પોરબંદરમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૧-૧૨-૨૦૨૨ના રોજ પોરબંદર જિલ્લામાં મતદાન થનાર હોઇ, આ મતદાનની પવિત્રતા અને રાષ્ટ્રના ઘડતર માટે એક એક મત અમુલ્ય છે. માટે દેશના પ્રત્યેક નાગરિકે મતદાન કરવું એ પવિત્ર ફરજ સમજીને મતદાન કરવું. આજની યુવા પેઢી વધુમાં વધુ મતદાન કરે તે માટે ભારત વિકાસ પરિષદ-પોરબંદર શાખા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત નિબંધ સ્પર્ધા અને મતદાન સંબંધી સૂત્રલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. તો વધુમાં વધુ લોકો આ સ્પર્ધામાં ભાગ લે તેવી અપીલ કરવામાં આવે છે.
તા. ૨૦-૧૧-૨૦૨૨, રવિવારે સવારે ૧૧:૩૦ કલાકે ઘેડીયા રાજપરા પ્રાથમિક શાળા, જુના ફુવારા પાસે આયોજિત આ સ્પર્ધાના વિષયો ‘લોકશાહી અને મતદાન’, ‘મતદાન એક પવિત્ર ફરજ તથા અવસર’. ‘યુવા-શિક્ષા-સેવા અને મતદાનનો સમન્વય”, ‘લોકશાહી પર્વ મતદાનમાં એક મતની અમુલ્ય કિંમત’ છે. આ સ્પર્ધામાં ૧૫ વર્ષથી વધુ વય ધરાવતા વ્યક્તિ ભાગ લઇ શકશે, આ સ્પર્ધા નિઃશુલ્ક છે., સ્પર્ધા પોરબંદર જિલ્લા પૂરતી મર્યાદિત રહેશે.,નિબંધ સ્પર્ધાનો સમય ૩૦ મિનિટનો રાખવામાં આવશે, જેમાં ૨૦૦ શબ્દોમાં નિબંધ લખવાનો રહેશે. સ્પર્ધાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પ્રમાણપત્ર અને ઇનામો આપવામાં આવશે. નામ નોંધાવવા માટે ‘મારો મત’ લખીને મો. ૯૪૨૮૭૦૨૫૯૦ ઉપર મેસેજ કરવો.
ઓનલાઇન કવીઝ સ્પર્ધાનું આયોજન
ગુજરાત રાજ્યની વિધાનસભા ચૂંટણી -૨૦૨૨ને અનુલક્ષીને મતદાન જાગૃતિ માટે એક ઓનલાઇન કવીઝ નું આયોજન ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા દ્વારા તા. ૨૫-૧૧-૨૦૨૨ના રોજ કરવામાં આવેલ છે. આ સ્પર્ધા નિઃશુલ્ક છે.,આ સ્પર્ધામાં ભાગ લેનારને એક વાંચવા માટે પી.ડી.એફ. આપવામાં આવશે., આ સ્પર્ધામાં ૫૦ પ્રશ્નો વૈકલ્પિક રહેશે., નેગેટીવ ગુણાંક પધ્ધતિ નથી. પ્રથમ તથા દ્વિતીય આવનારને પ્રમાણપત્ર તેમજ ૫૦ ટકાથી વધુ માર્કસ મેળવનારને ઓનલાઇન પ્રમાણપત્ર આપવામાં આવશે., આ સ્પર્ધામાં ગુજરાતમાંથી કોઇપણ વ્યક્તિ ઉમરબાધ વિના ભાગ લઇ શકશે, તા. ૨૪-૧૧- ૨૦૨૨ સુધી રજીસ્ટ્રેશન શરૂ રહેશે. રજીસ્ટ્રેશન માટે ‘મારો મત” લખી મો. ૯૪૨૮૭૦૨૫૯૦ ઉપર મેસેજ કરવો તેવું એમ ભારત વિકાસ પરિષદ શાખાના પ્રમુખ કમલેશભાઇ ડી. ખોખરી, મંત્રી નિધિબેન શાહ, સંયોજક કેતનભાઈ હિંડોચા તથા સહસંયોજક હરદત્તપુરી ગોસ્વામીએ જણાવ્યું છે.
