા ની અતૂટ મૈત્રી ના આધ્યાત્મિ સંદેશ સાથે કલિયુગ માં હરિ સ્મરણ તારણ હાર ઉપાય ના ભાવ સાથે આધાત્મિક જન જાગૃતિ ના ઉમદા હેતુ સર પોરબંદર થી દ્વારકા ની પદ યાત્રા નો વિચાર આપનાર પૂ જય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ના સેવક ખીમભાઈ બાપોદરા ના સંકલ્પ થકી પોરબંદર ના સુદામા ભક્ત સેવા મંડળ દ્વવારા પ્રતિ વર્ષ ની જેમ આગામી તા 1o/5/24 ને અખાત્રીજ ના શુભ દિન શુક્રવારે સવારે સુદામા મંદિર ખાતે થી ચોથી પદ યાત્રા નુ ભવ્ય અને દિવ્ય આયોજન કરવા માં આવેલ છે.

આ ચોથી પદ યાત્રા ની પૂર્વ સંધ્યા એ તા 9/5/24 સમી સાંજે સૌ સુદામા ભક્તો માટે શ્રી હરિ મંદિર માં સતસંગ તેમજ ભોજન પ્રસાદ નુ આયોજન કરવા માં આવેલ છે આ પદ યાત્રા માં પૂજ્ય બ્રહ્મ ચારી નારાયણ નદ જી મહારાજ શારદા પીઠ દ્વવારિકા, સોનલ ધામ મઢડા ના આઈ શ્રી પૂજ્ય કંચન માં, સતા ધાર રામેશ્વર મહન્ત શ્રી ગોવિંદ બાપુ ( ગુરુ શામજી બાપુ ), આનંદ ગુફા ગિરનાર જુના ગઢ કેરાળા આશ્રમ ના પૂજ્ય સરસ્વતી માતાજી, સનાતન આશ્રમ ના કેશવા નદ બાપુ, આહીર સમાજ દ્વારિકા જીવણ નાથ ગુરુ શ્રીકરણ નાથ જોડાશે તેમજ સતાપર ના ભુવા આતા અમરા આતા સેવક ગણ સાથે પદ યાત્રા નુ પ્રસ્થાન કરી સાદિપની હરિ મંદરે દર્શન કરી સુદામા મંદિરે થી દ્વારકા સુધી પદયાત્રા માં જોડાશે.

પોરબંદર ના સાંદિપની હરિ મંદિર ના પ્રણેતા રાષ્ટીય સઁત ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના આશીર્વાદ સાથે ઋષિ કુમારો દ્વવારા પૂજા વિધિ, મંદિર પર ધ્વજાં રોહણ અને સંતોના આશીર્વાદ થી પદ યાત્રા સુદામા મંદિર ખાતે થી અખા ત્રીજ ને શુક્રવાર તા 1o/5/24 સવારે શુભ દિને પ્રસ્થાન થશે. પદયાત્રા ના દિવ્ય પ્રસંગે સંતો કુતિયાણા બાલા હનુમાન પૂજ્ય વિશ્વં ભર દાસ બાપુ, જગત ગુરુ શ્રી સૂર્યા આચાર્ય ક્ર્ષ્ણ દેવ નદ ગીરી મહારાજ દ્વવારિકા, પૂજ્ય સ્વામી હરિ પ્રકાશ દાસજી સ્વામિનારાયણ ના સઁતો છાંયા, પોરબંદર ની શ્રી નાથજી હવેલી ના પૂ ગો,108 શ્રી વસન્તં રાયજી મહોદય, હવેલીના જય વલ્લભ મહોદય, પોરબંદર, પૂજ્ય શ્રી નિગમાંનદ સરસ્વતી તથા કલ્યાણનદ સરસ્વતી આર્ષ સઁસ્કૃતિ આશ્રમ કુછડી,રામ – ક્ર્ષ્ણ આશ્રમનાસ્વામી પૂજ્ય આત્મા દીપાનદજી, કુછડી , બ્રહ્મ કુમારી વિશ્વંવિદ્યાલય ના શ્રી ગીતાબેન ( તમામ સેન્ટર ના ભાઈઓ બહેનો ) નિર્વાણ ધામ આશ્રમના સંત પૂજ્ય શ્રી પરમાત્મા નદજી અને સંતો પોરબંદર ગાયત્રી પરિવાર ના સમસ્ત ભાઈ બહેનો,, ગોરસર ના મામાં પાગલ આશ્રમ ના પૂજ્ય વણઘા બાપા ભગત, પોરબંદર ના પૂજ્ય પરસોતમ બાપા તિલક મહારાજ પોરબંદર આર્ય સમાજના ધનજીભાઈ આર્ય પોરબંદર સાંદિપની આશ્રમના ગુરુજનો અને ઋષિકુમાર સહીત સંતો મ હં તો સમાજ શ્રેષઠીઓ હાજર રહી આ દિવ્ય કાર્યક્રમ ને શોભાવશે.

