સમગ્ર વિશ્વમાં વૈષ્ણવોમાં આસ્થાનું પ્રતિક ગણાતી અને તીલકાયતી મહારાજ શ્રી રાકેશ બાવા ના આશિર્વાદ અને પ્રેરણાથી નાથદ્રારામાં જે શ્રીનાથજી ની હવેલી આવેલ છે. તે જ રાકેશબાવાશ્રીના આદેશ અને પ્રેરણાથી પોરબંદરમાં પણ ” શ્રીનાથજી ‘ ની હવેલી આવેલ છે. અને સમગ્ર વિશ્વમાં બે જ હવેલીમાં ધજા મનોરથ કરવામાં આવે છે. કે જેમાં (૧) રાજસ્થાનમાં આવેલી શ્રીનાથજી ની હવેલી તથા (૨) પોરબંદરમાં આવેલી શ્રીનાથજી ની હવેલી તે જ રીતે સગાઈ પ્રસંગે શ્રીનાથજીની ભેટ પણ પોરબંદરમાં જ ધરી શકાતી હોય અને નાથદ્વારાની જેમજ હવેલી ના બહાર ઓટલે મુંડનવીધી પણ થઈ શકતી હોય અને તે રીતે નાથદ્રારા ની જેમજ પોરબંદરની શ્રીનાથજીની હવેલીમાં પુનમ પણ ભરી શકાતી હોય અને તે રીતે પોરબંદરમાં આવેલી શ્રીનાથજીની હવેલી વૈષ્ણવો માટે આસ્થાનું પ્રતિક ગણાય છે.
અને નાથદ્રારા જેવા જ દર્શનો પોરબંદરમાં થતા હોય અને પરમપૂજય શ્રી રાકેશબાવા ની પ્રેરણા અને આશિર્વાદ થી તથા અધિકારીશ્રી જીવનસિંહ રાઠોર ની દેખરેખ નીચે મુખ્યાજી શ્રી પ્રકાશભાઈ ઠાકર તથા પાર્થ ઠાકર તથા દેવલ ઠાકર દ્રારા તા. ૧૦/૧૧/૨૦૨૪ ને કારતક સુદ ૯ ને રવિવારે પોરબંદરની શ્રીનાથજી હવેલીમાં અન્નકોટ મનોરથના સાંજના ૫-૦૦ કલાક થી દર્શન રાખેલા હોય તેથી આ દર્શનનો લાભ લેવા તમામ વૈષ્ણવોને મુખ્યાજી પ્રકાશભાઈ ઠાકરએ પ્રાર્થના કરેલ છે. અને આ સંબંધે કોઈ વૈષ્ણોવોને વિશેષ કોઈ માહીતી ની જરૂરત હોય તો અધિકારી જીવનસિંહ રાઠોર મોબાઈલ નંબર ૮૧૦૭૦૫૨૩૧૦ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.