તા 10/5/24 થી 14/5/24 એમ પાંચ દિવસિય પદ યાત્રા નુ પ્રથમ રાત્રી રોકાણ શ્રી મહેર સમાજ વિસા વાડા , બીજી રાત્રી રોકાણ લાંબાદગાઈ માતાજી મંદિર, ત્રીજી રાત્રી રોકાણ કુરગા મુક્તેશ્વર મહાદેવ મંદિર અને ચોથી રાત્રી રોકાણ દ્વારકા સનાતન આશ્રમ રહેશે આ સનાતન આશ્રમ દ્વારકા તા 14/5/24 ના રોજ ભજન કીર્તન સાથે શ્રી દ્વારકાધીશ ના દર્શન કરી આ પદ યાત્રા ની પુર્ણાહુતી થશે અત્રે ઉલ્લેખ નીય છે કે ભગવાન શ્રી ક્ર્ષ્ણ સાથે સંખ્ય ભક્તિ થી જોડાયેલા બાલ સખા” સુદામા ચરિત્ર કથા” તે શ્રી મદ ભાગવત ના દશમ સ્કધ ના 80-81 અધ્યાય માં આલેખયેલી છે, શ્રી મદ ભાગવત નો આધાર લઈ ને ભક્ત કવિ નરસિંહ મહેતા તથા સુપ્રસિદ્ધ આખ્યાન કાર કવિ પ્રે માં નંદે “ સુદામા ચરિત્ર “ લખ્યું છે એમ કહેવાય છે કે પોરબંદર થી સુદામા જી દ્વવારિકા ધીશ શ્રી ક્ર્ષ્ણ ને પદ યાત્રા કરીને મળવાદ્વારિકા ગયા હતાં અંકિચન સુદામા ની પત્ની ભૂખ્યા બાળકો નુ દુઃખ અસહ્ય બનતા સુદામાની પત્ની પતિને ભગવાન શ્રી ક્ર્ષ્ણ નીમૈં ત્રી નુ સ્મરણ કરાવી ને કંઈક પામવાની આશાએ શ્રી ક્ર્ષ્ણ પાસે જવા વિનવે છે

આ ખ્યા ન કાર કવિ પ્રેમા નદ સુદામા ચરિત્ર માં આ ઉલ્લેખ કરે છે કે “એ જ્ઞાન મને ગમતું નથી ઋષિ રાયજી, રૂએ બાળક લાવો અન્ન લાગુ પાયજી, અન્ન વિના ભજન સૂઝે નહિ ઋષિ રાયજી જીવે આખુ જગત લાગુ પાયજી રે શિવે અન્નપૂર્ણા ઘરે રાખ્યા ઋષિ રાયજી રે, રવિ એ રાખ્યું અક્ષય પાત્ર લાગુ પાયજી રે, ઉધ્યમ નિષ્ફ્ળ જશે નહિ ઋષિ રાયજી રે, જઈ આવો હરિ બળદેવ લાગુ પાયજી રે “ આ સાંભળી ને સુદામા જી કહે છે કે હે! કલ્યાણી તમારા આગ્રહ ને વશ થઈને મિત્ર દ્વારકાધીશ ને મળવા ચોક્કસ જઈશ ત્યારે સુદામા પત્ની ભાવ વિભોર બનીને સુદામા જીને કહે છે કે તમારી અતૂટ મૈત્રી નો લાભ રસ્તામાં ભક્તો ( શ્રીકૃષ્ણ ) ને મળશે ભક્ત ખુશ થશે અને ભક્તો ખુશ થવાંથી શ્રી ક્ર્ષ્ણ ભગવાન પણ ખુશ થશે સાથે સાથે રસ્તા માં થી ભક્તો જોડાશે અને સત સંગ સાકીર્તન અને ધર્મ લાભ નો પણ ભક્તો ને મળી રહેશે અને લોક કલ્યાણ ની ભાવના ચરિતાર્થ થશે પત્ની પડો સ માંથી માંગી આવેલા પૌઆ ( તાન્દુલ ) શ્રી ક્ર્ષ્ણ ને ભેટ આપવા માટે પતિને બાંધી ને આપે છે અને તેઓ પોરબંદર સુદામા પુરી થી દ્વારકા પદ યાત્રા કરીને જાય છે શ્રી ક્ર્ષ્ણ સુદામા ની અતૂટ મૈત્રી ના આ આધ્યાત્મિક સંદેશ સાથે કળિયુગ માં હરિ સ્મરણ તારણ ઉપાય એવા ભાવ સાથે આધ્યાત્મિક જન જાગૃતિ ના ઉમદા હેતુ સર પોરબંદર દ્વવારિકા ની પદયાત્રા નો ઉમદા વિચાર આપનાર ઉજ્જૈન માં સાંદિપની આશ્રમ માં શ્રી ક્ર્ષ્ણ – સુદામા બંને સાથે અભ્યાસ કરતા હતાં તેની મૈં ત્રી અતૂટ હતી ક્ર્ષ્ણ ના બાલ સખા સુદામાજી નુ મંદિર સમગ્ર ભારત માં એક માત્ર પોરબંદર ખાતે આવેલ છે જે પોરબંદર પંથક માટે ગૌરવ રૂપ છે.

પોરબંદર શહેર મધ્યે આવેલું પૌ રાણિક, ઐ તિહાસિક, મંદિર માં વર્ષ દરમિયાન બહારથી બધા દર્શન કરી શકે પણ અખાત્રીજ ના પાવન દિવસે ભાવિક જનો માટે સુદામાજીના ચરણ સ્પર્શ કરવા ની છૂટ અપાઈ છે સુદામા ભગવાન દ્વારકાધીશ ને મળવા અખાત્રીજ ના દિવસે ગયા તેની સ્મૃતિ માં સુદામા ના અ યાચક વ્રત ને કેન્દ્ર મા રાખી સુદામા ના પગલે આ ચોથી પદ યાત્રા નુ ભવ્ય આ યોજન કરવા માં આવેલ છે શ્રી ક્ર્ષ્ણ સુદામા નુ મિલન દ્વવારાકા ઉજ્જૈન સા દી પની આશ્રમ માંઅભ્યાસ કરતા તેના સસ્મરણ વાગોળે છે પછી શામળિયો બોલિયાં તુને સાંભરે રે….. હાજી, નાન પણ ના નેહ મુજે કેમ વિસરે રે…… આપણે બે મહિના સાથે રહ્યા તુને સાંભરે રે…… હાજી, સાંદિપની ઋષિ ને ઘેર મુંને કેમ વિસરે રે….. આપણે અન્ન ભીક્ષા માંગી ને લાવતા તુને સાંભરે રે…. હાજી, જમણાં ત્રેણય સાથે મને કેમ વિસરે રે…. ( પ્રેમાનંદ રચિત સુદામા ચરિત્ર ) વિશ્વં પ્રેરક આવી સુદામા ક્ર્ષ્ણ ની અતૂટ મૈત્રી ને ઉજાગર કરતી આ ચોથી પદ યાત્રા ના આ યોજન માં ભક્ત સમૂહ દાય જોડાઈ ને પુણ્ય નુ ભાથું બાંધે છે પ્રતિ વર્ષ અખાત્રીજ ના દિવસે હજારો માણસો ની શુભ દિને સવારે થી સુદામા મંદિર ખાતે ચરણ સ્પર્શ કર્યા બાદ આ પદ યાત્રા પ્રસ્થાન થાય છે જેમાં સાધુ સંતો ના આશીર્વાદ સાથે મહાનુભાવો જોડાય છે.

આ પદયાત્રા માં જોડાવા માંગતા હોય તેઓએ વિસ્તાર વાઇસ કાર્યકર્તા તા 5/5/24 સુધીમાં નામ નોંધવી દેવું (1) સાંદિપની વિદ્યાનિકેતન મેઈન ગેઇટ ઓફિસ, (2) અખંડ રામ ધૂન મંદિર ઓફિસ ભીખુભાઈ, (3) સુદામા મંદિર ના મહ ત શ્રી તેજસભાઈ રામાવત પૂજારી, રણછોડ ભાઈ જોષી પાલખડા મોબાઈલ 9925135808 મસરી જી ઓડેદરા 9099034545, ભીખુભાઈ હરચડી 1235499251, મનોજભાઈ મોઢા સાંદીપની આશ્રમ 9316291830 રણછોડ ભાઈ ઓડેદરા 8980598172 મનોજ ભાઈ થાનકી 9426571901 કૈલાશ વાસું 9879468181 હમીરભાઈ કારેળા 9426376939 ભીખુભાઈ ઉલવા 9054940111 સ્નેહલ પાંધી 9033393139 ખીમભાઇ બાપોદરા 9909989660 હાજીભાઇ ભેટારીયા 9928884878, રાજેશ ભાઈ કોટીયા 7874575589, ગોવિંદ ભાઈ વરુ 9879590952 જેસા ભાઈ ગરેજા 9825736483 મનજી ભાઈ લગધીર 7814305321 રાજાભાઈ ચાવડા 9898858989 ખીમાભાઇ કડોરીયા 9998866974 માલદેભાઈ ગોજ્યા 9998229394 વિરા ભાઈ ચાવડા 9979159999 જીવણ ભગત 9408335300 તા 5/5/24 સુધીમાં સંપર્ક સાધવા જણાવાયુ છે બહારગામ થી આવનાર પદયાત્રી કોને રહેવા જમવા ની સુવિધા પોરબંદર ના શ્રી સાંદી પની હરિ મંદિર આશ્રમ ખાતે રાખવામાં આવેલ છે

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે